‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧.. દેપાળદે (Audiocast) 16


ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. ગત વર્ષે ‘જય સોમનાથ’ નાટકના ઑડીયો રેકોર્ડીંગ, નાટ્યલેખન અને પરિકલ્પના તથા દિગ્દર્શન વડે તેમણે અનેકોના મન મોહી લીધેલા, એ સ્ટુડીયોમાં સાંભળીને મારા રુંવાડા ઉભા થઈ ગયા હતા એ દિવસ મને હજુ પણ યાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધારમાંથી કેટલીક વાર્તાઓ અને કેટલાક મેઘાણીગીતોને લઈને બનાવવું હતું ‘સૌરાષ્ટ્રની રસધાર’

મન મોર બની થનગાટ કરે નૃત્ય….

રેકોર્ડીંગ માટે હું, રામપરા ગામથી મિત્ર માયાભાઈ અને મૂળૂભાઈ અને હિંડોરણાના મિત્ર લક્ષ્મણભાઈ વાવડીયા – અમે સૌ નડીયાદ સ્ટૂડીયો પહોંચ્યા હતા. આ આખાય રેકોર્ડીંગના બધા દુહા લક્ષ્મણભાઈના અવાજમાં છે – જેમણે પ્રથમ વખત માઈકનો સામનો કર્યો છે, અને છતાંય મગદૂર છે કોઈ કહી શકે કે તેઓ પહેલી વખત રેકોર્ડીંગમાં પહોંચ્યા હતા?

શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક ભલે કેનેડા પહોંચ્યા છે, પરંતુ તેમની સાથે, જયેશભાઈ, શૌનકભાઈ તથા મુકેશભાઈ સાથે ડી સ્કવેર સાઊન્ડ, નડીયાદમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટકના ઑડીયો રેકોર્ડીંગ વખતે વીતાવેલી કેટલીક સરસ અને યાદગાર પળો જીવનભરનું નજરાણું છે. આજથી આ નાટક ચાર ભાગમાં અક્ષરનાદ પર રોજ એક ભાગ રૂપે રજૂ થશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે આ જ નાટકની કૃતિ – પ્રજાવત્સલ દેપાળદે મહારાજની વાત. આમ તો આ સળંગ નાટક છે, પરંતુ એકથી બીજી વાર્તા બદલાય ત્યાંથી તેને અલગ કરી ચાર વાર્તાઓને ચાર ભાગમાં રજૂ કરી છે. તો ચાલો આજથી ચાર દિવસ સાંભળીએ આ સુંદર ઑડીયો પ્રસ્તુતિ…

દેપાળદે મહારાજ અને સાથીઓ

આ નાટકને પ્રસ્તુત કરી રહેલા લગભગ ૩૦૦ બાળકોનો જુસ્સો વધારવા ઉપસ્થિત રહેવાની તૈયારી બતાવનાર વૃદ્ધ યુવાન આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીની તબીયત નાટકના બેએક દિવસ પહેલા બગડી હતી, જેના લીધે તેમની હાજરીથી અમે વંચિત રહ્યા, પરંતુ તેમના આશિર્વાદ અને શુભેચ્છાઓના ફળસ્વરૂપે આ આખુંય નાટક ખૂબ સરસ રીતે ભજવાયું. વાર્તાઓના આ ઉપયોગની પરવાનગી આપવા બદલ પણ મેઘાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર.

‘રસધારની વાર્તાઓ’ ઈ-પુસ્તક સ્વરૂપે અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાંથી ફક્ત એક જ ક્લિકે વિનામૂલ્યે ડાઊનલોડ કરી શકાય છે.


Leave a Reply to dr. vipul doshiCancel reply

16 thoughts on “‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧.. દેપાળદે (Audiocast)

  • komal khuman

    na ‘shabdo’ vadhya, na ‘vato’ vadhi,
    apna sabandhoma to bas ‘mulakato’ vadhi.
    samay eni gatithi aagad vadhyo,
    aapna sabandh ma to bas ghadi be ghadini yaadovadhi.
    khabar nhoti ke amne pan aa janm ma ‘prem’ thase,
    ame to vehta ‘zarna’ ni jem ‘akbandh’ jindgi jivye gaya.
    pan, e ‘zarnu’ ghadi bhar mate thambhyu,
    jane kaik samjtu, jane kaik vichartu.
    e j samaj samajma j eni disha badlai.
    have e ‘zarnu’ kahe chhe, mare ‘akbandh’ jindgi nathi jivvi,
    mare pan uchhadta mojani jem uchhadvu chhe…
    PARANTU ‘ZARNU’ TO MATRA ‘ZARNU’ CHHE… FAKT EK ‘ZARNU………….’

  • Kantilal Parmar

    માનનીય શ્રી, લાખ લાખ વંદન. કંઈક સાંભળવા જેવું આપે પીરસ્યું, હું લેખક નથી પરંતુ ગુજરાતીનો ચાહક છું એટલે આપ જેવા સાક્ષરો તરફથી પીરસાતી વાનગીઓ માણી ગર્વ અનુભવું છું. અભિનંદન. કાંતિલાલ પરમાર. હીચીન.

  • hardik yagnik

    આપ સૌને અમારી મહેનત ગમી ઍટલે મારી પરિક્લ્પના સાર્થક થઇ…. સમય કહ્ડી સૌરાષ્ટ્રની રસધાર સાંભળવા બદલ અને આ રચનાને અક્ષરનાદનું મંચ આપવા બદલ પરમ મિત્ર જિગ્નેશભાઇ નો હ્રદયસ્થ આભાર્..
    -Hardik Yagnik

  • sima shah

    વાહ……….
    શુ સરસ રેકોર્ડિન્ગ છે!
    સાંભળવાની ઘણી મઝા પડી.
    આભાર જિગ્નેશભાઈ
    સીમા

  • BAKARANIA HEENA

    આહા….દિલ ગાર્ડન થઈ ગયુ. “હો રજ મને લગ્યો કસુંબિનો રન્ગ.. આભાર જિગ્નેશ ભાઈ…દુહા મા લક્ષ્મણ ભાઈ નો અવાજ સરસ છે.

  • vijay joshi

    અમે નાનપણ માં શેરીમાં લોકનાટ્યો ભાવનગરમાં અખી રાત જોયેલા એ પછી પહેલી વાર
    એવોજ આનંદ આપવા બદ્દ્દ્લ અનેક આભાર

  • Jayendra Thakar

    વાહ ભઈ વહ, ભારે મજા પડી! મારા દિલમાં એક અનોખી લાગણી થઈ. એ મારી કાઠિયાવાડની ભુમિ અને એના નરનેનારનો જગતમાં ક્યાંય જોટો નથી.