કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૧ 9


Cooking and Me

ગૂગલની સાથે સિઁગાપુરમાં કામ કરતી એક ગૃહિણી ૨૦૦૬થી રૅસિપીનો આ બ્લોગ ચલાવે છે. ભોજનનો શણગાર, રેસિપી વિકસાવવી, ભોજનની ફોટોગ્રાફી, વિવિધ રેસ્ટોરન્ટના રિવ્યુ જેવા અનેક વિષયો પર તે બ્લોગ લખે છે. તેમની વેબસાઈટ પર આવેલ રેસિપીના અનુક્રમમાંથી જરૂરી વ્યંજનને બનાવવાની રીત શોધી શકાય છે. ખૂબ વ્યવસ્થિત રીતે વર્ણવેલ આ રીતોને તેમણે મહદંશે પોતે બનાવીને પ્રયત્ન પણ કરેલ છે. ફીડબર્નરનું ૩૨૦૦થી વધુ સબસ્ક્રિપ્શન ધરાવતી આ વેબસાઈટ ભોજનના રસિકો અને નવી વાનગી બનાવવાના – ખાવાના શોખીનો માટે એક ઉપયોગી, સમૃદ્ધ અને સુંદર વેબસાઈટ છે.

Digital Inspiration

ભારતનો સૌથી પહેલો ટેકનોલોજી બ્લોગ એટલે અમિત અગ્રવાલનો ડિજીટલ ઈન્સ્પિરેશન (લેબનોલ.ઓર્ગ). લગભગ ૨૦૦૪માં શરૂ થયેલ આ બ્લોગ એક અગ્રગણ્ય સ્થાન ભોગવતો રહ્યો છે. અમિત અગ્રવાલ વૉલસ્ટ્રીટ જર્નલ માટે ભારતમાં ટેકનોલોજી કૉલમ લખે છે. આ બ્લોગમાં તેઓ કોમ્પ્યુટર સોફ્ટવેર, આધુનિક ઉપકરણો, સોફ્ટવેર વિશેની અનેક બાબતો, ઈન્ટરનેટ અને ટેકનોલોજી વિશેની વિગતો લખે છે. વિવિધ વેબ ઉપાયો અને ઈન્ટરનેટના વિવિધ ઉપાયો માટેના નાનકડા તથા પ્રાથમિક રસ્તાઓ તેઓ બતાવે છે. તેઓ અગ્રગણ્ય પ્રકાશનો જેમ કે ફાઈનાન્શિયલ એક્સપ્રેસ, સીએનએન આઈબીએન, આઊટલુક સામયિક અને નેટવર્ક ૧૮ વગેરે માટે લખે છે. ભારતીય ટેકનીકલ બ્લોગિંગ માટે અમિતને પ્રણેતા અને પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે એ, તેમનો ઈન્ટર્વ્યુ અનેકવિધ ટીવી ચેનલો પર આવી ચૂક્યો છે. ઈન્ટરનેટ વિશ્વના લાખો બ્લોગ્સમાં તેમનો આ બ્લોગ પ્રમુખ ૧૦૦ ટેકનીકલ બ્લોગ્સમાં આવે છે. હું જેને સતત અને નિયમિતપણે વાંચું છું તેવા બ્લોગ્સમાં ડિજીટલ ઈન્સ્પિરેશન પ્રમુખ છે.

PDF Escape

પીડીએફએસ્કેપ એ pdf (પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ) માટેનું એક મફત ઑનલાઈન રીડર અને એડીટર છે. અડૉબનું પીડીએફ રીડર મફત મળે છે, પણ તેનું અડૉબ સોફ્ટવેર કે જે પીડીએફ ડોક્યુમેન્ટને બનાવવા / બદલવા વપરાય છે તે મફત નથી. પીડીએફએસ્કેપ તેનો એક સરળ અને હાથવગો ઉકેલ છે. અહીં પીડીએફ ફાઈલમાં વિવિધ આકારો, લખાણ, ફોટા વગેરે ઉમેરી શકાય છે, પાનાઓ ડીલીટ કરી શકાય છે, વેબલિન્ક તથા અન્ય પાનાઓ પરની કડીઓ ઉમેરી શકાય છે, ડૉક્યુમેન્ટને એનક્રિપ્ટ કરી શકાય છે તથા પીડીએફ ફોર્મ બનાવી તથા ભરી શકાય છે. ટૂંકમાં ડાઊનલોડ અને કોઈપણ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યા વગર વાપરી શકાતી સરસ સુવિધા આ વેબસાઈટ આપે છે.

