બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ 7


બોલીએ ના કંઈ,
આપણું હ્રદય ખોલીએ ના કંઈ,

વેણને રે’વું ચૂપ,
નેણ ભરીને જોઈ લે વીરા;
વેણના પાણી ઝીલનારું
તે સાગર છે વા કૂપ.
બોલીએ ના કંઈ….

વનવેરાને મારગ વીજન
સીમ જ્યાં કેવળ ગૂંજતી સૂની,
આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુ જન,
લખનો મેળો મળિયો રે
ત્યાં કોણને કોની તાન?
વનમાં જાવું એકલ વીરા !
તારલિયો અંધાર કે
ઓઢીને રણનો દારૂણ ધૂપ
બોલીએ ના કંઈ….

આપણી વ્યથા,
અવરને મન રસની કથા,
ઈતરના કંઈ તથા;
જીરવી એને જાણીએ વીરા !
પ્રાણમાં જલન હોય ને તોયે
ધરીએ શીતલ રૂપ
બોલીએ ના કંઈ….

– રાજેન્દ્ર શાહ

પ્રસ્તુત રચનામાં જાણે કવિએ ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. જીવનમાં આચરવાલાયક શીખ તેમણે થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પોતાના મારગે એકલા ચાલવાની વાત હોય કે મનની વાતો અથવા વ્યથાને મનમાં જ ભંડારી રાખવાની સલાહ હોય, કવિ પ્રસ્તુત રચનામાં જીવનની કેટલીક મહત્વની શીખ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શાહનું પ્રસ્તુત કાવ્ય એથી જ વિચારપ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે.


Leave a Reply to hemanshu hiraniCancel reply

7 thoughts on “બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ

  • Rajesh Vyas "JAM"

    મૌનની તાકાત બોલકાઓને હરાવી દે છે કારણકે તે બોલનારાઓનો વિચાર અને સ્વભાવ જાણી લે છે પણ તેનો વિચાર બોલનારા નથી સમજી શકતાં. માર્મિક અને પ્રેરક રચના રજુ કરવા બદલ ધન્યવાદ.

  • ashvin desai

    ર્રાજેન્દ્રભઐ સાહેબ આપ્ના મુર્ધન્ય કવિ . એમ્નુ કાવ્ય
    આપનને ઘદિક અલોઉકિક દુનિયામા લૈ જૈ શકે .ધન્યવાદ
    અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • PUSHPA

    મોઉન એટલે ખુદનિ લડાય ખુદે જિતવિ એ ખય ખવના ખેલ, જે શક્તિ મોઉનમા એનિ તો વાત જ જુદિ. સુન્દર પ્રભુ. થેક્સ.

  • Umakant V.Mehta "ATUL "

    તારી જો હાક સુણી કોઈ ના આવે તોએકલો જાને રે ” કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની યાદ તાજી કરાવી ગયા.