અક્ષરનાદનું વર્ષ ૨૦૧૨ – એક વિહંગાવલોકન 16


મિત્રો,

વર્ષ ૨૦૧૨ પૂર્ણ થઈ રહ્યું છે અને નવા વર્ષને શરૂ થવાને થોડાક કલાકોની જ વાર છે ત્યારે ગત વર્ષની ઉપલબ્ધીઓ – અપેક્ષાઓ અને ભૂલો વિશે વિચારીને, તેમને વધુ સુસંગત અને યોગ્ય બનાવી નવા સમયને માટે આયોજન તથા વિચાર કરવાનો સમય છે.

અક્ષરનાદ વિશેની કેટલીક આંકડાકીય માહિતિ અને અન્ય વિગતો સાથે આજે ઉપસ્થિત થયો છું.

આંકડાકીય માહિતિ –

અક્ષરનાદને વર્ષ ૨૦૧૨માં ૭,૦૦,૦૦૦ થી વધુ ક્લિક્સ મળી છે જેમાં જુલાઈ ૨૦૧૨ની ૧,૦૦,૦૦૦ થી વધુ ક્લિક્સ મુખ્ય છે જ્યારે સૌથી ઓછી ક્લિક્સ મે ૨૦૧૨ની ૩૫૦૦૦ છે.

ગૂગલ સર્ચ દ્વારા ૧,૦૦,૦૦૦ થી વધુ વાચકો અક્ષરનાદ પર ક્લિક કરી ગયા છે. આ ઉપરાંત યાહૂ, બિઁગ અને બેબિલોન સર્ચ દ્વારા પણ અનેક વાચકમિત્રોને અક્ષરનાદ વિશે જાણ થઈ છે. ગૂગલ પર અક્ષરનાદ માટે સૌથી વધુ શોધાયેલ શબ્દ પણ aksharnaad જ છે જે ૧૦,૦૦૦થી વધુ વખત શોધાયો છે.

ક્લિક્સની દ્રષ્ટીએ અક્ષરનાદના વાચકમિત્ર એક મુલાકાતમાં એકથી વધુ કૃતિઓ વાંચે છે. પેજ / પોસ્ટ વ્યૂ પ્રતિ મુલાકાતી દર મહીને બદલાતો આંક છે જે ૩.૮૨ થી લઈને ૪.૩૭ સુધી રહે છે.

અક્ષરનાદના વાચકોનો વસ્તાર સમગ્ર વિશ્વમાં છે, સૌથી વધુ વાચકો જ્યાંથી અક્ષરનાદ જુએ છે એવા પ્રથમ દસ દેશોમાં

ભારત
અમેરિકા
યુ.કે.
કેનેડા
ઓસ્ટ્રેલીયા
યુ.એ.ઈ
ઓમાન
ન્યૂઝીલેન્ડ
સાઊદી અરેબિયા
કતાર તથા જર્મની (સમાન)
એ મુખ્ય છે.

તો

બાંગ્લાદેશ
રશિયા
કઝાકિસ્તાન
તુર્કી
સ્પેન
પનામા
મોરેશીયસ
ઈન્ડોનેશીયા અને
ઈજિપ્ત
વગેરે દેશોમાં વસતા ગુજરાતીઓ પણ અક્ષરનાદને નિયમિતપણે વાંચે છે.

કૃતિઓ

વર્ષ ૨૦૧૨માં પણ ક્લિક્સની દ્રષ્ટીએ ડાઊનલોડ વિભાગ અને અનુક્રમણિકા એ પાનાઓનો દબદબો યથાવત રહ્યો છે.

તો વાચકમિત્રો દ્વારા આ વર્ષની સૌથી વધુ વંચાયેલી (ક્લિક્સની દ્રષ્ટીએ) પસંદ કરાયેલ કૃતિઓમાં

નરસિઁહ મહેતાનાં જીવન કવન વિષયક પદો – તરુણ મહેતા (Audiocast)

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૧

મિથ્યાભિમાન – દલપતરામ

ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ

‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧ ….. દેપાળદે (Audiocast)

બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા (ઈ-પુસ્તક ડાઉનલોડ)

સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૪…. જેસલ તોરલ (Audiocast)

વિચારબિંદુઓ…. – સ્વામી વિવેકાનંદ

માતાનું ઋણ – સુરેશ દલાલ

બદમાશ (ટૂંકી વાર્તા) – ઝવેરચંદ મેઘાણી – મુખ્ય રહી હતી.

