અનોખી પ્રામાણિકતા – શંકરભાઈ ત્રિ. પટેલ 5


એડિનબેરોમાં સેન્ડીનામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે દીવાસળીની પેટીઓ વેચી જીવન નિર્વાહ કરતો હતો.

એક વખત તેણે એક ગૃહસ્થને એક દીવાસળીની પેટી વેચાતી આપી. તે ગૃહસ્થ પાસે પરચૂરણ નહોતું. તેથી પેલા છોકરાને એક શિલીંગ આપ્યો.

સેન્ડી તે શિલીંગ વટાવવા ગયો. પેલા ગૃહસ્થે ઘણી વાર રાહ જોઈ પણ તે પાછો આવ્યો નહીં. એટલે કંટાળીને તે ગૃહસ્થ પોતાને ઘરે ગયા.

સાંજે તે છોકરા સેન્ડીનો નાનો ભાઈ રૂબી તે ગૃહસ્થનું ઘર શોધતો શોધતો આવી પહોંચ્યો. તે ગૃહસ્થને તેણે પૂછ્યું, “સાહેબ, મારા ભાઈ સેન્ડી પાસેથી આપે એક દીવાસળીની એક પેટી ખરીદ કરી હતી અને એક શિલીંગ આપ્યો હતો પણ એ શિલીંગ વટાવવા જતા તેને એક ઘોડાએ લાત મારી, એના બંને પગ ભાંગી ગયા છે. અને તે બચે તેમ નથી, વળી અકસ્માતને લીધે તેણે બધા પૈસા પણ ગુમાવ્યા છે, હું આપને માત્ર ચાર પેન્સ આપી શકું એમ છું તો મહેરબાની કરી સ્વિકારી લો. બાકીની રકમ પણ હું જલ્દી આપી દઈશ.”

પેલા ગૃહસ્થને તેની પાસેથી કાંઈ પણ લીધું નહીં, તેમને સેન્ડીની દયા આવી, તેથી તે તરતજ પેલા છોકરા સાથે તેને જોવા ગયા, તે એક ખૂણામાં છોડીયાના ઢગલા પર પડ્યો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને બબડતો હતો, “રૂબી, તારી સંભાળ કોણ રાખશે?…”

પેલા ગૃહસ્થે તેને દિલાસો આપ્યો અને રૂબીની સંભાળ લેવાનું વચન આપ્યું. પેલા છોકરાને શાંતિ થઈ અને તે થોડીક વારમાં મરણ પામ્યો. જખમી થઈ મરણ પામનારા આ નાનકડા ગરીબ છોકરામાંય ઇશ્વરે કેવી પ્રામાણિકતા મૂકી હતી?


5 thoughts on “અનોખી પ્રામાણિકતા – શંકરભાઈ ત્રિ. પટેલ

    • Kalidas V. Patel { Vagosana }

      હીતેશભાઈ,
      નીચે વાદળી અક્ષરોમાં ‘ show Keyboard ‘ તેના ઉપર ક્લીક કરો. તેમાં ગુજરાતી અક્ષરોને અંગ્રેજી આલ્ફાબેટ વાળા કી-બોર્ડથી કેવી રીતે ટાઈપ કરવું તે સમજાવતો કોઠો છે. તે પ્રમાણે — જો ” હિતેશ ” ટાઈપ કરવું હોય તો … hitesha ટાઈપ કરશો તો આપમેળે ગુજરાતીમાં ‘ હિતેશ છપાશે.
      નોંધઃ નીચે … Select Language માં Gujarati ઉપર ક્લીક કરવાનું છે.

      કરો પ્રયત્ન અને આપની પ્રગતિ જરૂર જણાવશો.

      કાલિદાસ વ. પટેલ {વાગોસણા}