ચિંતન કણિકાઓ – સંકલિત 10


( ચિંતનકણિકાઓ મનનો મુખવાસ છે, એકાદ વાક્ય ક્યાંક વાંચવામાં આવ્યું હોય અને તે પછી સમયાંતરે મનમાં પડઘાયા કરે, દરેક વિચાર વખતે તેના વધુ ગહન અર્થો સમજાવે ત્યારે એ વિચારમોતીઓનું મૂલ્ય સમજાય છે. આજે પ્રસ્તુત છે કેટલાક સંકલિત આવાં જ વિચારમોતીઓ. ઈન્ટરનેટ પરથી વિવિધ માધ્યમો દ્વારા મળેલા આ સુ-વાક્યો અનુવાદ કરીને અહીં મૂક્યાં છે. એક એક કણિકા એક સાથે કદાચ ન વંચાય તો પણ સમયાંતરે તેની મજા લેવામાં આવે તો વિચારરસ વધુ ઘેરો બનશે એ નિશ્ચિત છે.)

  1. હજારો ગઈકાલો જતી રહી ને હજારો આવતીકાલો પણ આવશે, પરંતુ આજ એક જ છે, એક જ હતું અને એક જ રહેશે. તેનો મહત્તમ સદુપયોગ કરો.
  2. કર્મમાં વિશ્વાસ કરો, રાશીમાં નહીં – જુઓ, રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, ગાંધી અને ગોડસે, રાશી તો એક જ છે, તેમના કર્મોએ તેમને અલગ અલગ ઓળખ આપી.
  3. એક વર્ષમાં હજાર મિત્રો બનાવવામાં કોઈ નવાઈ નથી, પણ એક મિત્ર સાથે લાંબો વર્ષ મિત્રતા ટકાવી રાખવી એ મોટી વાત છે.
  4. આંસુઓની સામે લડવા માટે તેની સાથે ઉદભવતા સ્મિતથી સારું કોઈ હથિયાર નથી.
  5. ક્ષમા એ પોતાને મજબૂત કરવા માટે બીજાને અપાતી પરવાનગી જેવી હોય છે, એમાં લેનારને સંતોષ થાય કે ન થાય, આપનારને અવશ્ય થાય છે.
  6. ધનવાન માણસ એ નથી જેની પાસે બધું જ છે, પરંતુ એ છે જેની જરૂરતો સૌથી ઓછી છે.
  7. ધીરજ અને શ્રદ્ધા એ ડરની ગેરહાજરી નથી સૂચવતા, પરંતુ એ સૂચવે છે કે ડરથી પણ વધુ અગત્યનું કાંઈક અસ્તિત્વ ધરાવે છે.
  8. કોઈ વ્યવસ્થા બદલવા માટે, એનો હિસ્સો બનો, તેમાં સત્તત પ્રગતિ કરી ટોચનું સ્થાન મેળવો અને પછી તમારે જે બદલવું છે, બદલી દો.
  9. કોઈકને આપણે કહીએ અને તેના તરફથી કોઈ પ્રતિભાવ ન મળે એના કરતાં તો કોઈકને મનના ખૂણે સંઘરીને મૌન યાદ કરવું વધુ સારું છે,
  10. બીજા કોઈને ન મળ્યું હોય એવું કાંઈક મેળવવા, બીજા કોઈએ ન કર્યું હોય તેવું કાર્ય પણ તમારે કરવું પડશે.
  11. સમય જેવા સંજોગો આપે એની સાથે પોતે ગોઠવાઈને જીવવું એનું નામ જીંદગી.
  12. ડુક્કરની સાથે ક્યારેય લડવું ન જોઈએ, એ કીચડમાં તમે તો ગંદા થશો પણ ડુક્કર એ કીચડની પણ મજા માણશે.
  13. સામાન્ય જીંદગી – એ વસ્ત્રો પહેરવા જેનાથી તમે તમારા વર્તુળમાં સુઘડ દેખાઓ, એ ગાડી ખરીદવી જે ભયંકર ટ્રાફીકમાં તમને તમારી ઓફીસ સુધી લઈ જાય, અને એ બંને ખરીદી શકાય એ માટે નોકરી કરવી. એ ઘર છોડી આખોય દિવસ વ્યસ્ત રહેવું જેમાં રહેવા માટે તમે મહીને હજારો રૂપિયા હપ્તે હપ્તે ભરી રહ્યા છો.
