શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર 2


સાંભળે છે કે!

આંખોમાં આકાશ સમેટાઈ રહ્યું છે.

તારોડિયા, ચાંદો ને સૂરજ બધ્ધાયે બધ્ધા

ઉડીને વડલે ચોંટ્યા છે

ને વડલો જો’તો તળાવડીમાં ઉતર્યો છે.

ને તળાવડીએ ઉગ્યા છે લીલા મોટા વેલા

વેલે ચરે છે વડલાના બગલા

બગલે ભાળી’તી એ તો ભેંસો

એક બપોરે પાણીએ ઉતરી’તે વેલે વેલે

કોણ જાણે ક્યા પેટાળે જઈ પૂગી છે

જો સાંભળ ! મધરાતોનાં

ગજરા ભાંગે એવું બને નહીં હવે

લાગે છે થીજતા જાય છે

અવાજોનાં ટોળાં

શ્વાસોના કિનારે કિનારે હોલવાતી જાય છે

ઝીણેરી આ હથેળીઓની છાપો

ને એમાં છવાતી જોઉં છું

શિયાળુ પવનોની ભીની ભીની શેવાળ

સાંભળ્યું છે ને!

– પીયુષ ઠક્કર


Leave a Reply to JINALCancel reply

2 thoughts on “શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર