શું તમે આ ખણખોદ વાંચી? (10) – સંકલિત 6


( હસે એનું ખસે કે ઘર વસે એ વિષય પર થોડી કન્ફ્યૂઝન થઈ જાય એવા સુંદર મજાના એકપંક્તિય ગરીબ ટૂચકાઓ ઘણાં વખતથી એકત્રીત થયા કરતા હતાં, અનેકવિધ સ્તોત્રથી મેળવેલા આ બીચારા ગરીબ હાસ્યશ્લોકો આજે એક સાથે આપ સૌ માટે પ્રસ્તુત છે. હસો અને હસાવો.)

શિક્ષક – પપ્પુ તું આજે મોડો છે, શાળાનો સમય તો ૭ વાગ્યાનો છે.
પપ્પુ – સાહેબ, તમારે મારી ચિંતા ન કરવી, શાળા શરૂ કરાવી દેવી.

એક વખત પ્રભુએ મારી યાદશક્તિને કોમ્પ્યુટરની હાર્ડડિસ્કની જેમ ફોર્મેટ કરી નાંખી.
પછી તેમણે મને પૂછ્યું, બોલ હવે તને કોનું નામ યાદ આવે છે?
મેં તરત તેમને તમારું નામ કહ્યું
પ્રભુ કહે – ફોર્મેટ કરવા છતાંય આ વાઈરસ જતો નથી….

સંતાની તેના મિત્ર બંતા સાથે લડાઈ થઈ ગઈ,
સંતા ગુસ્સામાં આવી ગયો, તેણે બંતાનો એક ફોટૉ લીધો, કબ્રસ્તાનમાં જઈ દરવાજે ટીંગાડી દીધો અને તેની નીચે લખ્યું ….
“Coming Soon… !!”

રામૂ કેપ્સ્યૂલ ખાતા પહેલા તેને બંને તરફથી કાપી નાંખે છે…
કેમ?
સાઈડ ઈફેક્ટથી બચવા જ તો !!!

સરદારજીએ સપનામાં કોઈક છોકરીની છેડતી કરી, અને પેલી છોકરીએ ઘણાં બધા લોકોની વચ્ચે ચપ્પલે ચપ્પલે ધોઈ નાંખ્યા, હવે સરદારજી બેંકમાં જતા ડરે છે… કેમ? કારણકે બેંકના નામની નીચે લખ્યું છે, “અમે તમારા સપનાંને હકીકતમાં બદલી દઈશું.”

રમેશ – ગઈ કાલે હું મારા દુખાવાથી એટલો બધો કંટાળી ગયેલો કે મેં પેઈન કિલર ગોળીઓ લઈ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું અને ગોળીઓ લઈ પણ આવ્યો.
પરેશ – તો પછી શું થયું?
રમેશ – બે ગોળી ખાધા પછી મને સારું લાગ્યું.

એક મચ્છર એક ટકલુ માણસની ટાલ પર જઈ બેઠું,
બીજા મચ્છરે તેને પૂછ્યું, “વાહ ! શું સરસ ઘર શોધ્યું છે !”
પહેલો મચ્છર, “અરે ઘર ક્યાં, હજુ તો પ્લોટ લીધો છે.”

એક ચોરે તેની પ્રેમિકાને ચાર તોલા સોનાનો સેટ આપ્યો. તેની પ્રેમિકાએ ખુશ થઈને પૂછ્યું, “અરે વાહ, આ સેટની કિંમત શું છે?”
ચોર – ત્રણ વર્ષ કૈદ-એ-બામુશક્કત

બંતા તેની પત્નિને – હું મરી જાઊં પછી તું બીજા લગ્ન કરીશ ?
પત્નિ – ના, હું મારી બહેન સાથે રહીશ, પણ હું મરી જાઊં તો તમે શું કરશો?
બંતા – હું પણ તારી બહેન સાથે રહીશ.

લંડનના એક બારમાં દારૂ પીતા એક ગુજરાતીને જોઈને અંગ્રેજ બોલ્યો, “અરે ભાઈ, થોડું પાણી તો નાંખો”
ગુજરાતી – “એ ભૂરીયા, આટલું પાણી તો દારૂ જોઈને અમને મોં મા જ આવી જાય છે.”

