લોકસેવા જ ઇશ્વરસેવા – શંકરભાઈ ત્રિ. પટેલ 4


સ્વામી રામતીર્થ જાપાનનો પ્રવાસ કરતા હતા ત્યારે સ્ટીમરમાં તેમને અમેરિકાના એક વૃધ્ધ પ્રોફેસર સાથે ઓણખાણ થઇ. તે પ્રોફસર અગિયાર ભાષાનો અભ્યાસ કરતો હતો. તો પણ તે બારમી ભાષાનો અભ્યાસ કરી રહ્યા હતાં. તે ઉપરથી સ્વામી રામતીર્થે તેને પૂછ્યું ;’તમે આટલી બધી ભાષાઓ તો જાણો છો. હવે આટલી ઉંમરે નવી ભાષા શીખવાની કડાકૂટ શા માટે કરો છો?’

પ્રોફેસરે કહ્યું ‘હું ભૂસ્તરવિદ્યાનો પ્રોફેસર છું. અને એ વિદ્યાનો એક અદભૂત ગ્રંથ રશિયન ભાષામાં છે. એટલે એ ભાષા શીખીને હું એ ગ્રંથનું આધારભૂત ભાષાંતર કરવાની ઇચ્છા રાખું છું.’

સ્વામી રામતીર્થે કહ્યું ‘હવે તમે મૃત્યુને દ્વારે આવી પહોંચ્યા છો. હવે શીખીને શું કરશો? ઇશ્વરનું ભજન કરો.’

પ્રોફેસરે કહ્યું ‘લોકસેવા એ જ ઇશ્વરસેવા છે.’

આ મુશ્કેલ કર્તવ્ય બજાવતાં હું નરકે જાઉં તો પણ ભલે. મને તેની પરવા નથી. મારા દેશબાંધવોને જો સુખ થતું હોય અને મારે હજાર વાર નરકવાસ ભોગવવો પડે તોપણ મને હરકત નથી. આ જન્મમાં લોકસેવા કરવાનો લાભ લેવાનો હક્ક હું છોડનાર નથી.’

જે દેશમાં આવા પ્રોફેસરો શિક્ષણ આપતા હોય તે દેશ ઉન્નત થાય એમાં શું આશ્ચર્ય?

– શંકરભાઈ ત્રિ. પટેલ


Leave a Reply to Naresh RajputCancel reply

4 thoughts on “લોકસેવા જ ઇશ્વરસેવા – શંકરભાઈ ત્રિ. પટેલ