અંતર્યાત્રા – વિજય જોશી 6


અંતર્યાત્રા

ધ્વનીહીન, દૃષ્ટિહીન અને શ્રુતિહીન.
દિશાહીન રખડતો, સુસ્ત ઉદાસીમાં ભટકતો,
મારું “સ્વત્વ” હું શોધતો હતો.

ઉતર્યો અંતર આત્માની ઊંડી ખીણોમાં, એની ચીરાડોમાં.
મળ્યા ચોમેર વેરાયેલાં,
તોડેલા વચનો, ભાંગેલા સપનાં,
ઉપેક્ષિત સંબંધો, પરાજિત અહંકારો,
કબૂલ ન કરેલા પાપો, અધૂરા સ્વપ્નો.

પરંતુ “સ્વત્વ” ની ક્યાંય નિશાની ન હતી.
મારું “સ્વત્વ” હું શોધતો રહ્યો.
ઉતરતો રહ્યો,
મારા અસ્તિત્વના અંતસ્થ એકાંત સુધી,
નિરાકાર, અનંત અંધકાર સુધી,
આત્મસૃષ્ટિની શૂન્યતાના સીમાડા સુધી.
મારું “સ્વત્વ” હું શોધતો રહ્યો.

આ સ્વપ્ન હતું? શું આ હકીકત હતી?
કે એક ભ્રમણા હતી?
પહોંચ્યો મારા ઘાટા અસ્તિત્વ સુધી,
અનેકત્વના અંત સુધી.
અનુભવ્યું ત્યાં,
બુલંદ અને છતાં નાજુક, ગુંજન.

સાંભળ્યો મારો પ્રથમ અવાજ.
મારા ધબકારાનો પ્રથમ ધ્વની.
પ્રથમ શ્વાસોચ્છવાસ.
અંતિમ વાસ્તવિકતા.
મારા અસ્તિત્વનો આરંભ
મારું “સ્વત્વ”. પ્રથમ પ્રવેશ દ્વાર.

Inward Journey ->

Voiceless, sightless and hearing-impaired,
drifted aimlessly, roaming listlessly,
I was searching for my “self-ness”.

While descending
deep down the deepest valleys and its crevices.
found scattered along the way,
lost identities, faded memories,
broken promises, shattered dreams,
neglected relationships,
defeated egos, false pride,
Un-confessed sins, unfinished dreams.
but no sign of “self-ness”
I kept searching for my “self-ness”.

I continued my descent
into innermost recesses of my inner space.
To the outskirts of a formless unending darkness
into a vast expanse of complete nothingness
of my personal universe.

Was this a dream? Was this a reality?
or was this an illusion?
Couldn’t say for sure.

At last,
I reached my condensed being,
the end of all pluralities.
there I felt loud yet ever so subtle,
relentless hum, heard my first voice,
my first light, my first heart beat,
My first breadth, my ultimate reality.
Moment of truth.
Beginning of my existence!
My “selfness”.

– વિજય જોશી

શ્રી વિજયભાઈ જોશીની પ્રસ્તુત અછાંદસ રચના તેમના જ એક અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ છે. માણસ બ્રાહ્યજગતમાં તો અનેક યાત્રાઓ કરે છે, પરંતુ આંતરજગતમાં યાત્રા ક્વચિત જ થતી હોય છે. સૌથી મહત્વની યાત્રા અંતર્યાત્રા જ હોય છે પણ તેનો માર્ગ ભાગ્યે જ કોઈને ખબર હોય છે, સાચા પથ અંગેનું માર્ગદર્શન અને એ આખીય યાત્રા સ્વત્વની ખોજ છે. આવી જ વિચારસરણી સાથેની યાત્રા કરતા વિજયભાઈની આ કૃતિ ખરેખર સુંદર અને મર્મસભર છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


Leave a Reply to Prakash JoshiCancel reply

6 thoughts on “અંતર્યાત્રા – વિજય જોશી

  • vijay joshi

    લ’કાન્તભાઈના સુંદર શબ્દો માટે આભાર – યાદ આવ્યું મારું અંગ્રેજી અછાંદસ અને એનો ગુજરાતી ભાવાર્થ …..
    The Beginning
    Explosion
    Big Bang
    Life
    Implosion
    Big Whimper
    Death
    The End…
    It all ends in mere 12 words,
    make every word count!!……

    પ્રારંભ
    સ્ફોટ
    બ્રહ્મનાદ
    ઉત્પત્તિ
    વિસ્ફોટ
    પ્રલય
    અંત
    વિશ્વવિનાશ ૮ શબ્દોમાં
    ક્ષણીકતા છે આ જીવનમાં!

  • લા'કાન્ત

    “ઓમ” નો નાદ=હમીંગ સાઉન્ડ….. .. તેમાં ગાયબ .લયલીન ખુદનું અસ્તિત્વ…ઓતપ્રોત…

    દેખાતું બધું ભ્રમ-આભાસ,લાગતું! મહેર તારી॰ હકીકત,વાસ્તવ-મરમ તું,નઝર-એ-કરમ તારી

    “આ હુ,તે તું”ના ભેદ ગયા ઓસરી,રહેમ તારીપરમ શક્તિનું પ્રમાણ જીવંત,બધે રહ્યું વિચરી

    “હોવું” માત્ર,સહજ-સત્ય, એ સમજ વસી રહી,પમાતું જે ક્ષણમાં,પરમઆનંદ રે’ કાયમ ભીતરી
    અભિનંદન વિજયભાઈને અને આભાર જિગ્નેશ ભાઈ !–લા’ / ૫-૩-૧૩

  • vijay joshi

    જિગ્નેશભાઈ,
    મારી અંતરયાત્રાને આકાશગ્ંગામાં પ્રસારવા બદ્દલ આભાર.
    વિજય જોશી