ચાલ જિંદગી જીવી લઈએ… – ડૉ. અજય કોઠારી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5


થોડાક દિવસ પહેલા અક્ષરનાદ પર આ જ પુસ્તકમાંનો એક લેખ મૂક્યો હતો, ‘૫૫ વર્ષની ઉંમર પછી…’ એ લેખ વિશેના અનેક પ્રતિભાવોમાં આખું પુસ્તક મૂકવા વિશે વિનંતિ કરવામાં આવી હતી. ડૉ. અજય કોઠારીએ આ આખુંય પુસ્તક અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી તે બદલ અક્ષરનાદના સમગ્ર વાચકવર્ગ વતી હું ડૉ. કોઠારીનો આભાર માનું છું.

ડૉ. અજય કોઠારી મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ સર્જરી, ઈએનટી એસોસિયેશનના સંશોધન માટેના સુવર્ણચંદ્રક વિજેતા, યુરોપની બાળ ઈએનટી સંસ્થા અને વિશ્વની સર્જનોની દુનિયાની સર્વોચ્ચ કાઉન્સિલ ‘આઈફોસ’ના ગવર્નિંગ બોડીના એકમાત્ર ભારતીય ઈનટી ડૉક્ટર છે. ‘કોશિશ’ નામે બહેરા મૂંગાનું ભારતનું સર્વપ્રથમ ‘સેન્ટર ફોર ધ ડેફ’ મલાડ પૂર્વ, મુંબઈમાં કર્યું છે જ્યાં ૧૩૬ બાળકોને મફત શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ અને શ્રવણયંત્ર આપે છે. સાથે સાથે તેઓ એક સારા લેખક પણ છે. એક ડોક્ટર તરીકે તબીબી ઉપાયો અને સલાહો સાથેના અનેક પુસ્તકો સાથે તેમણે એકાંકી, કટાક્ષલેખ અને હાસ્યલેખ પણ આપણી ભાષાને આપ્યા છે.

‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક વિશે પરિચય આપતા ડૉ. કોઠારી જણાવે છે, ‘આપણી જીંદગી કેટલી? કોઈ કહેશે ૬૫ વર્ષની, સરકાર કહે છે સરેરાશ પુરુષની ૬૮ ને મહિલાની ૬૪ વર્ષની, પણ જિંદગી ૩ ફૂટના ઘોડીયાથી માંડીને ૬ ફૂટની ચિતા સુધીની. માત્ર ૩ ફૂટ લંબાતી ખેંચાતી આપણી આ જિંદગી’ તેને ડૉ. કોઠારીએ ઉંમરના હિસાબ સાથે જોડી છે. ‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક જીવનના વિવિધ તબક્કાઓને – સંબંધોને – તથ્યોને આવરે છે. જીવનસાથી, સંતાનો, પૌત્રો અને વંશવેલો, મિત્રો, ૫૫ વર્ષની ઉંમર પછી, જાતિય સંબંધ, ભગવાન, હોસ્પિટલ, અંતિમ યાત્રા જેવા વિવિધ પ્રકરણ ધરાવતી આ સુંદર પુસ્તિકાની ચાર વર્ષમાં ચાર પુનઃઆવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આજે તેમનું પુસ્તક ‘ચાલ જિંદગી જીવી લઈએ’ અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા હજુ અનેક પુસ્તકો તેમનાથી આપણને મળતા રહે એવી અનેક શુભકામનાઓ.

આજથી આ પુસ્તક ડાઊનલોડ વિભાગમાં નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


Leave a Reply to Harshad DaveCancel reply

5 thoughts on “ચાલ જિંદગી જીવી લઈએ… – ડૉ. અજય કોઠારી (ઈ-પુસ્તક ડાઉનલોડ)

  • PRAFUL SHAH

    HEARTY GREETINGS TO ALL AT AKSHARNAAD
    GOD BLESS YOU AND YOURS AS YOU ALL WISHED FOR ME AND MINE.
    “HISAB CHUKTE FOR THE YEAR AT DIWALI”
    LST US START A NEW CONGRATULATIONS
    KEEP UP WELL DOING FOR GUJARATI ON GLOBE ANY WHERE

  • upendraroy nanavati

    Thanks to Dr. Ajaybhai Kothari for his genrerousity to allow to down load this booklet.

    Happy New year 2069 and greetings for the seasons to all Brotherens and sister of this link readers.

    wish,LayStar would keep the same Laya continued !!!

    Upendraroy Nanavati

  • Harshad Dave

    અક્ષરનાદને, શ્રી જીજ્ઞેશભાઈને અને સર્વે સુજ્ઞ પાઠકોને હર્ષદ દવેના નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ…નવો ઉત્સાહ, નવા સંકલ્પો, નવો જોમ, નવો જુસ્સો, નવો ઉત્સાહ, નવી શરૂઆત, નવું સાહસ, નવો રોમાંચ, નવું જોવાની, નવું વાંચવાની, નવું જાણવાની, નવું શીખવાની તાલાવેલી, નવી નવી અવનવી સિદ્ધિઓ સાથેની મંગલમય શુભકામનાઓ. પર્વમાલિકાઓ પરમ આનંદમય રહેવાની પ્રેરણા આપે છે અને તેથી આપણે સહુ પ્રેરિત થઈએ એજ પરમને અભ્યર્થના…હદ.

  • Govind Maru

    હું વય–નીવૃત્તીથી હાલ જ નીવૃત્ત થયો અને વીક્રમ સંવત ૨૦૬૯ની વહેલી સવારે સર્વ પ્રથમ ડૉ. અજયભાઈનું ખુબ જ સુંદર અને જીવનોપયોગી પુસ્તકનો પરીચય મેળવીને તરત જ ડાઉનલોડ કરી લીધું.. નીરાંતે વાચીશ.
    આવો આજે આપણે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચીએ… સર્વ મીત્રોને નુતન વર્ષાભીનંદન…