અડોબ (Adobe) ના ફ્રી / ઓપનસોર્સ વિકલ્પો 3


અડોબ ક્રિએટીવ પેકેજ વિશે કદાચ જ કોઇક અજાણ હશે. અડોબના વિવિધ ઉત્પાદનો જેવા કે એક્રોબેટ રીડર, એક્રોબેટ, ફોટોશોપ, ડ્રીમવીવર, ફ્લેશ, ઇલ્યુસ્ટ્રેટર, એનકોર ડી વી ડી વગેરે માંથી બધાં નહીં તો એકાદ બે તો આપણે સૌ વાપરતાંજ આવ્યા છીએ. જો કે તમે અડોબના આ કોઇપણ ઉત્પાદનની ખરીદી કરી વાપરતા હોવ (!) તો તમને ખ્યાલ કશે કે તે ખૂબ મોંઘા છે. અને પાયરેટેડ સોફ્ટવેર વાપરવા તે મહદઅંશે સલાહભર્યું નથી. એટલે આ બંને કરતા તેના વિવિધ મફત / ઓપનસોર્સ ઉપલબ્ધ વિકલ્પો વાપરવા એ વધુ સલાહભર્યું છે. આજે પ્રસ્તુત છે અડોબ ક્રિએટીવ પેકેજના વિવિધ વિભાગોના ઓપનસોર્સ / મફત વિકલ્પો.

અડોબ એક્રોબેટ રીડર = સુમાત્રા પી ડી એફ / ફોક્સીટ રીડર

પી ડી એફ એટલે પોર્ટેબલ ડોક્યુમેંટ ફોર્મેટ. પી ડી એફ રીડર ઉપયોગમાં સરળ અને વપરાશકર્તાઓને સુગમ છે. એક્રોબેટ રીડરના વિકલ્પ રૂપે સુમાત્રા પીડીએફ ખૂબ સરળ, ઝડપી અને સાદું પીડીએફ જોવા માટેનું ઉપયોગી સાધન છે. તે ખૂબ ઝડપી હોવા છતાં પી ડી એફ સરળતાથી બતાવી શકે છે. અન્ય કોઇ પણ સોફટવેર પર આધારીત ન હોવાને લીધે અને ફક્ત એક ફાઇલથી થતા ઇંસ્ટોલેશન ને લીધે તે યુ એસ બી ડ્રાઇવ પર પણ લઇ જઇ શકાય છે. સુમાત્રા પી ડી એફ રીડર સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ફોક્સીટ રીડર સુમાત્રા પી ડી એફ ની સરખામણીએ વધુ વિકસેલું છે. જો કે તેના પી ડી એફ રીડર મફત ડાઉનલોડ કરીને વાપરી શકાય છે, પણ તેના અન્ય પી ડી એફ ઉત્પાદનો ખરીદવા પડે તેમ છે. ફોક્સીટ રીડર સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહીં જાઓ.

અડોબ એક્રોબેટ – પી ડી એફ ક્રિએટર

અડોબ એક્રોબેટ રીડર અને અડોબ એક્રોબેટ વચ્ચે શું ફરક છે? જો કે મોટાભાગના કોમ્પ્યુટર વપરાશકારોને આ ખબર જ હશે છતાં સ્પષ્ટતા કરવી જોઇએ કે અડોબ અક્રોબેટ રીડર ફક્ત પી ડી એફ ફાઇલ જોવા માટે વપરાય છે. પી ડી એફ ફાઇલને ઓપન કરવા / જોવા તે હોવું જ જોઇએ, જ્યારે કોઇક અન્ય ફાઇલને પી ડી એફ સ્વરૂપમાં ફેરવવા (જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ, પાવરપોઇંટ, એક્સેલ, વેબપેજ અથવા ફોટો) અડોબ એક્રોબેટ વપરાય છે. વિન્ડોઝની કોઇ પણ એપ્લિકેશનને આપ પી ડી એફ ફોર્મેટમાં સેવ કરી શકો છો. તે પછી કોઇ પણ અડોબ રીડરની મદદથી જોઇ શકાય છે. અડોબ એક્રોબેટની અન્ય બધી સગવડો જેવી કે પાસવર્ડ, પ્રિ ન્ટ હકો તથા એન્ક્રિપ્શન વગેરે પણ કરી શકો છો. આ પી ડી એફ ક્રિએટર અહીં જઇને ડાઉનલોડ કરી શકાય છે.

