બરાક ઓબામા અને અમેરીકન સ્વપ્ન 4


ચાર વર્ષ પહેલા હું તમારી સમક્ષ ઉભો રહ્યો અને મેં તમને મારી વાત કહી, વાત કહી એ મેળાપની જે કેન્યાથી આવેલા એક યુવાન અને કાન્સાસની એક યુવતિ વચ્ચે પાંગર્યો. તેઓ બહુ સધ્ધર ન હતા, પ્રખ્યાત ન હતા, પણ એક વાત એ બંને માનતા, કે અમેરીકામાં તેમનો પુત્ર તેના હ્રદયમાં, મનમાં જે ઈચ્છે તે મેળવી શકે છે.

આ એક એવું વચન છે જે અમેરીકાને અન્ય દેશોથી અલગ પાડે છે, કે આકરી મહેનત અને ત્યાગથી આપણામાંના દરેક આપણા પોતાના વ્યક્તિગત સ્વપ્નો મેળવી શકીએ છીએ, અને છતાં એક સાથે એક અમેરીકન પરિવાર બનીને ઉભા રહીએ, એ જોવા કે આપણી આવતી પેઢી પણ તેમના સ્વપ્નો પૂરા કરી શકે.

અને એ જ કારણ છે કે હું આજે અહીં ઉભો છું. કારણકે ૨૩૨ વર્ષો થી, એવા દરેક સમયે જ્યારે આ વચન તકલીફમાં મૂકાય છે, સામાન્ય પુરૂષો અને સ્ત્રિઓ, વિદ્યાર્થીઓ અને સૈનિકો, ખેડુતો અને શિક્ષકો, સફાઈ કામદાર કે પરિચારીકા દરેકમાં તેને જીવંત રાખવાની ધીરજ છે. આપણે એક નિર્ણયાત્મક સમયે મળ્યા છે, એક એવો સમય જ્યારે આપણું રાષ્ટ્ર યુધ્ધમાં છે, અર્થતંત્ર ખાડે ગયું છે અને આ અમેરીકન વચનને ફરી એક વખત પડકાર લેવાનો વખત આવ્યો છે.

આજે ઘણા વધારે અમેરીકનો બેકાર છે, અને બીજા ઘણાં ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે, તમારામાંથી ઘણાએ પોતાના ઘર ખોયાં છે, અને ઘણા પોતાના ઘરની કિંમતોને પડતી જોઈ રહ્યા છે. ઘણા પાસે કાર છે પણ તેને ચલાવવાનું પરવડે તેમ નથી, ક્રેડીટકાર્ડના બિલ ભરવાનું પણ હવે તમને પરવડે તેમ નથી. આ બધા પડકારો સરકારી બનાવટ નથી. પણ તેમની તરફ પગલાં લેવામાં મોડું કરવું એ વોશિંગ્ટનમાં તૂટેલી રાજકારણીય ઈચ્છા અને જ્યોર્જ બુશની ખોટી રીતરસમો છે.

અમેરીકા, આપણે આ છેલ્લા આઠ વર્ષો કરતાં વધુ સારા છીએ, આપણે અત્યાર કરતા એક ઉત્તમ રાષ્ટ્ર છીએ.

આપણે એ સરકાર કરતા વધુ સદભાવ રાખીએ છીએ જે પોતાના નાગરીકોને રસ્તા પર સૂતા રહેવા દે છે અને પરિવારોને ગરીબીમાં સબડતા રહેવા દે છે, જે હાથ જોડીને બેસી રહે છે જ્યારે એક મુખ્ય અમેરીકન શહેર આપણી આંખો સામે પૂરમાં તણાઈ રહ્યું હોય છે.

આ રાત્રે, હું અમેરીકન લોકોને કહું છું, ડેમોક્રેટ કે રીપબ્લિકન કે સ્વતંત્ર લોકો જે આ આખીય મહાન ભૂમી પર વિસ્તરેલા છે, કે બહુ થયું આ ક્ષણે, આ ચૂંટણીઓ આપણા માટે એક તક છે, આ ૨૧મી સદીમાં અમેરીકન સ્વપ્નને જીવતું રાખવાનું, કારણકે આવતા અઠવાડીયે મીનેસોટામાં જે પાર્ટીએ તમને જ્યોર્જ બુશની બે વખતની ગાદી અપાવી તે પાર્ટી તમારી પાસે ત્રીજો મોકો માંગશે. અને અમે અહીં છીએ કારણકે અમે આ દેશને પ્રેમ કરીએ છીએ અને એટલો પ્રેમ કરી શકીએ છીએ કે આવતા ચાર વર્ષોને પાછલા આઠ વર્ષોની જેવા થઈ જાય. ચાર નવેમ્બરે આપણે સૌએ એક અવાજે કહેવું પડશે કે “બસ હવે બહુ થયું.”

કોઈના મનમાં શંકા ન રહેવી જોઈએ. જ્હોન મેક્કેઈન જેમણે આપણા દેશનો યુનિફોર્મ બહાદુરી અને આદરથી પહેર્યો હતો,  અને તેના માટે આપણે તેમનો આદર કરીએ છીએ અને માન આપીએ છીએ. અને આવતા અઠવાડીયે આપણે એવા અવસરો પણ સાંભળીશું કે જ્યાં આપણને જોઈતા બદલાવને આપવામાં તે પોતાની પાર્ટીથી અલગ પડે.

અમેરીકા આપણે હવે પાછા પગલાં નથી ભરી શક્તા. આટલું બધું કામ કરવાનું હોય ત્યારે તો હરગીઝ નહીં, આટલા બધાં બાળકો ભણાવવાના હોય ત્યારે તો બહીંજ, આટલા વૃધ્ધોનું ધ્યાન રાખવાનું હોય ત્યારે કદાપિ નહીં, એક ખાડે જતા અર્થતંત્ર સાથે નહીં, નવા ઉગતા શહેરો માટે નહીં અને ખેતરો બચાવવાના હોય ત્યારે નહીં. લાખો પરીવારોની સુરક્ષા કરવાની હોય ત્યારે નહીં અને આટલા લોકોના જીવન ફરક અનુભવતા હોય ત્યારે નહીં, અમેરીકા, આપણે હવે પાછું ફરી શકીએનહીં. આપણે એકલા ચાલી શકીએ નહીં.

આ સમયે, આ ક્ષણે, આ ચૂંટણીમાં આપણે ભવિષ્ય તરફ પગલાં ભરવાની પ્રતિજ્ઞા લેવાની છે અને આપણે આપણું વચન પાળીએ, અમેરીકન વચન, અને સાહિત્યિક શબ્દોમાં, આપણા ધ્યેયને મજબૂતાઈથી, મૂંઝાયા વગર, એ આશાને જાળવી રાખીએ.


Leave a Reply to Hemal VaishnavCancel reply

4 thoughts on “બરાક ઓબામા અને અમેરીકન સ્વપ્ન