મારી પ્રેયસી નું નામ . . . – જીગ્નેશ અધ્યારૂ 5


 

મારી પ્રેયસી

મારી પ્રેયસી, મારી પ્રિયતમા…

સવાર હોય કે સાંજ, દીવસ હોય કે રાત, ચાહે ખુશી હોય કે દુઃખ અને ચાહે તનહાઈ હોય કે ઘોંઘાટ, એ મારી ચારો તરફ છે. તે દરેક સમયે મારા હ્રદયની નજીક છે. જ્યારે હું વિચારૂ છું ત્યારે એ મારી કલ્પના છે, જ્યારે હું કાંઈક જાણવા માંગુ છું તો એ મારી જીગીષા છે. જ્યારે મારે કાંઈક મેળવવુ હોય તો એ મારી આકાંક્ષા છે, તમન્ના છે પણ જ્યારે કોઈ અવાજ આવે છે તો એ મારી ધ્વની છે. જ્યારે હું કાંઈક અનુભવું છું તો એ મારી ભાવના છે.

જ્યારે હું કોઈને પ્રેમ કરૂં છું તો એ મારી સ્નેહા છે, પ્રીતી છે. જ્યારે હું લખું છું તો એ મારી રચના છે, કવિતા છે, આકૃતિ છે.હું નજર ઝુકાવું છું તો એ મારી ધરા છે, ધરતી છે, ઊર્વિ છે, ભૂમી છે, જ્યારે હું ઊપર જોઊં છું તો એ મારી કીરણ છે. આંખો ખોલું છું તો એ મારી પલક છે અને આંખો બંધ કરૂં છું તો એ મારી સપના છે. દિવસના અજવાળામાં એ મારી રશ્મી છે, રાતના અંધારામાં એ મારી જ્યોતિ છે. ચંદ્રને જોઊં તો એ મારી ચાંદની છે, તો તારાઓમાં એ મારી રોશની છે. ચંદ્ર પૂરો હોય તો એ મારી પૂનમ છે, અમાસમાં એ મારી કાજલ છે. આ ફૂલોને જોઊં તો એ મારી જાસ્મીન છે, ચમેલી છે, મધુમતી છે. પતઝડમાં એ મારી વાસંતી છે. હું ચલચિત્રો જોઊં છું તેમાં એ જ મારી માધુરી છે, અમૃતા છે, દીપીકા છે, રાની છે, પ્રીતી છે, કરીના છે, એ જ મારી કરીશ્મા છે, એ જ મારી સેલીના છે, એ જ મારી હેમા છે, એ જ મારી જયા છે, એ જ મારી ઐશ્વર્યા છે, એ જ મારી સુસ્મિતા છે. ક્યારેક એ મારી મનીષા છે તો ક્યારેક તનીષા, ક્યારેક એ મારી ઊર્મીલા છે તો ક્યારેક એ મારી શિલ્પા છે. ક્યારેક એ મારી માયા છે તો ક્યારેક એ મારી છાયા છે. જ્યારે હું કોઈકની રાહ જોઊં છું તો એ મારી પ્રતિક્ષા છે, અને જ્યારે કોઈ પ્રતિક્ષા નથી તો એ મારી તૃપ્તી છે. જ્યારે હું કોઈ છોકરીને જોઊં છું તો એ જ પાયલ છે, એ જ બીંદીયા છે, એ જ માલા છે અને એ જ કંગના છે. જ્યારે હું કૃષ્ણ હોઊં છું તો એ મારી રાધા છે, ગોપી છે, રૂક્મણી છે. જ્યારે હું રામ હોઊં છું ત્યારે એ મારી સીતા છે.

જ્યારે હું ઈતિહાસના પાના પલટાવું છું તો એ મારી લૈલા છે, હીર છે, જૂલીયેટ છે. હું મંદીરે જાઊં છું તો એ મારી પૂજા છે, વંદના છે, અંજલી છે, શ્રધ્ધા છે, આસ્થા છે, આરતી છે. હું ભગવાન પાસે જ્યારે માંગુ છું ત્યારે એ મારી અર્ચના છે. આ જીવનમાં એ જ મારી કીર્તી છે, કામીની છે, આ જગતમાં એ જ મારી ખ્યાતી છે, નીતી છે વધારે શું કહું મિત્રો, એ જ મારી આશા છે, એ જ મારી ચેતના છે. હોલીવુડના ચલચિત્ર જોઊં છું તો એ જ મારી એન્જેલીના છે, એ જ મારી કેટ છે, જેનીફર છે, બેરીમૂર છે, ડેમી છે, એ જ મારી શકીરા છે, કાયલી છે, બ્રીટની છે. ટેનીસ રમતો હોઊં છું ત્યારે એ જ મારી મારીયા છે, સાનીયા છે, માર્ટીના છે. ક્યારેક એ મારી સ્વીટી છે તો ક્યારેક એ મારી પીન્કી છે. ક્યારેક એ મારી મોના છે તો ક્યારેક એ મારી સોના છે.

બસ મિત્રો હું જેને પ્રેમ કરૂં છું તેનું નામ પૂછવાનું જ બાકી છે……..


Leave a Reply to piyushCancel reply

5 thoughts on “મારી પ્રેયસી નું નામ . . . – જીગ્નેશ અધ્યારૂ