કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 5 10


કેટલીક કામની અને બહુ નહીં જાણીતી એવી વેબસાઈટસ વિષે લખવાની આ કડીઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે…ખાસ કરીને  Some Wonderful Websites – Part IV અને Some Wonderful websites – Addictive -Part-III ને અત્યંત સરસ પ્રતિભાવ મળ્યા છે. આજે આ જ સીરીઝમાં પ્રસ્તુત છે કેટલીક આવી જ કામની પણ નહીં જાણીતી વેબસાઈટસ…

1.

//adhyaru.wordpress.com suggests newseum

તમે કોઈ પણ સવારે છાપા માં પહેલા શું જુઓ છો?……સ્વાભાવિક છે પહેલુ પાનું….પેપરનું પહેલુ પાનું જ તેનો USP હોય છે….અહીં છે આવી જ એક સાઈટ જે તમને આપે છે દુનિયાભરના વર્તમાનપત્રોના પહેલા પાના…..જો તમને વધારે વાંચવાની ઈચ્છા હોય તો જમણી બાજુ ઉપરની તરફ વેબસાઈટ લીંક હોય છે જ્યાંથી તમે તે પેપરની પબ્લીશ થયેલી ઈ-પેપર કોપી વાચી શકો…જૂના પેજ શોધવા માટે આર્કાઈવ કરેલા પેજીસનું લીસ્ટ પણ છે…

દાખલા તરીકે જો તમારે ૯/૧૧ પછીના દીવસના પેપર્સના ફ્રન્ટપેજીસ જોવા હોય તો અહીં તે આર્કાઈવ કરેલા છે.

આવીજ રીતે જો તમારે જોવા હોય પેપરના પહેલા પાના જ્યારે અમેરીકાએ ઈરાક પર એટેક કર્યો તો તે અહીં આર્કાઈવ કરેલા છે

અને કોલંબીયા સ્પેશ શટલ દુર્ઘટના વિષેના પેપર ફ્રન્ટ પેજ અહીં આર્કાઈવ કરેલા છે.

2.

http://adghyaru.wordpress.com

પોપ્યુલર વિશ્વ મ્યુઝિક સાંભળવા અને તમારા પોતાના ગીતો મિત્રો સાથે શેર કરવા માટે આ એક સરસ વેબસાઈટ છે. સાથે તમે ફોટો, વીડીયો પણ શેર કરી શકો છો અને અન્ય લોકોના પ્લે-લીસ્ટસ અને અપલોડ જોઈ શકો છો….

3.

UNIT CONVERTOR

જૂનું વર્ઝન કે નવું વર્ઝન, બંને ખૂબજ ઉપયોગી છે અને બન્ને માં અસંખ્ય જુદા જુદા UNIT ને કન્વર્ટ કરવાની ક્ષમતા છે. મને આ ખૂબજ ગમ્યુ….અહીં ક્લિક કરીને આપ ડાઊનલોડ કરી શકો છો એક્સેલ ફોર્મેટમાં બનાવેલ સ્પ્રેડ શીટ જેમાં યુનિટ કન્વર્ઝન ફેક્ટર્સ સ્ટોર કરેલા છે.

4.

SCIENTIFIC CALCULATOR

 સાયન્ટીફીક કેલ્ક્યુલેશન માટે આ ખૂબજ ઉપયોગી છે અને ફીઝીકલ કેલ્ક્યુલેટર જેવું જ ઉપયોગી ઓનલાઈન ટૂલ છે.

આશા છે આપને આ બધી વેબસાઈટસ ગમશે…..અને આ માહિતિ ઉપયોગી થશે…..
જો આપને જોઈતી હોય કોઇ સ્પેશીયલ યૂઝ માટેની વેબસાઈટ તો કોમેન્ટ માં મને જણાવો…

આ પહેલા મૂકેલી  પોસ્ટસ…..Some Wonderful Websites Part II &  Some Wonderful Websites….. વાંચી કે નહીં?

પ્રતિભાવો / સૂચનો સદા આવકાર્ય છે…

– Jignesh Adhyaru


Leave a Reply to B I R E NCancel reply

10 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 5