થોડાંક હાઇકુ – મુકુંદ જોશી 3


[ થોડાક દિવસ પહેલા સ્નેહરશ્મિના ૧૪ હાઈકુઓ મૂક્યા હતાં. તેનાથી પ્રેરાઈને શ્રી મુકુંદભાઈ જોશીએ તેમના દ્વારા રચેલા કેટલાક સુંદર હાઈકુ અક્ષરનાદને મોકલ્યા છે. આજે તે આપ સૌની સાથે વહેંચી રહ્યો છું. જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય છે, અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખાય છે. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ સત્તર અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. આ હાઈકુઓ અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી મુકુંદભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર ]

૧.
તૃપ્તિનો ઘૂંટ
ન ભરું ત્યાં તૃષા
ફેલે રગોમાં !

૨.
વર્ષા બિંદુમાં
દિસે રે ચળકતી
હરિત સૃષ્ટિ !

૩.
દોડે વિજ્ળી
ઝાલું પડતી વર્ષા,
ખુદ લો, પડી !

૪.
એક પાંદડુ
લીલુ, ભર વસંતે,
કેવું ઉદાસ !

૫.
સાગર જળ
છલ છલ, છલકે
રે મુજ દિલ !

૬.
પાણીમાં પડે
કંકર રે અજાણ્યો,
ઊઠે વમળ !
– મુકુંદ જોશી

બિલિપત્ર

કેટલાક અંગ્રેજી હાઈકુઓ…

mile high . . .
adding my breath
to the clouds
— Jim Kacian

Milky Way —
maybe tonight
I’ll conceive
— Brenda J. Gannam

graveside —
my breasts
leaking
— Nora Wood

honeysuckle
where you first hear
the river
— Burnell Lippy

tropical solstice
standing inside
the shadow of my hat

– Francis Masat

(આભાર હેરોન્સ નેસ્ટ)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “થોડાંક હાઇકુ – મુકુંદ જોશી