પ્રણવબોધ.. (ઈ-પુસ્તક ડાઉનલોડ) – પ્રસ્તુતિ મહેન્દ્ર નાયક 4


જગદગુરુ આદ્યશઙ્કરાચાર્ય ભગવાને મુમુક્ષુઓ માટે એક સૂત્રરૂપ નિબંધ લખ્યો છે. આ નિબંધ માણ્ડૂક્ય ઉપનિષદ્ ને આધારે લખાયો છે.

“माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये” અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે. તેથી આ નિબંધ સૂત્રરૂપ હોવા છતાં અધિકારીના બ્રહ્માત્મૈક્ય બોધ માટેનું પૂર્ણ સાધન છે. આ જ કારણે મુમુક્ષુ પરમહંસ સંન્યાસીઓ આનો નિત્ય નિયમથી અભ્યાસ કરે છે, અને એના અભ્યાસના ફળ સ્વરૂપ આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ થઈ જાય છે.

માણ્ડૂક્ય ઉપનિષદમાં ઓઙ્કાર (પ્રણવ)ની વ્યાખ્યા વડે બોધ કરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત નિબંધ પણ એ જ સ્વરૂપે હોવાને કારણે પ્રણવની મદદથીજ બોધનું સાધન બને છે. ઓઙ્કારને જ પ્રણવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે,

“प्रस्तूयते परंब्रह्म आत्मरूपेण येन स प्रणवः”

અર્થાત્ જે પરબ્રહ્મ પરમાત્માને આત્મરૂપે પ્રસ્તુર કરે એને પ્રણવ કહે છે. આ વ્યુત્પત્તિ અનુસાર પ્રણવ અને ૐનો એક જ અર્થ થાય છે. પ્રણવ દ્વારા થનારા બોધને પ્રણવ-બોધ કહેવામાં આવે છે. પ્રણવ દ્વારા થનારો આ બોધ પરબ્રહ્મ પરમાત્માનો આત્મરૂપે સાક્ષાત્કાર છે, માટે પ્રણવ-બોધનો અર્થ થયો, ઓઙ્કારના માધ્યમથી પરબ્રહ્મ પરમાત્માના આત્મરૂપે સાક્ષાત્કાર કરાવનારો ગ્રન્થ.

“પ્રણવ-બોધ” અકાર માત્રા, ઉકાર માત્રા, મકાર માત્રા, અમાત્રા અને બોધ અને મુક્તિ, એમ પાંચ પ્રકરણોમાં પૂર્ણ થાય છે. પ્રત્યેક પ્રકરણમાં અનેક જાણવા જેવા વિષયો છે જે તેમના શિર્ષકો દ્વારા દર્શાવાયા છે. આ શિર્ષકોને પણ વિષય અનુક્રમણિકા રૂપે આરંભમાં જ આપી દેવાયા છે, જેથી જે તે વિષયોની જાણકારી મેળવવામાં પાઠકને સુવિધા રહે.

આ જ્ઞાનની રજુઆત અને પ્રસ્તુતીમાં શ્રી સ્વામી ગણેશાનન્દપુરીજી મહારાજના વ્યાખ્યોનો પર બનેલ પુસ્તકનો પણ આધાર લેવાયો છે જેની અત્રે નોંધ લેવી ઘટે.

આ જ્ઞાનનો અધિકારી એ જ હોઈ શકે જે આ સંસારના કારભારથી કંટાળ્યો અને ગૂંચવાયો છે અને તેમાંથી છૂટવા તરફડી રહ્યો છે. જેને એ કારભારથી સંતોષ છે અથવા જે પોતાને એનો સામનો કરવા માટે સમર્થ સમજે છે કદાચ તેને આ જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી.

આજથી અક્ષરનાદ પર આ પુસ્તક ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એ માટે જાઓ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં


Leave a Reply to upendra parikhCancel reply

4 thoughts on “પ્રણવબોધ.. (ઈ-પુસ્તક ડાઉનલોડ) – પ્રસ્તુતિ મહેન્દ્ર નાયક

  • Atul Jani (Agantuk)

    “माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये” અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે.

    તેને બદલે

    બ્રહ્મ અને આત્માના અભેદનું જ્ઞાન છે.

    તેમ હોવું જોઈએ.

  • upendra parikh

    ખુબજ સરસૌ લેખ્ ખુબ ખુબ આભાર. ધન્યવાદ. ઉપેન્દ્ર.

  • Jignesh D

    Jigneshbhai….this is really a “Amulya” gift to all readers…very few such good detailed “vedant” related resources are there in gujarati and that also very less as digitalized…. Thanks for this sahitya seva ..

    Jignesh D

    • BHARAT MODI

      Excellent, fantastic and very very useful information and explanation. Masterpiece and rare kind of sahitya in Gujarati Language…..Many Many thanks for sharing …..Excellent..Job…..