વિલિયમ્સ બહેનો અને ટેનીસ


વિલિયમ્સ બહેનો કેમ ટેનીસ માં સફળ છે?

ટેનીસ મારી ફેવરીટ ગેમ છે, ક્રિકેટ અને બાસ્કેટ બોલ ને બાદ કરતા ટેનીસ જોવુ જોવુ ખૂબ ગમે છે. માર્ટીના હિંગિસ, સ્ટેફી ગ્રાફ અને નવરાતીલોવા મારી ફેવરીટ પ્લેયર હતી. પણ ટેનીસ જગતમાં સામ્રાજ્ય તો વિલિયમ્સ બહેનો, સેરેના અને વીનસ વિલિયમ્સનું જ ચાલે છે. એક એક્સપર્ટે કહ્યુ હતુ કે આ બંને બહેનો તેમના સમયની બીજી કોઈ પણ ખેલાડી કરતા મજબૂત, ઝડપી અને ચપળ છે. પણ આ બધા પાછળ સૌથી મોટો હાથ તેમના પિતા નો છે જેના વગર આ બધું શક્ય ન હોત.

રિચર્ડ અને ઓરાસીન વિલિયમ્સ પરણ્યા ત્યારે રિચર્ડે તેની પત્ની ને કહ્યું કે તેને પાંચ પુત્રી જોઈએ છે. તેણે ૧૯૭૮માં એક ખેલાડીને ટેનીસ માં ૨૦,૦૦૦ ડોલર જીતતા જોઈ અને તેણે નક્કી કર્યુ કે તેની પુત્રીઓ ટેનીસ ખેલાડી બનશે. પણ તેની ત્રણ પુત્રીઓ આમાં જરાય રસ ન લેતી. ૧૯૮૦માં જન્મ થયો વીનસ નો અને ૧૯૮૧ માં સેરેના નો, હવે તેમને પાંચ પુત્રીઓ હતી અને ટેનીસ રમાડવા માટે બે ઓપ્શન્સ.

રીચાર્ડ વિલિયમ્સ પૈસાદાર માણસ ન હતો. તેને તેની શાળા માં થી સોળ વર્ષેની વયે નીકળી જવુ પડ્યુ હતુ. તેની પત્ની સાથે તેણે કોમ્પટન, કેલીફોર્નીયા માં રહેવાનું શરૂ કર્યુ. આ વિસ્તાર પરિવાર સાથે રહેવા માટે જરાય લાયક ન હતો આ એક જોખમી પગલુ હતું, પણ ટેનીસ કોર્ટ ખરેખર આવા વિસ્તારોમાં જ હતા. રિચાર્ડ પોતે પહેલા ટેનીસ રમતા શીખ્યો, અને પછી તેની પુત્રીઓ જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે તેમને પણ ટેનીસ રમાડવાનું શરૂ કર્યુ.

બંને છોકરીઓ ટેનીસ રમવામાં સારી હતી, વીનસ ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર દસ વર્ષની ઉંમરે આવી. તે સાઉથ કેલીફોર્નિયામાં બાર વર્ષની નીચેના ખેલાડીઓમાં નંબર એક ખેલાડી બની ગઈ હતી. સેરેના દસ વર્ષની નીચેના ખેલાડીઓમાં એક નંબર હતી. રિચાર્ડે વિચાર્યુ કે છોકરીઓ માટે એક સારા કોચ ની જરૂર હતી. પરિવાર હવે ફ્લોરીડા સ્થળાંતરીત થયો અને છોકરીઓને ટેનીસ શાળામાં દાખલ કરાવી. બંને છોકરીઓ દિવસના છ કલાક રમતી, છ દિવસ અઠવાડીયામાં અને આ બધું ભણવા ઉપરાંત…ચૌદ વર્ષની ઉંમરે વીનસ પ્રોફેશનલ ટુર્નામેન્ટ રમતી થઈ ગઈ અને તેની પહેલી પ્રોફેશનલ મેચ જીતી. હવે તે વિશ્વપ્રસિધ્ધ ખેલાડીઓ સાથે ટેનીસ રમતી, તેણે મીડીયાનું ધ્યાન ખેંચ્યુ. તેની હેરસ્ટાઈલ થી તે ઘણી પ્રસિધ્ધ થઈ.

૧૯૯૪ માં રીબોક શૂ કંપનીએ વીનસ ને પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે તેમની વસ્તુઓ માર્કેટ કરવા $ ૧૨ મિલિયન આપ્યા. આ જ વર્ષે સેરેના પણ પ્રોફેશનલ ટેનીસ રમવા માંડી. વીનસ અને સેરેના વિલિયમ્સ આજે વિશ્વના ટોચના મહીલા ખેલાડીઓમાં છે. ઘણી વાર તેમને એક બીજા સામે પણ રમવુ પડ્યુ છે. તો ડબલ્સ મેચમાં ક્યારેક સાથે એક ટીમ બનીને પણ તે રમે છે. આ બંને બહેનો પર્સનાલીટી અને તેમની એક ખેલાડી તરીકેની આવડતમાં એક બીજાને સમાન છે. તેમણે બંને એ તેમના શાળા અભ્યાસમાં સારા ગુણ મેળવ્યા હતા. તેમના માતા પિતા તેમને ભણવા જેટલો જ સમય ટેનીસ રમાડતા. વીનસ ફ્રેન્ચ અને જર્મન ભણી છે, તે ઈટાલીયન શીખવા માંગે છે. તે કવિતાઓ લખે છે અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં ય કામ કરે છે. તે જ્યારે પેરીસમાં હતી ત્યારે તેણે ત્યાં ફ્રેન્ચમાં સ્પીચ આપી હતી. તેઓ હવે તેમના પોતાના ટેનીસ માસિક પણ ચલાવે છે. તેમના મતે જ્યારે તે બંને ની મોટી બહેન યેતુંદે પ્રીસને ટેનીસ કોર્ટની નજીક ગોળી મારી દેવાઈ એ સમય તે બંને માટે ખૂબ કપરો સમય હતો કારણ કે એ મોટી બહેન તેમની સૌથી નજીક હતી અને તેમના માટે પ્રેરણા સ્ત્રોત્ર હતી.

બંને બહેનો હવે કોલેજ કરવા માટે વિચારી રહી છે. વીનસે ડીસેમ્બર ૨૦૦૭ માં ફેશન ડીઝાઈન માં અસોસીયેટ ડીગ્રી મેળવી છે. તેઓ હવે મહાન ખેલાડી છે જેમણે ઘણા મેડલ અને ઈનામો જીત્યા છે. તે હવે ઘણા પૈસા કમાઈ ચુકી છે. સેરેના ની ઓફીશીયલ વેબસાઈટ અહીં છે જ્યારે વીનસની ઓફીશીયલ વેબસાઈટ છે અહીં. તેઓ જગપ્રસિધ્ધ છે.

શું તમે કહી શકો કે બંને બહેનો માં થી કોણ વધારે સારી ખેલાડી છે?


Leave a Reply to Harsukh Thanki Cancel reply

0 thoughts on “વિલિયમ્સ બહેનો અને ટેનીસ

  • Harsukh Thanki

    બંને બહેનોમાંથી કોણ વધુ સારું રમે છે એ કહેવું મુશ્કેલ છે. તેમની પાવરફુલ સર્વિસ તેમનું શસ્ત્ર છે.

  • Nirlep Bhatt

    Good to know about this jewels of tennis fraternity….I am “fan forever” for Staffi Graf & Sharapova. In male I would prefer Sampras & Nadal