જો કે પીડીફીલ નામનું અન્ય એક સોફ્ટવેર પણ છે જે આ બધાંજ કાર્યો કરે છે, પણ એ થોડુંક  ધીમું છે, અને બીજું કે તે પરિણામની ફાઇલ પર પોતાનો માર્ક મૂકી આપે છે. આ સોફ્ટવેર આપ અહીંથી ડાઉનલોડ કરી વાપરી શકો છો.

અડોબ ફોટોશોપ – પેઇન્ટ.નેટ

ફોટોશોપના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. જો કે સામાન્ય કોમ્પ્યુટર વપરાશકારોને ફોટોશોપ વાપરવાની ખાસ જરૂરત પડતી નથી સિવાય કે ફોટો એડીટીંગ કરવું હોય. પણ અડોબના બધા ઉત્પાદનોની જેમ એ પણ મફત નથી. પેઇન્ટ.નેટ ફોટોશોપનો મફત, સરળ અને ઘણા વિકલ્પોમાં તેનાથી પણ સરસ કામ આપતું નાનકડું સોફ્ટવેર છે. C# માં બનેલુ અને અને .NET માળખા પર ચાલતું આ સોફ્ટવેર સરળ, ઉપયોગકર્તાઓને વાપરવામાં સુગમ અને ઝડપી ઉપકરણ છે. સાથે બીજા કોઇ પણ કોમર્શિયલ સોફ્ટવેરની જેમજ તે પણ layers, bezier/spline curve ની ક્ષમતાઓ ધરાવે છે. બ્લર થી કલર સંભાળવા માટે તેમાં અનેક ફિલ્ટર સમાવિષ્ટ છે. પેઇન્ટ.નેટ ડાઉનલોડ કરવા તથા તેના વિશે વધુ જાણવા આ પેજ પર જાઓ.  પેઇન્ટ.નેટ માઇક્રોસોફ્ટ .NET માળખા પર ચાલે છે, જો આપના કોમ્પ્યુટરમાં તે ન હોય તો  તે ડાઉનલોડ કરવા માટે મફત છે, પણ ઓપનસોર્સ નથી.

આ સિવાય પણ વેબ બેઝ્ડ (વેબસાઇટની મદદથી, કોઇ સોફ્ટવેર ઇંસ્ટોલ કર્યા વગર)  પી ડી એફ બનાવવા, વાંચવા કે ઇમેજ એડીટીંગ કરવા ઘણી વેબસાઇટ ઉપલબ્ધ છે. પરંતુ તે ફરી કોઇક વાર વિગતે….


Leave a Reply to B.M.AgheraCancel reply

3 thoughts on “અડોબ (Adobe) ના ફ્રી / ઓપનસોર્સ વિકલ્પો

  • Kartik Mistry

    આ બધી ઝંઝટ લિનક્સ વાપરવાથી દૂર થાય છે. ઓપનઓફિસમાં પીડીએફ ડોક્યુમેન્ટ બનાવો અને ઇવિન્સ (ગ્નોમ) કે ઓકુલર (કેડીઇ) માં જુઓ.

    ઓપનઓફિસમાં પીડીએફ સરળતાથી બનાવી શકાય છે અને તે વિન્ડોઝમાં પણ મજાનું કામ કરે છે. વધુમાં ૧૦,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયાનાં માઈક્રોસોફ્ટ ઓફિસથી છુટકારો અપાવે છે..