એક હિંદુને પત્ર – લીઓ ટોલ્સટોય (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 2


( શ્રી લિઓ ટોલ્સટોય દ્વારા લખાયેલ પુસ્તક ” લેટર ટુ અ હિન્દુ ” નો ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું. તેની પ્રસ્તાવના શ્રી ગાંધીજી દ્વારા લખાઇ છે, અને તેમના ટોલ્સટોયના લેખન વિશેના વિચારો વાંચીને ખૂબ પ્રભાવિત થવાયું. ભારતની પરાઘીનતા – તેન કારણો અને ઉપાય વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી. મોહનદાસ કરમચંદ ગાંઘી ના વિચારોનો ગુજરાતી અનુવાદ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે. આજે તે પુસ્તકની પ્રસ્તાવના આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.  )

નીચે આપેલ પત્ર લીઓ ટોલ્સટોયના રશીયન ભાષામાં મુક્ત હિંદુસ્તાનના તંત્રીને જવાબમાં લખાયેલા પત્રનો ભાવાનુવાદ છે. એકથી બીજા એમ વિવિઘ હાથોમાંથી પસાર થયા બાદ આપત્ર આખરે મારા હાથમાં આવ્યો. અને તે મને એક એવા મિત્ર મારફત મળ્યો જેમને પણ મારી માફક ટોલ્સટોયના લખાણોમાં રસ હતો. તેમને આ પત્ર પ્રકાશિત કરવા કે નહીં એ બાબતમાં મારો અભિપ્રાય પૂછ્યો. મેં તરતજ હા પાડી અને તેમને કહ્યું કે હું મારી જાતે તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીશ, અને બીજા ઓને પણ તેનો અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ કરીને પ્રકાશિત કરવા કહીશ.

મને મળેલ પત્ર એક ટાઇપ મુદ્રિત નકલ હતી. એટલે લેખકને તેની સત્યતા વિશે પૂછવામાં આવ્યું, તેમણે તે પત્ર હોવાની વાત સાથે તેને પ્રકાશિત કરવાની અનુમતી આપી.

મારા માટે, એક મહાન શિક્ષકના પૂર્ણ અનુયાયી હોવાના લીધે, કે જેમને મેં ખૂબ લાંબો સમય માર્ગદર્શક તરીકે જોયા છે.  તેમના પત્રના પ્રકાશન સાથે સંકળાવું તે એક મહાન સન્માન અને ગર્વની વાત છે. ખાસ તો એવા સમયે જ્યારે તે વિશ્ર્વના વિશાળ ફલક પર મૂકાઇ રહ્યો છે.

એક પ્રસ્થાપિત હકીકત એવી છે કે, ગમે તે ભારતીયને રાષ્ટ્રીય અપેક્ષાઓ હોય છે, પછી ભલે તેની પોતીની હોય કે બીજાઓએ જગાડેલી હોય. પણ તે અપેક્ષાના સાચા અર્થ વિશે ભારતમાં જેટલા રાષ્ટ્રવાદીઓ છે તેટલી વિવિઘ માન્યતાઓ છે. અને ખાસ તેને મેળવવા માટેની વિવિઘ રીતોમાં ખૂબ ભિન્નતા છે.

અંત પામવાની એક ખૂબ વિસ્તૃત રીતે સ્વીકારાયેલ અને લાંબા સમયથી ચાલી આવતી રીત છે હિંસા. સર કર્જન વાયલીની હત્યા આ રીતનું ખૂબ ઘૃણાસ્પદ અને ભયંકર ઉદાહરણ છે. ટોલ્સટોયનું જીવન સમર્પિત છે, હિંસાની રીતોથી ચાલતા જુલ્મી કારભાર ખતમ કરવા,  સ્વંત્રતતા મેળવવાની રીતને દુષ્કૃત્ય આચરનારા તત્વો સાથે ઘર્ષણમાં ન ઉતરવાની રીતથી બદલવામાં. તેઓ હિંસા દ્રારા અભિવ્યક્ત થતી નફરતને પણ સહનશીલતામાં અભિવ્યક્ત થતા પ્રેમ વડે બદલવા માંગે છે. તે આવા અનાદીકાળથી ચાલી આવતા પ્રેમના કોઇ વિકલ્પને જોતા નથી. અને માનવ જાતની બઘી તકલીફો અને સમસ્યાઓને તે લાગુ પાડે છે.

