છે ઘણા એવા કે જેઓ ….. – સૈફ પાલનપુરી 7


છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિન્તુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કાંઈ આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયા.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા;
એ હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા?

– સૈફ પાલનપુરી

યુગને પલટાવવો, જમાનાની તાસીર બદલવી કે સમય પર પોતાની છાપ છોડવી કદાચ ઘણાં લોકો કરી શક્તા હશે, પણ પ્રેમમાં ફાવી જનારા, પૂર્ણપણે સફળ થનારા શોધવા અઘરા છે એમ સરખામણી કરતા સૈફ પાલનપુરી કહે છે કે દુર્દશા તો હતી જ પરંતુ દોસ્તોએ સંજોગોનું ભાન કરાવ્યું. વીતેલા દિવસો યાદ કરતા આંસુઓ સિવાય બીજુ કાંઈ પણ યાદ આવ્યું નહીં, કદાચ પ્રસંગો એવા નહીં હોય કે યાદ કરવા જોઈએ, એ ફક્ત આંસુઓ જ આપી શકે. પ્રેમપત્રો પાછા આવ્યા, આવેલા પાછા અપાઈ ગયા, છતાં એ સંબંધ છે કે પત્રોની સાથે સ્નેહના એ સંબંધોની પણ અદલાબદલી કરાઈ છે એ બાબતે હજી શાયર મૂંઝવણમાં છે. દુનિયા ઉતાવળમાં આપણી કબરમાં બીજા કોઈને દફનાવી ગયા છે એમ સૂચક દ્રષ્ટાંતથી તેઓ કહે છે કે દુનિયામાં કોઈની કોઈને પડી નથી, સ્વાર્થ વગરના સંબંધને શોધવો જીવનનું સૌથી અઘરું કાર્ય છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “છે ઘણા એવા કે જેઓ ….. – સૈફ પાલનપુરી

  • Rajesh Padaya

    અગર હુ પણઆ જગતમાં આવીને કાંઈ બદલી ના શકુ અને એ જ જુની રુઢિ સાથે દફનાઈ જાઉ તો મરો જનમ ફોગટ ન થયો કહેવાય?? ગાંધી બાપુ, આંબેડ્કર, ભગવાન્ બુધ્ધ્ ભગવાન્ મહાવીર, પ્રભુ યીશુ, વ્ વ્ વ્ વ્ વ્ વ્ વ્……….

  • Atul Jani (Agantuk)

    છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
    પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

    આવી એક વ્યક્તી ખાસ ઉડીને આંખે વળગે છે – કૃષ્ણ.

    બાકી તો પોતે લખેલ લઈ જનારા તો મારા જીવનમાં પણ મેં અનુભવ્યા છે. બહુ વાસ્તવિક ગઝલ છે.

  • Neeraj K. Parmar

    Jigneshbhai, Prem to bhagiyej kok ne fale 6 baki ankho e to akhi jindgi radvanuj hoi 6, Jignesbhai prem ma manas badhuj bhuli shake 6 pan prem ne bhuli nathi sakto. koi mane kahe ke tane jamva nahi male tare bhukhiyu rahevu padse to hu hasta hasta e swikari saku 6u pan teni yado ane tena vicharo vagar hu ek pal pan jivi saku tem nathi, aaj kal prem ne to badhae majak banavi didho 6, prem ni defination badli nakhi 6. koike saru lakhiyu 6
    ” Prem have su vadhyu 6 tari hasti ma,
    Have to Prem patro pan vechai 6 Pasti ma”
    Jignesbhai Yad ane Anshu ne direct connection 6. jevi emni yad ave ke tarat anshu avi jai 6 ane te anshu ne lu6va mate koi avtu nathi.

  • Jigar

    આ ગઝલ મનહરભાઈ ઉધાસના મુખેથી સાંભળવાની ખુબ મજા આવે છે.