મુક્તક સપ્તક – જીતેન્દ્ર પ્રજાપતિ 11


Jitendra Prajapati

Jitendra Prajapati

૧. નીકળે

રેત ભેગી જ્યાં કરું, જળ નીકળે,
એ રીતે રણમાં બધે છળ નીકળે
અંત માટે કહો હવે શું જોઈએ,
શબ્દ ખોલું ને હળાહળ નીકળે.

૨. ચહેરો બતાવ

સાવ અંગત, ને જરા ગહેરો બતાવ,
ઘાવ આપી ઘાવનો પહેરો બતાવ
પ્રેયસીના રૂપમાં તો ના મળી;
જિંદગી ! તારો બીજો ચહેરો બતાવ.

૩. અર્થ

ચાહવાનો અર્થ ના જાણી શક્યો,
પામવાનો અર્થ ના જાણી શક્યો,
આગ તો બળતી હતી કૈં ભીતરે;
દાઝવાનો અર્થ ના જાણી શક્યો.

૪. દ્રશ્યો હવે

ક્યાં કદી ખોવાય છે દ્રશ્યો હવે ?
દર્પણે સચવાય છે દ્રશ્યો હવે,
પારદર્શકતા બધી ભેગી કરો
બિંબમાં અટવાય છે દ્રશ્યો હવે.

૫. ચર્ચા થશે

આખરે સંબંધની ચર્ચા થશે,
આંખ આડા બંધની ચર્ચા થશે,
પેનથી ખરતા શબદ લે ઉંચકી,
કાલ તારા સ્કંધની ચર્ચા થશે.

૬. હયાતી

હોય તારા પગતળે, એ રાખજે,
શોધતા જે કૈં મળે, એ રાખજે,
મીન જેવી છે હયાતી એટલે;
અંતમાં જે ઓગળે એ રાખજે.

૭. હું જ છું

Jitendra Prajapati Handwritten poetry

 

 

આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેમને કરેલા લાંબા લાંબા કૉલ્સ દરમ્યાન મોબાઈલ પર તેમની નવી લખાયેલી કૃતિઓને સાંભળવી અને સાઈટ પર અનેક સહકાર્યકરોના આશ્ચર્ય વચ્ચે તેમની ગઝલોને ‘વાહ સાહેબ, વાહ’ કહેવું એ એક અગમ્ય લહાવો છે. અનેક સિદ્ધહસ્ત ગઝલકારો અને સંપાદકો દ્વારા તેમની કલમના ગરિમાગાન સાંભળ્યા છે. આજે પ્રસ્તુત છે તેમની નવી રચનાઓ – મુક્તક સપ્તક. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભેચ્છાઓ. તેમનાં હસ્તાક્ષરમાં પણ એક મુક્તક અહીં પ્રસ્તુત કર્યું છે.

બિલિપત્ર

ફક્ત એક જ ટકો કાફી ને પૂરતો છે મુહબ્બતમાં,
બાકીના નવ્વાણું ટકા તું ખર્ચી નાખ હિમ્મતમાં.
– મરીઝ


Leave a Reply to Pravin BaggaCancel reply

11 thoughts on “મુક્તક સપ્તક – જીતેન્દ્ર પ્રજાપતિ

  • JIGNESHKUMAR PANDYA

    ભાઈ જિતુ ખરેખર તારિ આ રચના ઓ વાચ્યા બાદ ખુબ જ આનન્દ થયો MY DEAR FRIEND I AM PROUD TO BE AS YOU ARE MY BEST FRIEND CONGRATULATIONS. RISE AS SON IN GUJARATI LITERATURE. MY DEAR FRIEND

  • Nilesh Upadhyay

    ભાઈ જીગ્નેશ સાથે કાર માં આવતા આવતા અને કાર માં વાગતી પંકજ ઉધાસ ની ગઝલો ના શ્રાવણ સાથે સાથે સાહિત્યની વાતો કાન માં પડી, અંતર ના ખૂણે સંતાયેલ સાહિત્ય ને ચાહતો એન્જીનીઅર નો આત્મા જાગ્યો અને કમ્પની પર આવી કોફી ની ચૂસકી સાથે મુક્તકો વાંચ્યા ….. એવું લાગ્યું કે ઘણું એવું જીંદગી માં પાછળ મૂકી દીધું કે જેને સાથે લઇ ને ચાલવા માં એટલી તકલીફ ના ના પડત જેટલી તેને ખોવા થી અનુભવી રહ્યો છું…..

  • Rajesh Vyas "JAM"

    જીતેન્દ્રભાઈ ને આવી જ રીતે મૌલિક રચનાઓ રજુ કરતાં રહે તેવી હાર્દિક શુભકામના અને અત્યારની રજુઆત બદલ દિલ થી ધન્યવાદ.

  • ashvin desai

    ભાઈ જિતેન્દ્ર પ્રજાપતિને ખુબ જ સહેલાઈથિ અદભુત – અલોઉકિક શાયરનુ બિરુદ આપિ શકાય .
    એમનિ રચનાઓ અન્તર્ના ઉન્દાનમાથિ જ લયબદ્ધ ચ્હન્દબદ્ધ
    થઈને ઉતરિ આવિ હોય તેવો એહસાસ થાય ચ્હે .એમના હસ્તાક્ષરમા પન એક ઉમદા કકલાકારના દર્શન થાય ચ્હે .
    બિલિપત્રમા એમને મરિઝસાહેબથિ તોપપ કર્યા તે યોગ્ય પુરસ્કાર આપ્યો . ધન્યવાદ . – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા