બ્રહ્મ અવાચ્ય છે – ભાણદેવ 4


એક નાના સુંદર ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણને એક પુત્રી હતી. પુત્રી ઉંમરલાયક થતાં બાજુના ગામમાં તેના લગ્ન થયા, લગ્ન પછી થોડા દિવસ પછી તે બ્રાહ્મનની પુત્રી પોતાને પિયર થોડા દિવસ માતાપિતા સાથે રહેવા માટે આવી.

આ દિવસો દરમ્યાન તે પુત્રીના પતિ અર્થાત બ્રાહ્મણના જમાઈ પોતાના શ્વસુરગૃહે પોતાની પત્ની તથા સાસુસસરાને મળવા માટે આવ્યા. જમાઈ શ્વસુરગૃહે આવ્યા ત્યારે તેમની સાથે તેમના ચાર મિત્રો પણ હતા.

આમ બ્રાહ્મણને ઘેર પાંચ મહેમાનો આવ્યા. થોડી ઔપચારિક વિધિ પછી આ પાંચે મહેમાનોને ઓશરીમાં ભોજન માટે બેસાડવામાં આવ્યા. આ સમય દરમ્યાન બ્રાહ્મણની પુત્રી પોતાની ચાર સહેલીઓ સાથે અંદરના ઓરડામાં બેઠી હતી. આ સર્વ સહેલીઓ બારણાની તિરાડમાંથી બહાર ઓશરીમાં ભોજન કરી રહેલા સર્વ મહેમાનોને જોઈ શક્તી હતી.

બ્રાહ્મણપુત્રીની સહેલીઓ તેના પતિને ઓળખવા ઈચ્છતી હતી પરંતુ બ્રાહ્મણપુત્રી સિવાય કોઈ તેના પતિને ઓળખતી નહોતી, સહેલીઓએ બ્રાહ્મણપુત્રીને પૂછ્યું –

‘સખી ! આ પાંચ યુવાનો ભોજન કરી રહ્યા છે, તેમાં તારો વર કયો છે?’

સહેલીઓએ આ પ્રશ્ન પૂછ્યો પરંતુ સંકોચને કારણે બ્રાહ્મણપુત્રી કશું બોલી નહીં, માત્ર મૌન રહી.

થોડીવાર પછી એક સહેલીએ બ્રાહ્મણપુત્રીને પૂછ્યું, ‘પેલો મોટી મોટી મૂછોવાળો છે, તે તારો પતિ છે?’

બ્રાહ્મણપુત્રીએ નકારમાં મસ્તક હલાવ્યું.

પઈ બીજી સહેલીએ પૂછ્યું,

‘પેલો શામળા વર્ણ વાળો છે તે તારો પતિ છે?’

બ્રાહ્મણપુત્રીએ કહ્યું ‘ના’

ત્રીજી સહેલીએ પૂછ્યું,

‘પેલો ખૂણામાં બેઠો છે તે તારો પતિ છે?’

બ્રાહ્મણપુત્રીએ નકારમાં જવાબ આપ્યો.

ચોથી સહેલીએ પૂછ્યું

‘તો પછી પેલો દૂબળો પાતળો છે તે તારો પતિ છે?’

બ્રાહ્મણપુત્રીએ નકારમાં ઉત્તર આપ્યો.

હવે તો એક જ બાકી રહ્યો, પાંચમી સહેલીએ પૂછ્યું,

‘સૌથી પહેલો બેઠો છે, તે પેલો ગૌરવર્ણનો યુવાન તારો પતિ છે ને?’

આ વખતે બ્રાહ્મણપુત્રી કશું જ ન બોલી, સ્મિતપૂર્વક મૌન રહી.

બધી સહેલીઓએ સમજી લીધું કે તે ગૌરવર્ણનો પહેલો બેઠો છે તે યુવાન જ બ્રાહ્મણપુત્રીનો પતિ છે.

આ નાની કથા દ્વારા બ્રહ્મના સ્વરૂપ વિશે સારો પ્રકાશ પડે છે. બ્રહ્મ શું છે અને કેવું છે તેના વિશે કશું જ કહી શકાય તેમ નથી.

