મા અને પ્રેમિકા.. – કિરીટ દુધાત 4


મા
પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી,
અને થોડી વૃદ્ધ પણ હોય છે.

આપણામાં જ્યારે
સમજણ આવી જાય છે ત્યારે
કહીએ છીએ, ‘મા, તને કંઈ સમજણ પડતી નથી.’
પછી
મા કશું બોલતી નથી
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસ.. મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શક્તા નથી
માફ કરી દેજે… મા

સ્ત્રીઓનાં
બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજમાર્ગ પર
દોડી દોડીને એકવાર
હાંફી જઈએ ત્યારે ઈચ્છા થાય છે
મા ના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની
ત્યારે ખ્યાલ આવે છે
મા તો મરી ગઈ છે

મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.

– કિરીટ દુધાત

બિલિપત્ર

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીસર્યા ખેસ ફરકાવતા
– રાજેન્દ્ર શુક્લ

મા વિશેની અનેક રચનાઓ આપણા સાહિત્યને અનેરી આભા બક્ષે છે. માતાની મહિમાનું ગાન કરતી કૃતિઓ હોય કે તેના પ્રેમને સરળતાથી સહજરીતે વ્યક્ત કરતી ‘આંધળી માનો કાગળ’ જેવી કૃતિ હોય, એ દરેક રચના હ્રદયને એ સ્નેહનો અહેસાસ કરાવતી રહે છે. શ્રી કિરીટ દુધાતની એવી જ એક સુંદર કૃતિ આજે અહીં પ્રસ્તુત છે, માતા અને પ્રેમિકા વચ્ચેની સરખામણી તો નહીં, પણ તફાવત તો દર્શાવે જ છે.


4 thoughts on “મા અને પ્રેમિકા.. – કિરીટ દુધાત

  • ashvin desai47@gmail.com

    ભાઈ કિરિત દુધાત આપના તેજસ્વિ વાર્તાકાર – એમનિ તચિ
    વાર્તાઓ જેવુ સુન્દર કાવ્ય સાથે ઉપસ્તિથ થાય ત્યારે આપન્ને
    એક વિચાર્પ્રેરક કલાક્રુતિ તો મલે જ . અભિનન્દન
    કદાચ હુ ૨૫ વરસથિ ઓસ્ત્રેલિયામા ચ્હુ , તેથિ મને એમનિ
    તાજિ વાર્તાઓનો લાભ નથિ મલ્યો , પન મને ખાતરિ ચ્હે કે
    એઓ પ્રવ્રઉત્ત તો હશે જ . શુભેચ્ચ્હાઓ સાથે , અશ્વિન દેસાઈ
    ‘ સમન્વય ‘ ૧૫ service road blackburn vic 3130