ભક્તિનો મર્મ.. – બાલમુકુન્દ દવે 3


ભક્તિનો મર્મ

હરિભજનમાં ઝોકાં ખાતો
ઝટ શય્યામાં ભાગે
નાટકચેટક જોવા સારુ
અખંડ રાતો જાગે !

ગુરો તમે શું મ્હેણાં મારો?
થોથાં મૂકો આઘે
તમે ભક્તિનો મરમ ન જાણો
તેથી અવળું લાગે

નાટકમાં ના નીંદર આવે
વાગે હૈડે કાંટા;
કેમ કર્યા ના નેન બિડાયે
મારે મનડું આંટા

ફુલશય્યાનું સુખ સુંવાળુ
હરિભજનમાં ભાળું
ઉજાગરે શેં આંખો બાળું
પ્રેમે લોચન ઢાળું.

– બાલમુકુન્દ દવે


Leave a Reply to jjugalkishorCancel reply

3 thoughts on “ભક્તિનો મર્મ.. – બાલમુકુન્દ દવે