મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast) 37


શાળા સમયની કેટલીક પ્રાર્થનાઓ મનમાં ઘર જમાવીને કાયમ બેઠી હોય છે, અને વર્ષો પછી જ્યારે તેમને ફરી સાંભળવાનો અવસર મળે ત્યારે એ જૂના દિવસો અચૂક યાદ આવી જ જાય. અમારી શાળામાં રોજ સવારે વિદ્યાર્થિઓનું આગમન થતું હોય એ સમયે દેશભક્તિના ગીતો વગાડાતાં, અને આવી સુંદર પ્રાર્થનાઓ પણ વાગતી. એ સમયની યાદોમાંથી જ એક પ્રાર્થના આજે આપ સૌ સાથે વહેંચી છે. “મંદિર તારું વિશ્વરૂપાળું …” એ હોય કે “નમીએ તુજને વારંવાર …” હોય, “ૐ તત્સત શ્રી નારાયણ” હોય કે “નૈયા ઝૂંકાવી મેં તો…” બધી પ્રાર્થનાઓ સહજ હ્રદયમાં વસી જતી. વળી પ્રભુ પાસે કોઈ ઈચ્છા વગર થતી આવી સુંદર પ્રાર્થનાઓ આખાય દિવસને ઉત્સાહ અને શ્રદ્ધાથી ભરી દેતી.

પ્રસ્તુત પ્રાર્થનામાં સંગીત આયોજન તથા રેકોર્ડિંગ શ્રી માર્કંડભાઈ દવે દ્વારા કરાયું છે. અક્ષરનાદ સાથે આવી સુંદર ઑડીયો રચનાઓ વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે.
પળ પળ તારા દર્શન થાયે,
દેખે દેખણહારા રે. (૨)

નહીં પુજારી, નહીં કો દેવા,
નહીં મંદિરને તાળા રે.
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે. … મંદિર તારું …

વર્ણન કરતા શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે.
મંદિર માં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરા રે. …મંદિર તારું …

– જયંતીલાલ આચાર્ય


આપનો પ્રતિભાવ આપો....

37 thoughts on “મંદિર તારું વિશ્વ રૂપાળુ – જયંતીલાલ આચાર્ય (Audiocast)