દાંતના ડોક્ટરની છોકરી તેના પ્રેમીને – તેં મારા પપ્પા પાસે આપણા લગ્નની વાત કરી ?
છોકરો – ના, આજેય એક દાંત કઢાવીને આવતો રહ્યો.

રાજુ – તારી પત્ની સાથેની લડાઈ પૂરી થઈ ગઈ?
પપ્પુ – હા, એ એના ઘૂંટણે પડીને મારી પાસે આવી..
રાજુ – એમ ! પછી તેણે શું કહ્યું ?
પપ્પુ – એણે કહ્યું, પલંગ નીચેથી બહાર નીકળો, હું મારીશ નહીં.

પોલીસ તેના પુત્રને – તારું રીઝલ્ટ બહુ ખરાબ આવ્યું છે, આજથી તારું રમવાનું અને ટીવી જોવાનું બંધ.
પુત્ર – આ લો પચાસ રૂપિયા ને વાતને અહીં જ દબાવી દો.

હિન્દી ફિલ્મોમાં હીરો આગમાંથી પસાર થઈ જાય તો ય તેમને કાંઈ થતું નથી….
કેમ ?
કારણકે “હીરો” ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે.

નેનો કારની ત્રીજી આવૃત્તિને શું કહેવાશે? – સોડીયમ નાઈટ્રેટ…
કેમ ??
NaNo3

આ ત્રણ વસ્તુઓનો ક્યારેય વિશ્વાસ ન કરવો, – આંસુ, સાસુ અને ચોમાસુ
ગમે ત્યારે આવી જાય !!!

અમેરીકાની બંધારણસભામાં એક ઠરાવ રજૂ થયો કે દેશનું લશ્કર ૫૦૦૦૦થી મોટુ રાખવું નહીં. જ્યોર્જ વોશિંગ્ટન આ સભાના અધ્યક્ષ હતા એટલે વિરોધ કરી શકે તેમ નહોતા, પણ બીજા સભ્યને એમણે કાનમાં કહ્યું, “સાથે એવો સુધારો પણ મૂકો કે વિદેશી દુશ્મને અમેરિકા પર ૩૦,૦૦૦થી વધુ સૈનિકો સાથે કદી આક્રમણ કરવું નહીં.”

“આપણી પ્રજાની તંદુરસ્તી સુધરતી જાય છે” – એક ભારતીય રાજકારણીનું બયાન,
“એ વળી કઈ રીતે?” એમ પૂછતાં એક પત્રકારને તેમણે કહ્યું, “આ જુઓ ને, દસ વરસ પહેલા પચાસ રૂપિયાનું કરીયાણું ઊંચકવા મજૂરની જરૂરત પડતી, હવે તો નાનું બાળક પણ ઉપાડી શકે છે.”

કાયદો અને રૂઢિ – એ બંનેમાં એક જ મહત્વનો ફરક છે, રૂઢિનો ભંગ કરવા માટે ખાસ્સી હિંમત જોઈએ.

હમણાં હમણાં એ લેખકના લખાણો અને એની સારી એવી ચર્ચા ચાલી રહી છે – એક ખબરપત્રી
મને વહેમ છે કે તેનું અવસાન થયું હોવું જોઈએ – બીજો ખબરપત્રી

સવારમાં ઓફીસમાં આવીને તેણે ચા પીવાની બંધ કરી દીધી છે…. કારણકે તે કહે છે, સવારમાં ચા પીવાથી આખા દિવસની ઉંઘ બગડે છે.

જે તમારી સાથે સહમત ન થાય એવી વ્યક્તિ પ્રત્યે સહિષ્ણુતા દાખવજો, તેને પણ પોતાના વાહિયાત અભિપ્રાયો ધરાવવાનો અધિકાર છે ને !

ગૃહિણી – અરે ભાઈ ! આ દૂધ તાજુ તો છે ને !
દૂધવાળો – તાજુ ! અરે ત્રણ કલાક પહેલા તો એ ઘાસ હતું

બિલિપત્ર

કહેવાય છે કે માતાનું નિર્મળ વહાલ અને પિતાનો અઢળક પ્રેમ એ બેય ભેગા થઈ આકાશમાં ચડે અને તેની વાદળી બંધાય, અને તે પછી જે લાગણીનો વરસાદ થાય –
તેનું નામ
– ‘દીકરી’

આ પહેલાની બધી ખણખોદ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શું તમે આ ખણખોદ વાંચી? (10) – સંકલિત