ખંડિત સ્વપ્નના અવશેષ – કિસન સોસા


એવા વળાંક પર હવે ઉભો છે કાફલો

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ

અહીંથી હું શ્વેત શ્વેત કાંઈ સ્વપ્ને લચી શકું

અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું

અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું

અહીંથી જવાય ક્ષણ તરફ, અહીથી સદી તરફ

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ

અહીંથી ઉમંગ ઉડતા અવસરમાં જઈ વસું

કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું

અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું

અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ

અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

કિસન સોસા (‘કંકાવટી માસિક’, ૧૯૭૫)


Leave a Reply to વિવેક ટેલર Cancel reply

0 thoughts on “ખંડિત સ્વપ્નના અવશેષ – કિસન સોસા