ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૩ 6


ગત પાઠમાં આપણે સંજ્ઞા, સર્વનામ તેમજ ક્રિયાની પ્રાથમિક સમજ મેળવી. હવે આ ત્રણે ને અલગ-અલગ વિસ્તારથી સમજીશું. આજે માત્ર प्रथमपुरुषः एकवचन  ની ક્રિયા નો વિસ્તાર થી અભ્યાસ કરીએ..

धातु અર્થાત્ ક્રિયાનું મૂળ રૂપ. આવો કેટલાંક धातु તેમજ તેના પ્રયોગો જોઇએ..

જ્યારે આપણે કોઇ અન્ય વ્યક્તિની (માત્ર એક વ્યક્તિની) વાત કરતા હોઇએ ત્યારે धातु ના प्रथमपुरुषः एकवचन ના રૂપ નો પ્રયોગ કરીશું.

પ્રથમ વાંચીને અર્થ સમજવાનો પ્રયાસ કરીએ.

 • धातु- लिख्-લખવું
 • छात्रः लिखति।
 • धातु- गच्छ्-જવું
 • बालकः गच्छति।
 • धातु- आगच्छ्-આવવું
 • बालकः आगच्छति।
 • धातु- पठ्-ભણવું
 • छात्रा पठति।
 • धातु- पत्-પડવું
 • फलम् पतति।
 • धातु- क्रीड्-રમવું
 • क्रीडकः क्रीडति।
 • धातु- पा/पिब्-પિવું
 • बालिका जलम् पिबति।
 • धातु- नय्-લઇ જવું
 • सेवकः छत्रं नयति।
 • धातु- आनय्-લાવવું
 • पत्रवाहकः पत्रम् आनयति।
 • धातु- दृश्/पश्य्-જોવું
 • दर्शकः पश्यति।
 • धातु- पृच्छ्-પુછવું
 • शिक्षकः पृच्छति।
 • धातु- भव्-થવું/હોવું
 • काकः कृष्णः भवति।
 • धातु-  खाद्-ખાવું
 • पुत्री खादति।
 • धातु- वद् – બોલવું
 • वक्ता वदति।
 • धातु- हस् –હસવું
 • पुत्रः हसति।
 • धातु- नम् – નમવું
 • भक्तः नमति।
 • धातु- नृत्/नृत्य्–નાચવું
 • नर्तकः नृत्यति।
 • धातु- धाव् – દોડવું
 • अश्वः धावति।
 • धातु- चल् – ચાલવું
 • गजः चलति।
 • धातु- क्रन्द् – રડવું
 • शिशुः क्रन्दति।
 • धातु- ताडय् – મારવું
 • योद्धा ताडयति।
 • धातु- तर् – તરવું
 • नौका तरति।

આમ प्रथमपुरुषः एकवचन માટે धातु ના મૂળ રૂપ ની સાથે ‘(अ)ति’ નો પ્રયોગ કરીશું.

દા.ત.

लिख् + अति = लिखति,

धाव्+अति = ધાवति,

Advertisement

तर् + अति = तरति

આ ઉપરાંત કેટલાંક धातु નો વિશેષ પ્રયોગ થાય છે. જેમ કે

 • धातु- अस् – હોવું
 • बालकः अस्ति।
 • धातु- कृ – કરવું
 • बालिका कार्यं करोति।
 • धातु- श्रु – સાંભળવું
 • श्रोता श्रुणोति।

ક્રિયાની સાથે-સાથે આપણે કેટલીક સંજ્ઞાઓ નો પણ અભ્યાસ કર્યો, તેના અર્થ પણ જાણી લઇએ..

संज्ञा

छात्रः – વિદ્યાર્થી

बालकः – બાળક

छात्रा – શિષ્યા

फलम् – ફ્ળ

Advertisement

क्रीडकः – ખેલાડી

बालिका – બાળકી

जलम् – પાણી

सेवकः – સેવક

छत्रं – છત્ર/છત્રી

पत्रवाहकः – પત્ર લાવનાર

पत्रम् – પત્ર

दर्शकः – દર્શક

Advertisement

शिक्षकः – શિક્ષક

काकः – કાગડૉ

कृष्णः – કાળૉ

पुत्री – દિકરી

वक्ता – બોલનાર

पुत्रः – દિકરો

भक्तः – ભક્ત

नर्तकः – નર્તક

Advertisement

अश्वः – ધોડો

गजः – હાથી

शिशुः – નાનું બાળક

कार्यं – કામ

श्रोता – સાંભળનાર

ગયા વખતે આપને પાઠની લંબાઇ અને વિષયોની વિવિધતાને લઇને જે તકલીફ પડી હશે તેને નિવારવા આ વખતે પ્રયત્ન કર્યો છે. ઉપરાંત અમુક વાચકમિત્રોના પ્રતિભાવમાં પ્રથમ પુરૂષ વિશે સમજવામાં તકલીફ જણાઈ હતી. ત્રણ ખૂબ જ વિશ્વાસપાત્ર સંદર્ભપુસ્તકોની છબી અત્રે દર્શાવી છે, આપ નીચે દર્શાવેલા નાનકડા ફોટૉ પર ક્લિક કરીને આખી છબી જોઈ શક્શો.


આશા છે આ વખતે અભ્યાસ વધુ સુગમ રહેશે. આપના અનુભવો અને પ્રતિભાવો સતત મળતા રહે છે તે ખૂબ પ્રેરણાદાયક છે.


Leave a Reply to hardik Cancel reply

6 thoughts on “ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૩

 • ketan

  સંસ્કૃત જાણવુ અને જાણી ને તેને યોગ્ય માધ્યમ દ્વારા અસરકારક રીતે પિરસવું તે આપશ્રિ ની આગવિ લાક્ષણીક્તા પ્રશંસનીય છે.

 • MUKESH

  thank you sir
  very very +++++++nice…………………….
  thank you for teach sanskrit online very well.
  pls continue…………….. thanks again.
  mukesh.pithva.

 • hardik

  શૌનકભાઇ, અને જીગ્નેશભાઇ ,
  હવે શરુવાત થઇ છે. આપની આ શરુવાત વાચકો માંટે આશીર્વાદ સ્વરુપ બની રહેશે. ઍક નવી રીતે ભાષાનો ફેલાવો કરવાનો યશ આપને મળવોજ જોઇઍ..
  ખુબ ખુબ ધન્યવાદ્. આ વખતની સમજાવાની પધ્ધતી મારા જેવા સામાન્ય વ્યક્તિ ને જલ્દી સમજાય તેવી હતી.
  ખુબ ખુબ આભાર્..
  હાર્દિક્