ગુર્જર લડત – આરક્ષણ આપો છો કે પછી…?


આજકાલ રાજસ્થાનનો ગુર્જર સમાજ છવાયેલો છે, …..કોઈ પણ સભ્ય સમાજમાં અવિકસિત લોકોને સમાન તક મળે અને તે સમાજના અન્ય પ્રગતિશીલ લોકો સાથે સુમેળ સાધીને રહી શકે એ જ દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજના લોકોનું ધ્યેય હોવુ ઘટે. પણ આરક્ષણ માટેની આ લડત એ ખરેખર સાચા રસ્તે છે? પછાત વર્ગ માં ગણના માટે તેમની આ લડત તદન બ્લેકમેઈલીંગ કરનારી અને અસ્થાને છે…..હોઈ શકે કે ભારતમાં વર્ણ વ્યવસ્થાને લીધે અમુક લોકો વિકાસ અને સમાજની મુખ્ય ધારા થી દૂર રહી ગયા છે અને તેમને આગળ આવવા માટે તક મળે એ આપણા સૌની ઈચ્છા હોય, પણ શું અત્યારે રાજસ્થાન જે વાતની સાક્ષી પૂરાવી રહ્યું છે એ લડત ખરેખર સાથ આપવા લાયક છે?

કોઈપણ સભ્ય સમાજ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લઈને અમારી ફલાણી માંગ પૂરી ના કરો ત્યાં સુધી ફલાણા ફલાણા કામ અને શહેર બંધ રહેશે એ રીત શું યોગ્ય છે? વળી ગુર્જર સમાજના છ થી સાત સભ્યો વિધાન સભામાં છે જ્યારે તેમને આરક્ષણ ન આપવાની હિમાયત કરનારા મીણા સમુદાયના લગભગ એકવીસ સભ્યો વિધાનસભા માં છે એટલે ગુર્જરોની માંગ સ્વીકારવી એ વસુંધરા રાજે સરકાર માટે રાજકીય આપઘાત છે….જેથી તે કોઈ પણ પગલા લેતા ખચકાય છે. ગુર્જર સમાજ ફક્ત રાજસ્થાન પૂરતો સિમીત નથી અને અન્ય ઘણા રાજ્યો માં તેમને આરક્ષણ મળેલુ છે, તેઓ એસ ટી દરજ્જા માટે આ લડત આપી રહ્યા છે એ ફક્ત ભાજપ કે વસુંધરા રાજે માટે જ નહીં પણ ભારતના ભવિષ્ય માટે પણ લાલ બત્તી છે, કાલે સવારે બીજી દસ આવી જાતીઓ ઉભી થશે અને કહેશે કે અમેય પછાત છીએ, અમને ય આરક્ષણ આપો…..તો આપણી સરકાર કે સમાજ પાસે એવી કઈ માપપટ્ટી છે જેનાથી એ નક્કી કરશે કે આ પછાત વર્ગ છે અને આમને આરક્ષણ ની જરૂર છે…સમાજના માળખામાં શું આરક્ષણ એ જ ફક્ત એવી બાબત છે જેનાથી તેમનો વિકાસ પાકો થઈ જશે, શું આરક્ષણ આપવાથી એ જાતી સમૂગળી ઉંચી આવી જશે?

મારા મતે આપણી સરકારે આવા આરક્ષણના તૂત કાઢી નાખવા જોઈએ, જે પ્રભાવશાળી અને યોગ્ય હશે તે આપમેંળે પોતાની મહેનતે આગળ આવશે જ…..પહેલેથી જ તેમને ટેકો આપીને નિર્બળ બનાવવાનું શું આપણે બંધ ના કરી શકીએ?

 – જીગ્નેશ અધ્યારૂ


Leave a Reply to Harsukh ThankiCancel reply

0 thoughts on “ગુર્જર લડત – આરક્ષણ આપો છો કે પછી…?

  • Kartik Mistry

    પંજાબમાં જે થયું (ખાલિસ્તાન અને ઓપરેશન બ્લ્યુસ્ટાર) એવું ન કરવું હોય તો ગુર્જરોની માંગ સ્વિકારવી ન જોઇએ. હરસુખભાઇની વાત સાચી છે કે હવે કોઇનાથી કંઇ થઇ શકે તેમ નથી..

  • સુરેશ જાની

    સિમીત
    આરક્ષણ ની જરૂર છે…
    બીજી દસ આવી જાતીઓ
    અમને ય આરક્ષણ
    એ જાતી સમૂગળી ઉંચી

    જોડણી દોશ ખુંચ્યા…
    જોડણીકોશ સાથે રાખીને લખતા હો તો?

  • Harsukh Thanki

    દેશમાં અનામતનો મુદ્દો એ સ્તરે પહોંચી ગયો છે કે તેમાં હવે કોઇનાથી કશું જ થઈ શકે તેમ નથી. જ્યાં સુધી મતોનું રાજકારણ છે ત્યાં સુધી સમાજકારણે તે સહન કરતા રહેવું પડવાનું છે. ગુજ્જરોનું જે આંદોલન ચાલી રહ્યું છે તે અંગે કોઈ રાજકીય પક્ષ કંઈ બોલે છે ખરો?