જ્યારે ટોલ્સટોય જેવો માણસ, પશ્ર્ચિમના જગતનો સૌથી સ્પષ્ટ તાત્વિક ચિંતક, એક મહાન લેખક, એક એવો વ્યક્તિ જેણે સૈનિક તરીકે હિંસા અને તેના વિવિઘ સ્વરૂપોના પરિણામો જાણ્યા છે. તે જાપાનની આઘુનીક વિજ્ઞાનના સિઘ્ઘાંતોનું આંઘળુ અનુકરણ કરવા બદલ આકરી ટીકા કરે, અને પાછો તે રાષ્ટ્રની આ ‘ ભયંકર આફત’ બદલ ચિંતા પણ કરે, આપણા માટે થોભી વિચારવાનો, સમજવાનો સમય છે કે આપણી અંગ્રેજી સામ્રાજ્ય પ્રત્યેની નફરતને લીઘે તેને બદલે તેનાથી વઘુ આપખુદ, વઘુ પરતંત્ર એવી વ્યવસ્થા ઉગવા ન દઇએ. ભારત, જે વિશ્ર્વની મહાનત્તમ શ્રઘ્ઘાઓ અને અવઘારણાઓનું ઉદગમ સ્થાન છે તે, એક રાષ્ટ્રવાદી ભારત બની રહે. જ્યારે ભારતભૂમી પર સાંસ્કૃતિક વિકાસ નવા સ્વરૂપે શરૂ થાય ત્યારે તેના સ્વરૂપમાં હથીયારોનાં કારખાનાં ન હોય, અને નફરતથી ભરેલું ઔઘોગીકરણ ન હોય જેના કારણે યુરોપના લાખો લોકોને ગુલામ જેવી અવદશામાં જીવવું પડ્યું હતું. પણ તે એવું બને જેમાં માનવ પરીવારના વારસારૂપી ઉત્તમ લક્ષણો ભર્યા હોય.

જો આપણે ભારતમાં અંગ્રેજો ન જોઇતા હોય તો તે બદલ આપણે મુલ્ય ચુકવવું રહ્યું. ટોલ્સટોય તે બતાવે છે. ”દુષ્ટતાની સાથે ઘર્ષણમાં ન ઉતરો,  તો તમે પણ દુષ્ટતા ન આચરો, પછી ભલે તે ન્યાયાલયના વહિવટ રૂપે હિંસક આચરણ હોય કે કરવેરાની બરજબરીથી ઉઘરાણી હોય.  વઘુ તો એક સિપાહી રૂપે દુષ્ટતા ન આચરો અને વિશ્વમાં કોઇ પણ તમને ગુલામ નહીં બનાવી શકે. ટોલ્સટોય યસન્યા પૌલ્યની કથા ટાંકે છે. જે પોતે કહે છે તેની સત્યતા પર પણ પ્રશ્ર્નાર્થ ઉઠાવી શકે છે. તે કહે છે ‘એક ઘંઘાદારી કંપનીએ એક રાષ્ટ્રને કે જેમાં વીસ કરોડ લોકો રહે છે, તેને ગુલામ બનાવ્યું. અંધશ્રધ્ધાથી મુક્ત કોઇ વ્યક્તિને આ વાત કરો, તેને આ શબ્દોનો અર્થ સમજાવવો ખરેખર મુશ્કેલ બની રહેશે. અ વાતનો શું અર્થ છે કે ત્રીસહજાર લોકો, ફક્ત ત્રીસહજાર લોકો, તે પણ કસાયેલા કદ બંઘારણ વાળા નહીં પણ નબળા અને તદ્દન સામાન્ય લોકો, ખૂબ ખંતીલા, ચપળ, ઉત્સાહી, સ્વંત્રતા ઇચ્છતા ભારતીયોને ગુલામ બનાવી  શક્યા અને એ પણ ખૂબ લાંબો સમય. આ આંકડાઓ શું સૂચવતા નથી કે અંગ્રેજો નહીં  પણ ભારતીયો એ પોતે પોતાને ગુલામ બનાવ્યા?

જો કે ટોલ્સટોય જે કહે છે તે બઘું સ્વીકારવાની આપણે જરૂરત નથી. તેની ઘણી વાતો સ્પષ્ટતા પૂર્વક કહેવાયેલી નથી. તત્કાલીન વ્યવસ્થા તંત્ર પર તેના આરોપોનો મૂળભૂત સાર, શરીર પર આત્માની મહાન શક્તિ સમજવાનો અને તેને અનુકુળ થવાનો છે, આપણી દુષ્ટ શક્તિઓ પર પ્રેમની મહાન  શક્તિ વડે શરીર પર જેમ આત્માનો વિજય થાય તેમ, જીત મેળવવાનો છે.

