ગીરમાં કાનો અને તેનો ડાયરો (વિડીયો ભાગ ૨) – જીગ્નેશ અધ્યારૂ 6


આ પહેલા અમારી ગીર વન અને લીલાપાણી તથા અન્ય નેસ ની મુલાકાતો વિશે ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ, ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru , વગેરે પોસ્ટ અંતર્ગત લખ્યું હતું. પરંતુ જેટલો પ્રતિભાવ “કાના” ના ડાયરાને મળ્યો છે એ જોઈને હૈયુ ખરેખર આનંદથી ભરાઈ જાય છે.

અમે એક નેસની મુલાકાત લીધી, તે જંગલની લગભગ પશ્ચિમ મધ્યમાં છે, તેનુ નામ છે લીલાપાણી નેસ. અહીં જુદાજુદા ઘણાંય પરિવારો રહે છે. તેમના બાળકો ભણવા જતાં નથી. સવારે છોકરાઓ ગાય ચરાવવા અને છોકરીઓ છાણા વીણવા જાય છે. પણ અહીંના એક બાળકે અનેરી પ્રતિભા વિકસાવી છે. ચારણના ખોળીયામાં તો આમેય સરસ્વતિનો વાસ હોય જ પણ આવી દુર્ગમ જગ્યાએ પણ આ છોકરો પોતાની પરંપરા જાળવી રાખે છે. કોઈ શીખવવા વાળું નથી પણ તે શીખે છે, પોતાની ઈચ્છા થી. બાર વર્ષના છોકરાને કેમ ખબર પડે કે સંસ્કૃતિ કે વંશ પરંપરા શું કહેવાય પણ તોય તે આ અદભુત કાર્ય કરી રહ્યો છે. જુઓ આ ખાસ વીડીયો,

આ ડાયરો બીજો ભાગ છે પ્રથમ ભાગ અને તેને સંલગ્ન લેખ ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ એ શીર્ષક અંતર્ગત મૂક્યો છે. આશા છે આપને ગુજરાતની આ તસવીર ગમશે.

[youtube=http://www.youtube.com/watch?v=VFjgygFQmNg]


Leave a Reply to hemant doshiCancel reply

6 thoughts on “ગીરમાં કાનો અને તેનો ડાયરો (વિડીયો ભાગ ૨) – જીગ્નેશ અધ્યારૂ