અક્ષરનાદ ‘સિગ્નેચર ટ્યૂન’ – જયેશભાઈ પરમાર 21


આમ જોવા જઈએ તો શુદ્ધ અર્થમાં સિગ્નેચર ટ્યૂનનો અર્થ થાય છે રેડીયો મથક, ટીવી કાર્યક્રમ અથવા કોઇક સંસ્થાવિશેષની ઓળખ આપનાર સૂર અથવા ધૂન. અક્ષરનાદના ‘નાદ’ એટલે કે ઑડીયોકાસ્ટ વિભાગની શરૂઆત કરી ત્યારથી એક ઈચ્છા હતી કે અક્ષરનાદની પોતાની એક ઓળખ આપતી સૂરાવલી / ધૂન બને, ‘સિગ્નેચર ટ્યૂન’ હોય. આ જ આશા સાથે ધૂળેટીના દિવસે શ્રી જયેશભાઈ પરમારના સહયોગથી નડીયાદના ડી-સ્ક્વેર સાઊન્ડ રેકોર્ડિંગ સ્ટૂડીઓ ખાતે એક ધૂન સ્વરબદ્ધ, સૂરબદ્ધ – રેકોર્ડ કરવામાં આવી, સ્વર આપ્યો છે નડીયાદના શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકે.

તો આજે ફક્ત આ સૂરાવલીઓ – આલાપ અને સ્વરોની ભેટ. હવેથી ઑડીયો વિભાગની દરેક પ્રસ્તુતિ પહેલા આ ટ્યૂન સાંભળી શકાશે. આ મહેનત અને પરિણામ માટે જયેશભાઈ અને હાર્દિકભાઈનો આભાર શબ્દોમાં અભિવ્યક્ત કરી શકાય તેમ નથી.

આજે માણો આ સુંદર ‘નાદ’

[audio:http://aksharnaad.com/images/idpd/signature%20tune.mp3]


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “અક્ષરનાદ ‘સિગ્નેચર ટ્યૂન’ – જયેશભાઈ પરમાર