Similar Sites

નામ સૂચવે છે તેમ એક પ્રકારની વેબસાઈટ જેવી જ ઉપલબ્ધ બીજી અનેક વેબસાઈટ્સ આ સુવિધાની મદદથી શોધી શકાય છે. આ એક પ્રકારનું વિશેષ સર્ચ એન્જિન છે જે ફક્ત કોઈ એક વેબસાઈટ જેવી જ ઉપયોગી અને સરખામણીની રીતે સમાન વેબસાઈટ્સ શોધી આપે છે. આ શોધ માટે તે વેબસાઈટની મૂળભૂત સામગ્રી, વેબસાઈટનું સ્ટ્રક્ચર, ગોઠવણી, લિન્ક્સ તથા વપરાશકારોનું વિવરણ જેવી બાબતોનો ઉપયોગ કરે છે. વેબસાઈટના યૂઆરએલ અથવા કોઈ વિશેષ મુદ્દાને લઈને વેબસાઈટ્સ શોધી શકાય છે. દર્શાવાતા પરિણામોમાં સાથે સરખામણીના ટકા પણ દર્શાવાય છે જેથી ઉપયોગી વેબસાઈટ્સ સરળતાથી મળી રહે છે. ટૂંકમાં આ એક અનોખી અને ઉપયોગી વેબસાઈટ છે.

Teux Deux

રોજીંદા વપરાશની ડાયરી અથવા રોજના કામોની યાદી બનાવવા વપરાતી રોજનીશીનું આ આધુનિક અને ઉપયોગી સ્વરૂપ છે, એક સરળ રજીસ્ટ્રેશન પછી આ વેબસાઈટમાં દિવસ મુજબ કરવાના કામની યાદી બનાવી શકાય છે, આખા અઠવાડીયાનો ઓવરવ્યુ લઈ શકાય છે, કામની યાદીને ચેક અથવા ડીલીટ કરી શકાય છે અથવા આગળના દિવસે ઉમેરી શકાય છે. વળી આ સુવિધાને આઈફોન સાથે એક ઉપયોગી એપ્લિકેશન દ્વારા સાંકળી પણ શકાય છે. આ સુવિધાને વેબવિશ્વની ૧૬મી અજાયબી માનવામાં આવે છે.

અનેક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં બીજા ક્રમે આવે છે. દરેક વખતે પાંચ અથવા છ ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકવામાં આવે છે. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આપને ઉપયોગી થશે. આપ આ સમગ્ર શૃંખલાની અન્ય કડીઓ અહીં ક્લિક કરીને જોઈ શકો છો.


Leave a Reply to l.m.patelCancel reply

9 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૧

  • Baldevsinh

    માઈકોસોફ્ટ વર્ડનેી પુરિ ફાઈલ ENGLISH to GUjarati Convert કરવેી હોય તો ?

  • DR ANIL P SHAH

    ૃYOUR ISTE IS VERY MUCH HELPFUL AND INFORMATIVE. PL DO CONTINUE YR EFFORTS. I AMAWAITING RELEASE OF BOOK UPYOGI WEBSITE PL DO MAIL ME WHEN IT RELEASED.-DR ANIL SHAH

  • Harshad Dave

    આવી સુંદર માહિતી આપવા બદલ આપનો આભાર. મેં ઘણી વાર જોયું છે કે ઘણી વેબ સાઈટ્સ જેવીકે વર્ક ફ્રોમ હોમમા ગેરમાર્ગે દોરે છે. લોભીયા હોય ત્યાં…વાળી કહેવત અહીં ટાંકવી ઉચિત ન ગણાય. જરૂરિયાત શોધખોળની જનની છે એ ઠીક રહેશે.
    બીજું આપને વિનંતી કરવાની કે અક્ષરનાદ જેવી વેબ સાઈટ્સ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હોય તો તેની પણ માહિતી આપશોજી. હિન્દીમા પણ હોવી તો જોઈએ જ.
    હું અક્ષરનાદના વાચકો માટે હિન્દીમાંથી અનૂદિત સારી રચનાઓ – કથાઓ મોકલવા વિચારું છું. આપનો પ્રતિભાવ આપશો. આભાર સહ…હદ.