ટોલ્સટોય જે શીખવે છે તેમાં કાંઇ નવું નથી તે નિર્વિવાદ છે. પણ જૂના સત્યની તેની અભિવ્યક્તિ તાજગીસભર છે. તેના તર્કો નિર્વિવાદ છે, અને સૌથી ઉપર, તે જે શીખવે છે તે પોતાના જીવન વ્યવહારમાં પણ મૂકે છે. તેની વાતો સરળતાથી ગળે ઉતરી જાય તેવી છે. તે પ્રામાણીક પણે અભિવ્યક્તિની કળામાં માહેર છે. અને તેથી આપણું ઘ્યાન ખેંચે છે.

– 19 નવેમ્બર 1909 ( મો. ક. ગાંઘી )

( લીઓ ટોલ્સટોયના પુસ્તક અ લેટર ટુ અ હિન્દુ ની શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા લખાયેલી પ્રસ્તાવનાનો જીગ્નેશ અધ્યારૂ દ્વારા ગુજરાતી અનુવાદ)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “એક હિંદુને પત્ર – લીઓ ટોલ્સટોય (અનુ. જીગ્નેશ અધ્યારૂ)

  • શિરીષ દવે

    દરેક દેશને અંધકાર યુગ આવે છે.

    ભારતને પણ તેના ૧૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં અંધકારયુગ જોવો પડે. પણ જો ભારતવાસીઓ ઇતિહાસને ભૂલે તો ઇતિહાસ પુનરાવર્તિત થાય.

    ૧૭૫૭ થી ૧૯૧૭ સુધી આપણા દેશનો અંધકાર યુગ હતો. કારણ કે ઇશુની તેરમી અને ચૌદમી શદીની ભૂલોમાંથી આપણે કશું શિખ્યા નહતા.

    ૧૯૧૭ પછી અરુણોદય થવાની તૈયારી થઇ. ૧૯૪૭માં ભારતે વિશ્વને બતાવી દીધું કે જે જગતનો કોઇ પણ દેશ તેના ઇતિહાસમાં નથી કરી શક્યો તે ભારત કરી શકે છે.

    પણ ૧૯૪૮ થી ૧૯૭૭સુધી વળી પાછો અંધકાર યુગ આવી ગયો.

    ૧૯૭૭માં વળી ભારતે બતાવી દીધું કે ભારત સરમુખત્યારના શા હાલ કરી શકે છે.

    ૧૯૭૭માં અરુણોદયનો પ્રકાશ દેખાયો.પણ વળી પાછો ૧૯૭૯ થી ૧૯૯૯ અંધકાર આવી ગયો. ૧૯૯૯ માં વળી એવું લાગ્યું કે અરુણોદય થયો. અને અજવાળું પણ થયું. પણ વળી ૨૦૦૪માં મધ્યાન્હ આવતો અટકી ગયો.

    જ્યાં સુધી આપણો દેશ વિચાર અને વસ્તુમાં સ્વાવલંબી થશે નહીં ત્યાં સુધી સુવર્ણ યુગ ફરીથી આવવાની શક્યતા નથી. બીજો દેશ આપણને પીવડાવે તેવું અને તેટલું પાણી આપણે પીશું ત્યાં સુધી આપણે ગુમાવેલું સ્થાન પાછું મેળવી શકીશું નહીં.

  • punit modha

    જિગ્નેશભાઈ નમસ્કાર ,
    અહિ આ પત્ર માત્ર હિન્દુ ને શ માતે તે ના સમજાયુ.
    પ્રેમ નો સન્દેશ બહુ સરસ ચે .
    હિન્દુ ધર્મ એક માત્ર સહિશ્નુતા મા માને ચે. પ્રેમ ને ભાયચારા મા માને ચે,
    દરેક ધર્મ ને માન આપે ચે.
    જે લોકો એ ગીતા વાન્ચિ ચુક્યા ચે તેને આ વાત જલ્દિ સમજાય જાય.
    પ્રેમ સન્દેશ લાવનાર દરેક પ્રત્યે હુ આદરનિ લાગની અનુભવુ ચુ.

    આભાર.

    ગુજવેલ ફેમેલી ફોઉન્ડૅસન્
    gujwell.com
    wellness mission 2015