૯મી નવેમ્બર… – પી. કે. દાવડા 5


૯મી નવેમ્બર, ૧૯૮૯ના બર્લિન-વોલ તૂટી ગઈ. આ પહેલા દુનિયા બે છાવણીઓમા વહેંચાયલી હતી, મૂડીવાદ અને સામ્યવાદ. આ વિચારધારાના વિભાજનને શીતયુદ્ધનું નામ આપવામા આવેલું. મૂડીવાદી દેશોની આગેવાની અમેરિકા પાસે હતી જ્યારે સામ્યવાદી દેશોની આગેવાની રશિયા પાસે હતી. અમેરિકાની છાવણીમા યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલીઆ અને આફ્રિકાના અનેક દેશો હતા. રશિયાની છાવણીમા ચીન અને યુરોપ અને એશિયાના થોડા દેશ હતા. અમેરિકાની ખૂબ નજીક્નું ક્યુબા પણ રશિયાની છાવણીમા હતું. જવાહરલાલ નહેરૂ, ઈજીપ્તના અબ્દુલ ગમેલ નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો ની ત્રિપુટીએ મળીને તટસ્થ દેશોનો સમૂહ બનાવેલો.

અમેરિકા અને રશિયા બન્ને પોતાની વાત મનાવવા હરઘડી યુદ્ધની તૈયારીમાં રહેતા. અણુશસ્ત્રો અને બીજા વિનાશક શસ્ત્રોની હોડ મચેલી. અમેરિકામા તો રશિયન સામ્યવાદની એવી બીક બેસી ગયેલી કે બાળકોથી માંડીને વૄધ્ધો સુધી રશિયાથી એક ડગલું આગળ રહેવા રાતદિવસ મહેનતમા લાગી ગયા હતા. અમેરિકાનો આ સુવર્ણ કાળ હતો. નવી નવી વૈજ્ઞાનિક શોધ, જીવન જરૂરીઆતની ચીજ વસ્તુઓ અને યુધ્ધના હથિયારોનું ઉત્પાદન અને આર્થિક સદ્ધ ધ્ધરતા એની ચરમ સીમાએ હતી.

૪થી ઓક્ટોબર, ૧૯૫૭ ના રશિયાએ સ્પુટનિક નામનો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણ કક્ષામા મૂકી, પૂરી દુનિયામા ખળભળાટ મચાવી દીધો. આની સૌથી વધારે અસર અમેરિકા ઉપર થઈ. અમેરિકનોનું અહમ એટલું તો ઘવાયું કે અમેરિકાભરમા શાળાના બાળકોએ પણ વધારે મહેનત કરવાના શપથ લીધા. થોડા સમયમા જ અમેરિકા રશિયાની બરોબરીમા આવી ગયું. રશિયા, અમેરિકા માટે પ્રગતિ કરવા માટેનું મોટીવેશન હતું.

૯મી નવેમ્બર, ૧૯૮૯ મા ટૂટેલી બર્લિનની દિવાલ, સામ્યવાદ ઉપર મૂડીવાદના વિજયનું પ્રતિક બની ગઈ. અમેરિકનો વિજય પર્વ મનાવવામા ડૂબી ગયા. આખા વિશ્વમા અમેરિકાની બરોબરી કરી શકે એવું કોઈ નથી એ વાત એમના મનમા ઘર કરી ગઈ. લોકો મોજશોખ અને ખાવાપીવામા લાગી ગયા. ઉધાર પૈસા લઈને પણ આરામની ચીજ વસ્તુઓ ખરીદવા લાગ્યા. ઉત્પાદનમા ઘટાડો થવા લાગ્યો, દેશની આર્થિક પરિસ્થિતિ બગડવા લાગી. અમેરિકાએ વિશ્વબેંક અને દુનિયાના દેશો પાસેથી કરજ લેવાનુ શરૂ કર્યું. ચીન, ભારત, કોરિયા, જાપાન વગેરે દેશો મજબૂત થવા લાગ્યા. અમેરિકાએ ચીન પાસેથી અને જાપાન પાસેથી અધધ થઈ જાય એટલો કર્જો ઉપાડ્યો છે. ૨૦૦૮થી અમેરિકાની આર્થિક હાલત ખરાબ છે. લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે, બેંકોનો અને ક્રેડીટ કાર્ડ કંપનીનો કર્જ ફેટાડવામા ઘણા લોકો અસમર્થ થઈ જાય છે. બેંકો દિવાળું કાઢે છે.

રશિયાએ હારી જઈને અમેરિકાને નબળું પાડી દીધું !!!

– પી. કે. દાવડા


Leave a Reply to VanCancel reply

5 thoughts on “૯મી નવેમ્બર… – પી. કે. દાવડા

  • PRAFUL SHAH

    WE ARE FOLLOWING USA, UK, AND EUROPE. OUR WAY OF LIVING WAS SIMPLW AND WE WERE USE TO SAVE FOR ODD DAYS. BUT NOWNOT LOOKING TO THE PREVAILING SITUATIONS IN THOSE COUNTRIES. MORE OVER OUR LEADERS OF ALL KIND RELIGIOUS, POLITICAL OR SOCIAL ARE PUTTING SELF BEFORE SERVICE AND THERE IS NO NATIONAL SPIRIT NOR ANY ONE THINKS OF HAVE NOTS. NOW PEOPLE HAS TP THINK AND ACT IN DEMOCRACY TO SELECT THEIR GOVT. AND/OR LEADER, OTHER WISEEVEN GOD CAN’T HELP, THIS IS MY HUMBLE BELIEF…

  • jjugalkishor

    સરસ લેખ. નેહરુ–નાસર–ટીટોની ત્રિપુટી યાદ આવી. એ સમય અને નેહરુના પંચશીલના સિદ્ધાંતો વગેરે યાદ છે ને ?

    ૧૯૬૨માં માર ખાધો ત્યારે આપણને ભાન થયું. સરદાર વલ્લ્ભભાઈ આજે યાદ કરીએ છીએ તેમાં ઘણું બધું આવી જાય છે.

  • Vasant Dama

    Mitro,
    Aapna deshni halat america thi pan badtar thase agar janta nahi jagse to . Aaje desh na netao lutva sivay biju kain kam nathi karta.
    Aano pan ant jarur aavse karan aniti thoda samay mate j chale chhe.
    Jai Hind

  • Harshad Dave

    ગર્વ કિયો સોહી દેશ હારિયો…અમેરિકાની પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી ફરી આવેલા ઓબામા તેને ઉગારી શકશે? આપણે પણ બોધપાઠ લેવો રહ્યો…ભ્રષ્ટાચારના કળણમાં ગળાડૂબ નેતાલોગ ન જ લે ત્યારે જનતાએ એટલે કે આપણે શું કરવું? એમને આપણે જ ચૂંટ્યા છે, પહેલી ભૂલ આપણી જ ગણાય. એક વાર ચૂંટાઈ ગયા પછી જનતા વેરી…કારણ કે ગરજ સરી ગઈ…-હદ.