તરફડાટ એટલે – પન્ના નાયક


તરફડાટ એટલે

તમે કહેશો

જલ બહાર આણેલા

કોઈ મીનને પૂછી જુઓ

પણ ઘૂઘવતા ઉદધિની ભીતર

જે

કોરું કોરું તરફડે

એને તમે શું કહેશો?

– પન્ના નાયક


Leave a Reply to Pinki Cancel reply

0 thoughts on “તરફડાટ એટલે – પન્ના નાયક