ખરી પડવું – રાજેન્દ્ર પટેલ 1


તમે એમ કહો છો  – કે આ બધું બરાબર નથી,
પણ, મારે મન એનો કશોય અર્થ નથી.
તમે માનો છો
અને સતત મનાવવા મથો છો તમને જ
પણ કોઇને કશી પરવા નથી
તમે આક્રોશ કરો છો,
બધું બદલવાં, તમને બદલ્યાં વગર
પણ કશું જ થતું નથી
તમે નિરાશ થાઓ છો,
કશુંય સમજ્યા વગર સમજો છો,
પણ બધુંય દોડ્યા કરે છે,
તમે છેક આશા છોડો છો,
ક્યાંય કશુંય કર્યા વગર
પણ બધું વધ્યા કરે છે, રાબેતા મુજબ જ,
મને કહેવાનું મન થાય છે,
(જો કે તેનો અર્થ તમને કશો નથી)
કે સાચું છે ઝાડ, ફળ, ફૂલની જેમ ચૂપ રહેવું
અથવા ખરી પડવું,
પર્ણની જેમ
ફરી ફૂટવા.
– કવિ શ્રી રાજેન્દ્ર પટેલ

(કવિલોક સામયિક, જાન્યુઆરી – ફેબ્રુઆરી 2002, વર્ષ 45, અંક 1 માંથી સાભાર)


Leave a Reply to pinkeCancel reply

One thought on “ખરી પડવું – રાજેન્દ્ર પટેલ