ઑફિસમાં સર્જાતા ‘કામાયણો’ ! – ગેવિન એવર્ટ, અનુ. સુજાતા ગાંધી 7


ઈલા પાગલપણે હરેશના પ્રેમમાં છે.
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાંકને પ્રેમ કરે છે.
અને થોડાંક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફિરોજ ઉંચે આકાશ તરફ જુએ છે,
જ્યાં ફાલ્ગુનિની દિવ્ય સુગંધ લહેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએ અણુમાં રોમાંચ અનુભવે છે.
સુનીલની વાતોના ઈશારાઓથી
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની દુનિયામાં આ છે એક
અદભુત હવાફેર
અને તેનો અંત આવે એ સાડાપાંચે.

(અહીં ખાલી નામ જ બદલ્યાં છે.)

– ગેવિન એવર્ટ, અનુ. સુજાતા ગાંધી

માણસના મનમાં અજાગ્રત રીતે જાગતું વિજાતીય ખેંચાણ આજની પેઢીમાં – નોકરીઓમાં સતત નજીક રહેતા લોકોમાં અસંબદ્ધ રીતે ઉદ્ભવે છે. એ અકળાવે છે, ક્યારેક ઉકાળે છે. આ અસંતોષ વકરે ત્યારે સામાજિક રીતિ-રિવાજોનો તાલમેલ તોડીને મનોવિકૃતિ કે મનોરુગ્ણતા રૂપે પ્રગટતો હોય છે. કાવ્યમાં કલ્પના છે એક મોટી કોર્પોરેટ ઓફિસની જેમાં એકી સાથે અનેક સ્ત્રી પુરૂષોને ઑફિસના કામ નિમિત્તે પરસ્પર મળવાહળવાનો ને ટોળટપ્પાનો અવકાશ છે, ને તે છતાંય ઑફિસ છે એટલે જવાબદારીનો બોજ છે, જાહેર સ્થળ હોવાથી એ મનોવિકૃતિઓને યથેચ્છ પ્રકટાવવાનો મોકો આપતું નથી. પણ એમાંથી ચોરાયેલી ક્ષણોમાં નરનારીઓ છાનગપતિયાંની રમત રમે છે.

ક્યારેક સાડાપાંચે પૂરી થઈ જતી આવી વિકૃત મનોદશાઓ ક્યારેક એ પછી પણ લંબાઈને ઘર સુધી પહોંચી જતી પણ લાગે છે. પણ સુખદ અંત આપવાના ઉદ્દેશ્યથી કવિ તેને સાડાપાંચે નોકરીની સાથે જ પૂરી થઈ જતો એક હવાફેર બતાવે છે. કાવ્ય આજના સમયની કડવી વાસ્તવિકતાનો આબેહૂબ ચિતાર આપે છે. કાવ્યનો વિષય તદ્દન અનોખો છે અને છતાંય સર્વવ્યાપક છે, સહજ પણે સ્વીકારાયેલ સ્વચ્છંદતાનો પર્યાય છે.


7 thoughts on “ઑફિસમાં સર્જાતા ‘કામાયણો’ ! – ગેવિન એવર્ટ, અનુ. સુજાતા ગાંધી

  • જયેન્દ્ર ઠાકર

    તુઝે ઔરકી તમન્ના મુઝે તેરી આરઝુ હૈ,
    મેરે દીલમેં તુહી તુહૈ
    તેરે દિલમેં ગમહી ગમ હૈ,
    નજરોંકો ચૈન દેદે વો બહાર કહાં સે લાવું…..જ્

  • Kedarsinhji M Jadeja

    ઢાળ-કાળજા કેરો કટકો મારો ગાંઠ્થી છુટી ગ્યો, જેવો
    વિરહીણી

    એક દિ’ રજની રડવા લાગી, ચાંદની પાંસે જઇ
    ઘોર અંધારાં ખુબ ઉલેચ્યા, પણ- ભાનુ ને ભાળ્યો નઇ…

    સાંભળ્યું છે મેં સાહ્યબો મારો, સોનલા રથડો લઇ
    જગ બધાને દે અજવાળું, હુંજ અંધારી રઇ…

    રોજ સજાવું આંગણુ મારૂં, આકાશ ગંગા લઇ
    તારા મંડળ ના સાથિયા પુરૂં, તોય ડોકાણો નઇ…

    દુખીયારી એવો દિન ન ભાળ્યો, કે સુરજ સાથે રઇ
    વદ્ગે ઘટે પણ વ્હાલમો તારો, તને-વેગળી રાખે નઇ…

    એક અમાસે અળગો રહે ત્યાં, હાંફળો ફાફળો થઇ
    આગલી સાંજે દોડતો આવે, કેળથી બેવળ થઇ…

    હારી થાકીને સાહેલી સાથે, સોમ ને શરણે ગઇ
    આશરો લઇ ને આંખમાં એની, કાજળ થઇ ને રઇ…

    આભ તણી અટારીએ બેઠી, ઓલી “કેદાર” કાળી જઇ
    અરૂણોદય ની આશ જાગી ત્યાં, આખીએ ઓગળી ગઇ

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    http://www.kedarsinhjim.blogspot.com