આપણા ખીસાના પાકીટમાં શું હોય?
જેમ કે
પૂરો થવા આવેલો રેલ્વેપાસ
કામનાં અને નકામાં વિઝિટીંગ પાસ, રેવન્યુ સ્ટેમ્પસ
રબર બેન્ડસ
બેંકનો હપ્તો ભર્યાની રસીદ
સાંઈબાબાના ફોટા વાળુ ચાલુ વર્ષનું કેલેંડર
કાલાતીત થયેલ પાચ પૈસાનો સિક્કો
Advertisement
બસ ટીકીટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલ
દોસ્તનો ફોન નંબર અને ઈ મેલ એડ્રેસ
બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતની પડીકી
લોકલની ગીરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ
કોલેજનાં જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો
પીળો પડી ગયેલ ફોટો
અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતાં વિતાવેલું સડકછાપ આયખું
Advertisement
નવા કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું
– વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા
વર્જેશ ઈશ્વરલાલ સોલંકીની મરાઠી કવિતા ‘મિસળપાવ’ બ્લોગ પર વાંચી શકાય છે.
સુંદર કવિતા, બાપુ! ક્યાંથી શોધી લાવ્યા? આ કવિતા કઈ ચોપડીમાંથી વાંચી એ જણાવશો? આખું પુસ્તક વાંચવાનું મન થાય એમ છે…
પ્રત્યુત્તરની પ્રતીક્ષામાં…
નવનીત સમર્પણ માસિક – ઓક્ટોબર ૨૦૦૮ અંક ના પાન નં ૮ પરથી આ રચના લીધી છે, સ્કેન કરીને ખાસ અહીં મૂકી છે,
જો કે આવી સ્પષ્ટતાઓ કરવાની જરૂરત નથી, કારણકે દરેક પોસ્ટ માટે આમ કરવું શક્ય નથી અને જરૂરીય નથી પરંતુ અક્ષરનાદ વિશેની કોઈ પણ ગેરસમજ ટાળવા એમ કર્યું છે.
આ જ કવિતાના સામેના પાના પર તમારી સુંદર કવિતાઓ પણ છે, કદાચ તમારા ધ્યાન બહાર રહી ગઈ હશે !, જોઈ લેશો…
પ્રતિભા અધ્યારૂ
સંપાદક
sadak chhap aaykhu, kevee vastavik rajuaat