દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી 11


Hardi 

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી. – જીગ્નેશ અધ્યારૂ

દીકરી વિષે શું ને કેટલું લખવું? મારા અને મારી પત્નીના, અરે મારા આખાંય કુટુંબના પ્રેમનું, સ્નેહનું કેન્દ્ર એટલે મારી “દીકરી”. જે સૂવે તો અમારી દુનિયા પૂરી થાય અને ઉઠે તો શરૂ થાય એવી મારી દીકરી વિશે લખવું એટલે મારો પ્રિય વિષય. સ્નેહ અઠવાડીયા માટે તેનાથી, દીકરીઓથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે? તેના વિશે લખેલી એક નાનકડી ગઝલ અહીં મૂકી રહ્યો છું.

હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું,

દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ

ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા

દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ

તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં

શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ

હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું

તારાથી ગૂંજે આ જીવન કલકલ,

દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી

દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ,

દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા

દીકરી છે કાફીયા ને જીવન ગઝલ

 – જીગ્નેશ અધ્યારૂ

****************************************************************************

Hir

હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર

હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર,

હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર,

હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર,

હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર,

હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર

હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર,

હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર.

( હીર તેમની પુત્રીનું નામ છે. )

આ રચના મેં મારી ઈચ્છાથી લખી નથી, એક દિવસ અમારી સાઈટ પર મારી વહાલી દીકરી “હીર” મને યાદ આવી ગઈ અને આ કવિતા એની જાતે જ ઉતરી આવી. ને હ્રદયની લાગણીઓ કાગળ પર ઉતરતી ગઈ.

વાચકમિત્રોને અરજ છે કે આ રચના વાંચતી વખતે તેને અનુભવવાનો પ્રયત્ન કરવા તમારી દીકરી તમારી નજર સમક્ષ રાખજો, અને આપનો અનુભવ, આપના પ્રતિભાવ મને જણાવશો.

 – વિકાસભાઈ બેલાણી


Leave a Reply to gopalCancel reply

11 thoughts on “દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી