પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું 13


SmileySmiley                                  

 

 

 

જેમની કલમે

ગુજરાતના હાસ્ય સાહિત્યને દૈદિપ્યમાન કર્યું છે

તેવા તમામ હાસ્ય લેખકો  – લેખિકાઓને

સાદર અર્પણ઼

***********************************

ચલો ચલો મુસકાન વાવીએ

લ્યો આ આંસુ, આપો હૈયુ,

આપો થોડીક હૂંફ, એટલે

એક નવી પહેચાન વાવીએ

ચલો ચલો મુસકાન વાવીએ – કૃષ્ણ દવે

સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત સર્જકોને માન સમ્માન મળે છે, અને મળવું જ જોઈએ પરંતુ નવોદિત છતાં સમર્થ લેખકોની ઘણી વાર ઉપેક્ષા થતી જોવા મળે છે. તે ન જ થવી જોઈએ તેવા વિચારે ગુજરાતી બ્લોગના ઉપલબ્ધ માધ્યમ દ્વારા કેટલાક લેખો અત્રે મૂકવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. આ કૃતિઓની પસંદગીમાં કોઈ સાહિત્યિક માપદંડો નજરમાં નથી રાખ્યા. પસંદ પડેલા બધાં લેખો અત્રે મૂકી રહ્યો છું. “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે.

દુઃખ વિષાદ તણા ઉપરના સૂર, જગને શું સંભળાવ,

હોય હાસ્ય તો વિશ્વ તારી દે, હાસ્ય થી જગ અપનાવ.

 – કૃષ્ણલાલ શ્રીધરાણી

આ અઠવાડીયાની ઉજવણી માટે લેખો મોકલનાર, શુભેચ્છા મોકલનાર તથા આશિર્વાદ આપનાર તમામ વડીલો, વાચકો અને મિત્રોનો અને લેખ મોકલી આપનાર મિત્રોનો આભાર માની રહ્યો છું.  આવતીકાલથી રોજ એક લેખ મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.

 – જીગ્નેશ અધ્યારૂ (31-01-2009)

ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ નું જગત તરફથી ખૂબ ખૂબ આભાર. પ્રયત્નને જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે તેની મહેનત સફળ થઈ જાય છે. શ્રી રતિલાલ સાહેબનો આ માટે હાર્દિક આભાર અને પ્રણામ.

“આપના દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ હાસ્ય અઠવાડીયા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહિત્ય પ્રસારના આ પ્રયત્નો અને હાસ્ય લેખન ક્ષેત્રે થઈ રહેલું આ કામ ખરેખર આનંદની ઘટના છે. આ પ્રયત્નની સફળતા માટે ખૂબ આશિર્વાદ.”

 – રતિલાલ બોરીસાગર


Leave a Reply to Dileri A. PatelCancel reply

13 thoughts on “પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું

  • દિનકર ભટ્ટ

    શ્રી જીગ્નેશ ભાઇ,
    આપના આ અભિયાનનું સ્વાગત છે. આપનો ઇ-મેઇલ મળ્યો હતો.મારા બ્લોગમાંથી તમને વિષયાનુકુળ જો કોઇ બ્લોગ યોગ્ય લાગે તો લઇ શકો છો.

    -ધન્યવાદ

  • ગોવીન્દ મારુ

    આદરણીય શ્રી જીગ્નેશભાઈ,
    ‘હોય હાસ્ય તો વિશ્વ તારી દે, હાસ્ય થી જગ અપનાવ.’
    ‘અધ્યારૂનું જગત’ તરફ્થી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ટરનેટી-ગુજરાતી હાસ્ય મેળો માણવા મળશે. આપનો આ ઉમદા પ્રયાસ સફળ થાય એવી હાર્દીકા ઈચ્છા છે.
    ગોવીન્દ મારુ
    http://govindmaruwordpress.com

  • Heena Parekh

    ફેબ્રુઆરીના પ્રથમ બે સપ્તાહને સાહિત્યીક ઓપ આપીને આપે ઉજવવાનું નક્કી કર્યું તે ઘણું પ્રસંશાને પાત્ર છે. નવોદિતોને પ્રોત્સાહન આપવું ઘણું જરૂરી છે. નવોદિતો તાજી ખીલેલી ફૂલની કળી જેવા હોય છે. તેમની કલમને પ્રોત્સાહનરૂપી સૂર્યપ્રકાશ ન મળે તો ઘણી વાર તેમની કલમ અકાળે કરમાઈ જતી હોય છે. આપના આ પ્રયાસો માટે હું આપને અને પ્રતિભાબેનને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. રોજ આપના બ્લોગને માણવાની ઉત્સુકતા રહેશે.

  • પી. યુ. ઠક્કર

    દરેકે દરેક વ્યક્તિના જીવનનું સર્વસામાન્ય અને અંતિમ લક્ષ્‍ય આનંદ જ હોય.

    હૃદયમાંથી પ્રગટ થઇ શકતા સ્વાભાવિક આનંદને સ્ફૂરીત કરવાની તાકાત હાસ્‍યમાં હોય છે.

    ભલેને પછી, આ દુનિયા તરફથી મળેલી ગમે એટલી કડવાશ હૃદય મનમાં ઘરબાયેલી કેમ ના હોય !! પારસમણીરૂપી હાસ્યની ઉષ્‍માથી એ કડવાશ ઓગળી-પીગળીને એક જ ક્ષણમાં સહજ્ આનંદમાં પરાવર્તીત થઇ શકે. ક્યારેક તો, ગમગીન વ્યક્તિનો વાંધો હોવા છતાં, બળ વાપરીને એકી ઝાટકે હાસ્ય તેના હૃદયમાં પેસી જતું હોય છે, અને ગમગીન વ્યક્તિને હસી પડ્યા પછી, ઘણી વાર પછી ખબર પડે કે, પોતાની ગમગીનીનો બોજ ક્યાંક ચાલ્યો ગયો છે !! શોધવા છતાં ય ના જડે, એ રીતે.

    હાસ્‍ય એક મોટી તાકાત છે !!! દેખી ન શકાય પણ અનુભવી શકાય એવી.

    આ અનુભૂતિનો અણસાર આપવા માટેનો ‘અધ્યારૂનું જગત’ નો પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે.

    જીજ્ઞેશભાઇને અભિનંદન.
    – પી. યુ. ઠક્કર
    http://puthakkar.wordpress.com/

  • jjkishor

    તમને ખુબ જ ધન્યવાદ, ભાઈ.

    તમારો મેઈલ મળ્યો ત્યારે જવાબી શક્યો નહતો. પણ આવાં કામ માટે આભાર પણ માનું છું. આવાં સપ્તાહો ઉજવાતાં રહે તેવી
    આશા–શુભેચ્છાઓ.

  • Shah Pravinchandra Kasturchand

    લ્યો,અમે તો રતિલાલ બોરીસાગરનું નામ વાંચીને હસવાનું ચાલુ કરી દીધું.
    હવે ક્યાં અટકશું? અમારા હાથની વાત નથી.લ્યો.મોં પર ગણેશિયું દૈ દીધું.