હું ઉપેક્ષિત – પ્રવીણ ગઢવી 6


ગામ છોડીને

શહેરમાં ચાલ્યો

ધર્મ છોડી

ચર્ચમાં આવ્યો

નામ બદલીને

કોર્ટમાં આવ્યો

જાત બદલીને

ઓફિસમાં આવ્યો

તોય,

તમે મને ઓળખી કાઢ્યો,

આંગળી ચીંધીને હસ્યા,

ઘૃણાથી થૂંક્યા

તમે તો જબરા ત્રિકાળજ્ઞાની

વેદપંડિત

શાસ્ત્ર પુરાણી

ગમે તેટલા ગામ બદલું

દેશ બદલું

રૂપ બદલું

નામ બદલું

તોય તમે ઓળખી કાઢો

મારા કપાળે દીધેલા તમે ડામ

 – પ્રવીણ ગઢવી


6 thoughts on “હું ઉપેક્ષિત – પ્રવીણ ગઢવી