બ્રહ્મનું વાણી દ્વારા કથન થઈ શકે તેમ નથી. બ્રહ્મનું નિર્વચન કરી શકાય તેમ નથી. જે માનસાતીત છે, ઈન્દ્રિયાતીત છે, અવસ્થાતીત છે, તે સ્વભાવિક રીતે જ વાણીને પણ અગોચર છે. જો મન અને બુદ્ધિ પણ બ્રહ્મના સ્વરૂપનું આકલન ન કરી શકે તો વાણી દ્વારા તેનું કથન કઈ રીતે થઈ શકે? તેથી જ એમ કહેવાય છે કે સર્વ પદાર્થો વાણી દ્વારા એઠાં થઈ ગયા છે, પરંતુ એક માત્ર બ્રહ્મ વાણી દ્વારા એઠું થયું નથી. વાણી દ્વારા જેમનું કથન થઈ ગયું છે તે પદાર્થો વાણી દ્વારા એઠાં થઈ ગયા ગણાય. પરંતુ બ્રહ્મનું વર્ણન વાણી દ્વારા થઈ શકે તેમ નથી. તેનું વર્ણન વાણી દ્વારા થઈ શક્યું નથી. તેથી બ્રહ્મ વાણી દ્વારા એઠું થયું નથી તેમ ગણાય.

જેનું કથન વાણી દ્વારા થઈ શકે તેમ ન હોય તેનું કથન કરવું કેવી રીતે? તેનું કથન ‘નેતિ’, ‘નેતિ’ પદ્ધતિ દ્વારા થાય છે. આ ઉપનિષદની પદ્ધતિ છે અને ઉપનિષદોમાં બ્રહ્મનું વર્ણન ‘નેતિ નેતિ’ પદ્ધતિથી કરવામાં આવે છે. આધુનિક પરિભાષામાં આ પદ્ધતિને વિચારની નિષેધક પદ્ધતિ (Nagative way of thinking) કહેવામાં આવે છે.

વિચારની આ પદ્ધતિમાં જેનું કથન કરવાનું હોય છે તેનું સ્વરૂપ જ એવું હોય છે કે તેના વિશે વિધાયક પદ્ધતિથી કશું કહી શકાય તેમ નથી. તેથી ‘તે શું નથી, તે શું નથી?’ અને ‘તે આ નથી, તે આ નથી (નેતિ)’ તે રીતે તેનું વર્ણન કરીને તેના સ્વરૂપનું સૂચન કરવામાં આવે છે.

હું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર નથી. હું પંચકોશ નથી, હું જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાથી પર છું, હું આમાનું કશું નથી. આ વર્ણનમાંથી જે બહાર રહે છે તે આત્મા અર્થાત બ્રહ્મ તે મારું સ્વરૂપ છે.

સર્વનો ઈન્કાર કરતા કરતા જે બાકી રહે છે, તે આપોઆપ સૂચિત થાય છે. બ્રહ્મનું કથન વિધાયક પદ્ધતિથી થઈ શકે તેમ નથી તેથી આ ‘નેતિ નેતિ’ની પદ્ધતિથી તેને સૂચિત કરવામાં આવે છે.

એક યુવતિ સંકોચને કારણે ‘આ મારો પતિ છે’ તેમ કહેવા તૈયાર નથી, તેથી તેની સહેલીઓ ‘આ તારો પતિ છે?’ એમ પૂછતાં તે એક પછી એક ચારે યુવાનોનો ઈન્કાર કરતી ગઈ. બાકી રહ્યો તે પાંચમો યુવાન તેનો પતિ છે તેમ આપોઆપ સિદ્ધ થયું અને તેના વિશે પૂછતાં તે યુવતિ સ્મિતપૂર્વક મૌન રહી તેથી તેની સહેલીઓએ સમજી લીધું કે આ યુવાન જ તેનો પતિ છે.