  14. બીજાની સાથે જાળવી રાખેલી ધીરજ પ્રેમ છે, સ્વયંની સાથે જાળવી રાખેલી ધીરજ આશા છે અને પ્રભુની સાથે જાળવી રાખેલી ધીરજ શ્રદ્ધા છે.
  15. બીજાઓને ઉપર લાવવા માટે પહેલા તમારે સામાન્યથી ઉંચા હોવું જરૂરી છે.
  16. અપાર મતભેદો છતાંય હાથ મેળવવાની ઈચ્છા થવી એ સાચો સંબંધ.
  17. બાળકો તમે તેમને આપેલી ભૌતિક સુખ સગવડો કે વસ્તુઓ યાદ નહીં રાખે, પ્રેમથી આપેલું એક પ્રગાઢ આલિંગન તે જીવનભર યાદ રાખશે.
  18. સંજોગો જ્યારે તમને રડવા માટેના હજાર કારણો આપે, તમે સામે તેને હસી નાંખવા માટેનું એક કારણ તો આપો !
  19. તેઓ મારી તરફ હસે છે, કારણકે હું બધાંથી અલગ છું, હું તેમની તરફ હસું છું, કારણકે તેઓ બધાં એકસરખા છે.
  20. જીવન અને સમય એ બે વિશ્વના મહાન શિક્ષકો છે. જીવન સમયનો ઉપયોગ કરવાનું શીખવે છે અને સમય જીવનની કિંમત સમજાવે છે.
  21. ટોકીયોના બસમથકે લખેલી પંક્તિ “અહિં ફક્ત બસ થોભે છે, સમય નહીં, તેથી તમારા ધ્યેય સાથે આગળ વધવાનું ચાલુ રાખો.”
  22. સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે, થાક્યા હોવ ત્યારે તેની સાથે તમે હળવા થઈ શકો, દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો, ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને ખુશીમાં તેને ભેટી શકો, પણ બધાંય સંજોગોમાં એ તમારી સાથે સમાન રહે છે.
  23. લોકો કહે છે કે સારા મિત્રો સાથે સંબંધ વધારો અને ખરાબ મિત્રો સાથે સંબંધ તોડો, હું કહું છું મિત્રોમાં જે સારું છે તેની સાથે સંબંધ વધારો અને જે ખરાબ છે તેને નકારો. કારણકે કોઈ સંપૂર્ણ નથી.
  24. સફળતા માટે આ ૩ કારખાના રાખો, મગજમાં બરફનું કારખાનું, જીભમાં ખાંડનું કારખાનું અને હ્રદયમાં પ્રેમનું.
  25. એકલા હો ત્યારે સુખી બનતા શીખો, જો આપણે આપણી જાત સાથે જ સોબતનો આનંદ ન માણી શકીએ તો પછી બીજાને માથે તે શીદને મારવો?
  26. સાચું બોલવાનો એક ફાયદો છે, પછી આપણે શું બોલેલા એ યાદ રાખવું પડતું નથી.
  27. સુખ એટલે આપણે પહોંચી શકીએ એટલા ફૂલોને ભેગા કરી ગજરો બનાવવાની કળા.
  28. આપણે સુખને એવી વસ્તુઓમાં જડી દીધું છે જે સ્વયં અલ્પજીવી છે, તો સુખ લાંબુ ક્યાંથી હોય?
  29. વિચારવિહોણા શબ્દો એ શઢ વિનાની હોડી જેવા છે.
  30. દરેક માણસ પાસે પોતાનું અંગત એક કબ્રસ્તાન હોવું જોઈએ જેમાં બીજાના દોષો એ દફનાવી શકે.
  31. બાળકોના એ અવગુણોને માબાપો ભાગ્યે જ માફ કરે છે જે તેમના પોતાનામાં હોય છે.

બિલિપત્ર –

do is the 1st part of done!


Leave a Reply to harinCancel reply

10 thoughts on “ચિંતન કણિકાઓ – સંકલિત