આશાદેવી… સ્ટેચ્યુ ઑફ લિબર્ટી – ડૉ. કનક રાવળ 2


રોજનીશી બોલે છે…

બુધવાર, સપ્ટેમ્બર ૧૦, ૧૯૫૨

The New Collosus

ગઈકાલ રાતના હરીકેનના ઝંઝાવાતમાં ઉત્તર આટલાંટિકનો દરિયો અમને ઘણો આકરો પડ્યો. અમેરીકા જતા અમે સૌ વિદ્યાર્થીઓ જમીન પર રહેવાવાળાં. કોમળ, અણઘડ અને બિન અનુભવી તરુણો માટે આ કેવો ભયંકર દરિયાઈ અનુભવ?

નિવૃત્તિએ પહોંચવા આવેલ આ ઈટાલિયન સ્ટીમર એસ. એસ. કોંટેબિઆકામાનોની છેલ્લી સફર હતી, પણ ૩૬૦૦૦ ટનનું તેનું ક્લેવર ભીષણ આટલાંટિક મહાસાગરને તોલે ક્યાં આવે? તેનો મ્હોરો પચાસ પળમાં પચાસ વાર પછડાટોમાં પટકાતો હતો.

એક પણ માનો જણ્યો પેટમાં પાણીનું ટીપું પણ ટકાવી શક્તો નહોતો. ઘોર અંધારી રાતમાં ચિચીયારી પાડતા પિશાચોની જેમ પવનના સૂસવાટા પર સૂસવાટા ચાલ્યા આવતા હતાઁ.

લીલુડા દેશ જતા તરુણોના મનમાં એક જ ગડભાંજ હતી,
“છે કાલનો સૂર્યોદય આપણા નસીબમાં?”
ત્યાં ધુમ્મસનો પડદો ઉંચકાયો
જોતજોતામાં
એકાએક સામે વિલસી રહી
આશાદેવી
સુસ્મિતે કહેતી…

“ગોંધી રાખો તમારા ગુમાનો અય પુરાણી પ્રજાઓ,
સોંપો મને તમારા થાક્યા રંકજનો
આવકારતી સર્વેને
ઉભી હું આ સ્વર્ણદ્વારે…”

– કનક રાવળ (જાન્યુઆરી ૨૦૦૩)

મૂળ રચના

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.

“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tost to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus, 1883

ન્યૂયોર્કના બારામાં લિબર્ટી આઈલેન્ડ પર ઉભેલ સ્વતંત્રતાની રોમન દેવી – સ્ટેચ્યુ ઑફ લિબર્ટી મૂળે અમેરિકાને ફ્રાન્સના લોકો તરફથી મળેલ ભેટ છે, તે અમેરિકાની સ્વતંત્રતાનું અનોખું પ્રતીક થઈને ઊભરે છે, વિદેશીઓ માટે એ અમેરિકામાં આવીને વસવાની આશાને બળ આપતું પ્રેરણાધામ છે. તેના અંદરના ભાગે નીચલા સ્તરના ઓટલા પર ૧૮૮૩માં લખાયેલું એમ્મા લઝારસનું સોનેટ તાંબા પર કોતરાઈને ૧૯૦૩માં લગાવવામાં આવેલું, એ રચના એવા અનેક હજાર લોકોની વાત કરે છે જે અમેરિકા સ્થાયી થવા પોતાનું વતન છોડીને આવે છે. આપણા કલાગુરુ શ્રી રવિશંકર રાવળના પુત્ર ડૉ. કનકભાઈ રાવળે અક્ષરનાદને એ જ વિષયને લગતી પ્રસ્તુત સુંદર કૃતિ પાઠવી છે, તેને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આશાદેવી… સ્ટેચ્યુ ઑફ લિબર્ટી – ડૉ. કનક રાવળ

  • Ashok Vaishnav

    અમૅરિકન અર્થતંત્રની સમગ્ર વિશ્વપર એવી મોહજાળ પ્રસરેલી છે કે આશાદેવીનાં ‘સમાન, વિપુલ તકોના દેશ’ પ્રતિકાત્મક સ્વરૂપને હજૂ દૂરદૂર સુધી સ્પર્ધા દેખાતી નથી.
    પોતાનાં ગુમાનો અને પૂર્વગ્રહો જો છોડી દઇએ ડુંગરા દૂરથી રળીયામણા ‘ભાસે’ તે સમજઐ તો જાય જ.
    તે સમજ્યા પછી પણ્ આપણે ભોમિયા વિના કે ભોમિયા સાથે એ ડુંગરો અને કોતરોમાં આપણું ભવિષ્ય અજમાવવા માગતા હોઇએ તો તે જરૂર આવકાર્ય ગણાય્.