આલેખવા છે – મુકેશ બોરીચા


ખોળિયાનાં અર્થને ઉકેલવા છે

જીવનાં સંબંધ તો ખંખેરવા છે.

વેદનાથી જે ઠ્સોઠ્સ છે ભરેલા

દર્દના ખાબોચિયા ઉલેચવા છે

વાંજણી ઈચ્છાનાં સર્પો પાળવાને

વાંસળીથી સૂર ઝેરી છેડવા છે.

ફૂલને નાડાછડી બાંધી સુતરની

જીન્દગીના કંટ્કોને ફેંકવા છે

શૂન્યતાની કૂંખે સર્જન જન્મ લે તો

ગીત તેના કંકુથી આલેખવા છે.

– મુકેશ બોરીચા

( ગુજરાત સામયિક, દિવાળી વિશેષાંક ‘૦૮ માંથી સાભાર )


Leave a Reply to ChandrakantCancel reply

0 thoughts on “આલેખવા છે – મુકેશ બોરીચા