કરુણા અને અનુકંપા – બૌદ્ધઋષિ જોન હેલિફેક્સ 3


બૌદ્ધ ઋષિ જોન હેલિફેક્સ પોતાના જીવનની છેલ્લો સમય વીતાવી રહેલા લોકો સાથે કામ કરે છે, અનાથાશ્રમમાં, ઋગ્ણાલયમાં, ફાંસી અપાવાની રાહ જોતા ગુનેગારો વગેરે સાથે તેઓ સંકળાય છે. જીવનમાં મૃત્યુ અને મૃત્યુ તરફની ગતિ સાથે સંકળાતી કરુણા વિશેના પોતાના અનુભવો તે આવા લોકો સાથે વહેંચે છે અને તેમની સાથે સહાનુભૂતિ, તાદાત્મ્ય અને અનુકંપા શબ્દોના માધ્યમથી પ્રગટ કર્યા વગર તેમની સાથે એ ભાવો વહેંચે છે.

આજે અક્ષરનાદ પર તેમના એક પ્રવચનનો વિડીયો મૂકવાની ઈચ્છા થઈ છે. થોડાક દિવસ પહેલા આ વિડીયો એક મિત્રએ ઓસ્ટ્રેલીયાથી સૂચવેલો. દયા અને કરુણાના ભાવો વિશે, જીવનનો અંત આવવાનો જ છે તેવી જાગૃતિ સાથે જે પણ કામ કરીએ તે શ્રેષ્ઠ જ હશે એવી માન્યતાઓ સાથે જીવવા વિશે તેમણે અહીં ઘણી વાતો કરી છે.

પ્રવચન દરમ્યાન તેમણે આપેલુ મહાભારતનું, યુધિષ્ઠિરનું એક ઉદાહરણ પણ અનોખું છે. જેમાં યુધિષ્ઠિર કહે છે કે ‘આ એક મોટો ચમત્કાર જ છે કે આપણી આસપાસ સર્વત્ર મૃત્યુ સદાય એક કે બીજા સ્વરૂપે હોય જ છે, અને છતાં આપણે તેનાથી સદાય અનભિજ્ઞ જ હોઈએ છીએ. આજે અહીં કોઈ અન્ય કૃતિ મૂકી નથી, પણ વિચાર માટે, મનોમંથન માટે ટેડ.કોમ પર પ્રસ્તુત આ સરસ વાત જરૂરતથી ક્યાંય વધારે ભાથું આપી જશે એ ચોક્કસ.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “કરુણા અને અનુકંપા – બૌદ્ધઋષિ જોન હેલિફેક્સ

  • Harshad Dave

    સુવિદિત બાબત પર નવુ વિઝન, નવુ રિઅલાઇએશન કરુણા દ્વારા. એક અનુભૂતિ. સમ વેદના. વિપશ્યના…પશ્યતિ …વિશેષરૂપે જોવું. મૃત્યુ જે દિન દિનેર શેશે આસબે તોમાર દુયારે શે દિન તુમી કિ ધન દિબે ઉહારે?(ટાગોર) … હર્ષદ દવે.