જેનું નિર્વચન ન થઈ શકે તેનું નિર્વચન કરવાની આ ‘નેતિ નેતિ’ (આ નહીં, આ નહીં) પદ્ધતિ ઉપનિષદપ્રણિત છે. જેનું વાણી દ્વારા વર્ણન ન થઈ શકે તેનું આ ‘નેતિ નેતિ’ પદ્ધતિ દ્વારા કથન થાય છે પરંતુ જ્યારે સાક્ષાત વર્ણન કરવાનો પ્રસંગ આવે છે ત્યારે મૌન જ રહેવું પડે છે. તે યુવતિ જેમ મૌન રહી તેમ જ્યારે બ્રહ્મનું નિર્વચન કરવાનો પ્રસંગ આવે તે સમયે મૌન રહેવું જોઈએ. અનિર્વચનીયનું નિર્વચન કરવાનો બીજો ઉપાય પણ શો?

– ભાણદેવ

‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર.

શ્રી ભાણદેવજી હિન્દુ ધર્મના સમર્થ


4 thoughts on “બ્રહ્મ અવાચ્ય છે – ભાણદેવ

  • R.M.Amodwala

    interest created. please forward me the complete address of ( PRAVIN PRAKASHAN , RAJKOT ) publication for arranginging purchase of Book .the view of presentation will be more focused , the clear cut picture will be out by said method.

  • સુભાષ પટેલ

    Tipping Over a Vase

    Master Hyakujo decided to found a new monastery, but he had the difficult task of selecting from among his disciples the right person to be the new monastery’s abbot. Then he came upon a solution.

    Hyakujo called all his disciples together and told them that the person who best answered his question would be named the new abbot. Hyakujo filled a vase with water and set it on the ground before the assembled monks. “Who can tell me what this is without naming it?” he challenged.

    The senior disciple stepped forward and answered accurately, “No one can call it a wooden shoe.”

    Then Isan, the lowly cook, stepped forward and knocked the vase over with his foot, and walked out of the room.

    Master Hyakujo smiled and declared, “My senior disciple has been bested.” Isan the cook was named the new abbot.

    ==

    What just happened in this story?

    One way to understand the meaning of this story is that the water represents Truth or the Dharma. The vase is the vessel that holds that truth, it is the teaching, it is the tradition.

    That truth cannot be told, however. Sure, you can use simple words like “Truth” or “Reality,” or you can fill books with complex philosophical explanations. But ultimately those are all words and don’t truly convey what the Truth is. The “water” cannot be named. That is why Master Hyakujo gave this challenge to his disciples.

    The lead disciple, clearly a cunning man, sees this as a test of his mental dexterity. If he cannot name the water-filled vessel, he will say what it is not, thus suggesting it by negation. But he has only negated one object in a world of infinite objects. A person can spend a lifetime listing all the things something is not, and never come to the point where only the unnamed thing remains. The lead disciple is trapped on the endless road of the intellect.

    But the cook, Isan, understood the situation simply and clearly. He tipped the vase over, emptying the vessel and revealing the water. The truth cannot be told, it can only be shown.

    What’s more, the truth cannot be held, it cannot be contained, it can only be poured out. The vase itself, the spiritual tradition, is empty and only has meaning as a vessel to transport the truth. By tipping over the vessel, he is suggesting that we must not worship the tradition itself. Religion, philosophy, spiritual tradition — these are not an end to themselves; they should be respected for their function as a delivery vehicle, but nothing more.

    These are the insights that mark one for spiritual authority.

    Have a beautiful day!


    સુભાષ પટેલ:

    સમર્થ વ્યક્તિઓ “નેતિ નેતિ”નું સમર્થન કરીને તેમને લાધેલું સત્ય જણાવે છે જે બહુમતિની સમજ બહાર છે અને તેથી જ વ્યાસપીઠ પર બીરાજેલા મહારાજો જે ભગવાનના દર્શન કરાવે છે તેનાથી ઘણા પ્રભાવીત થઇ જાય છે.

  • સુભાષ પટેલ

    સમર્થ વ્યક્તિઓ “નેતિ નેતિ”નું સમર્થન કરીને તેમને લાધેલું સત્ય જણાવે છે જે બહુમતિની સમજ બહાર છે અને તેથી જ વ્યાસપીઠ પર બીરાજેલા મહારાજો જે ભગવાનના દર્શન કરાવે છે તેનાથી ઘણા પ્રભાવીત થઇ જાય છે.

  • Maheshchandra Naik

    સરસ બોધકથા, અધ્યાત્મ કથાઓ વિશે વધુ માહીતી આપશોજી આભાર……..