વેળાસર જતા રહીએ – જલન માતરી 5


જીવનતો ખૂબ માણ્યું, આ મૃત્યુની મજા લઇએ,
હવે મન થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.

જરૂરતનું અમારે જોઇએ કે માનવી છઇએ,
અમે પેગમ્બરો થોડા છઇએ કે ઠોકરો ખાઇએ?

તમારી મહેરબાની એવી વરસી ગઇ કે ગળે આવ્યા,
હવે મન થાય છે કે તમને પકડી ફાંસીએ દઇએ.

હકૂમતને તમે લાયક નથી તેથી વિચાર્યું છે.
લઇને હાથમાં કાનૂન સીધા આથડી લઇએ.

ફરક તેથી શું પડવાનો અમારા હાલમાં યા’રબ
તને માલિક કહીએ કે પછી તુજને ખુદા કહીએ.

નથી રહી આ જહાં જીવનને લાયક ઓ ‘જલન’ તેથી
છે એમાં આપણી શોભા કે વેળાસર જતી રહીએ.

– જલન માતરી


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “વેળાસર જતા રહીએ – જલન માતરી