નમીએ તુજને વારંવાર – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ 4


પરોઢિયે પંખી જાગીને,

ગાતાં મીઠાં તારા ગાન;

પરોઢિયે મંદિર મસ્જીદમાં,

ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,

સાગર મહીં વસે છે તું;

ચાંદા સૂરજમાંયે તું છે,

ફૂલો મહીં હસે છે તું.

હરતાં ફરતાં કે નીંદરમાં;

રાતે દિવસે સાંજ સવાર,

તારો અમને સાથ સદાયે;

તું છે સૌનો રક્ષણહાર,

દેવ, બનાવી દુનિયા છે તેં,

તારો છે સૌને આધાર;

તું છે સૌનો, સૌ તારા છે,

નમીએ તુજને વારંવાર !

 – ઝીણાભાઈ દેસાઈ ‘ સ્નેહરશ્મિ’


Leave a Reply to vinay margiCancel reply

4 thoughts on “નમીએ તુજને વારંવાર – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

  • Shuchi

    ખુબ સરસ્ ખુબ નાના હતા ત્યારે આ કવિતા એઝ પ્રાર્થના ગાતા હતા, મારિ બેબિને તૈયાર કરવવાનિ પ્રેરના મલિ.. આભાર.

  • Pinki

    reminds olden golden days…….
    zinadada was in our school and
    just yesterday c.n.vidyavihar arranged grand prog.
    for old students and today read his poem. thanks…..

  • Pranav

    જીવનભારતીશાળા, સુરત ના કલાભવન ની ૨૦ વર્ષો પહેલા ની સ્મૃતિ તાજી થઇ.

    ધન્યવાદ.
    પ્રણવ શેઠ
    સાઉદી અરેબિયા.