ઈ-પુસ્તક ડાઊનલોડ

૨૦૧૨માં કુલ ૧૩ ઈ-પુસ્તક નિઃશુલ્ક વાંચન માટે અક્ષરનાદ પર ઉપલબ્ધ કરવામાં આવી છે,

બિંદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) આ વર્ષનું પ્રથમ પુસ્તક હતું

ગિજુભાઈની બાળવાર્તાઓ એ ઈ-પુસ્તકના સૌથી વધુ – ૬૪૦૦થી વધુ ડાઊનલોડ થયા છે.

આ વર્ષે મૂકાયેલા ૧૩ ઈ-પુસ્તકોનો કુલ ડાઊનલોડ આંક ૩૨૫૦૦થી વધુ છે, જ્યારે સમગ્રપણે ૨૦૧૨માં ઈ-પુસ્તકોનો ડાઊનલોડ આંક ૫૫,૦૦૦થી વધુ છે. આ વર્ષે અનેકગણી વધુ સંખ્યામાં ઈ-પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકાય એવી નેમ છે.

અક્ષરનાદને અત્યાર સુધીની સૌથી વધુ પ્રેરણા અને પ્રોત્સાહન ૨૦૧૨માં જ મળ્યા છે એ પણ એક નોંધવાલાયક બાબત છે. કુલ ૭૬૦થી વધુ પ્રોત્સાહન ઈ-મેલ આ બાબતના સૂચક છે, તો અક્ષરનાદની દરેક પોસ્ટ નીચેની મિત્રોને એ કૃતિ વિશે જાણ કરતી સુવિધા મારફત અધધધ ૨૦૦૦ ઈ-મેલ થયા છે.

આ તો થઈ આંકડાકીય કે માહિતીલક્ષી વાત, પણ સૌથી વધુ આનંદની વાત એ છે કે ઈ-પુસ્તક વિભાગ માટે અક્ષરનાદને અનેક પુસ્તકો મળતા રહે છે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ઈ-પુસ્તકો મૂકી શકાય તથા આ પ્રક્રિયાનો વ્યાપ વધારી સમગ્રતયા નિઃશુલ્ક ગુજરાતી ઈ-પુસ્તક પ્રવૃત્તિને એક જ ઓનલાઈન સરનામે એકત્ર કરી શકાય એવી ઈચ્છાને પૂર્ણ કરવાનું ઈશ્વર બળ આપે.

વર્ષના કુલ ૩૬૬ દિવસોમાં ૨૪૦ પોસ્ટ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ શકી છે. રવિવારે અક્ષરનાદ પર પોસ્ટ મૂકવામાં આવતી નથી એ ૫૩ રવિવારને બાદ કરીએ તો પણ ઉપલબ્ધ ૩૧૩ દિવસોમાંથી ૨૪૦ પોસ્ટ – મતલબ કે ૭૩ દિવસો એવા થયા છે જેમાં એક અથવા બીજા કારણોસર અનિયમિતતા રહી છે, જેને દૂર કરવાનો પ્રયત્ન આ વર્ષે કરવામાં આવશે.

અત્રે એક સ્પષ્ટતા કરવી ઉચિત સમજું છું, આ આંકડાકીય વિગતો કે અન્ય માહિતી મારી કે અક્ષરનાદના અન્ય સંપાદકોની પીઠ થપથપાવીને આત્મશ્લાઘા માટેની નથી, પરંતુ વાચકમિત્રોનો ઉત્સાહ અને પ્રેમ તેના મૂળમાં છે. અક્ષરનાદના ચાહકોના આ સ્નેહને, તેમની અપેક્ષાઓને અને વહાલને નતમસ્તક.

સર્વે વાચકમિત્રોને – લેખકમિત્રોને તથા સહયોગીઓને ૨૦૧૩ માટે શુભકામનાઓ.

આભાર

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


Leave a Reply to Maheshchandra Naik Cancel reply

16 thoughts on “અક્ષરનાદનું વર્ષ ૨૦૧૨ – એક વિહંગાવલોકન