એડોલ્ફ હિટલરની આત્મકથા – મેન કેફ 1


અડચણોને વટાવવાનો દ્રઢ નિશ્વય મેં કરી લીધો હતો. એ દરમિયાન મારા મગજમાં મારા પિતાની છબી સતત દેખાતી રહી. તેઓ એક ગ્રામીણ મોચીના પુત્ર હતા, તેમના પ્રયત્નોએ તેમને શાસકિય અધિકારીના હોદ્દા સુધી તેમને પહોંચાડી દિધા હતા. હું તો સારી સ્થિતિમાં હતો અને સંઘર્ષમાં સફળ થવાની શક્યતા વધારે હતી. તે સમયે મારા જીવનમાં મારી સ્થિતિ ઘણી અપ્રિય લાગી. પરંતુ આજે મને તેમાં નિયતિનું વિદ્રતાપૂર્ણ કાર્ય નજરે આવી રહ્યું હતું. ભાગ્યની દેવીએ મને જકડી લીધો અને ઘણી વાર મને કચડી નાખવાની ધમકી આપી. પરંતુ જેમ જેમ અડચણો વધવા લાગી. મારો વિશ્વાસ મજબુત થતો ગયો અને અંતે જીત દ્રઢ વિશ્વાસની થઈ.

હું જીવનના એ સમયનો આભારી છું, કારણ કે તેણે મને મજબુત બનાવી દિધો હતો, જેટલો મજબુત હું આજે છું. હું વધુ તો એટલા માટે આભારી છું કે આ પ્રકારે મેં એક આરામદાયક જીવનના ખાલીપણાથી મારી જાતને બચાવી લીધી અને એક માના લાડલા દિકરાને માથી છિનવીને મુશ્કેલીઓને હવાલે કરી દેવાયો. જાણે કોઈ બાળક એક માથી છિનવીને બીજી માને હવાલે કરવામાં આવ્યો હોય. જો કે તે સમય મેં મારી નિયતિને વધુ મુશ્કેલ માનીને તેના વિરૂદ્ધ વિદ્રોહ કરી નાંખ્યો હતો. પરંતુ હું એ વાતનો આભારી છું કે મને દુઃખ અને ગરીબીની દુનિયામાં ફેંકી દેવાયો. અને આ રીતે હું એ લોકોને જાણી શક્યો જેમની સાથે મારે આગળ લડવાનું હતું. એ વખતે બે ખતરાઓ પ્રત્યે મારી આંખો ખુલી ગઈ. અત્યાર સુધી હું તેમના નામ પણ બરાબર જાણતો નહોતો અને એ વાતનો જરા પણ આભાસ નહોતો કે જર્મન લોકોના અસ્તિત્વને જોતા તે બંને કેટલા ભયાનક છે. તે બે ખતરા હતા માર્ક્સવાદ અને યહુદીવાદ.

ઘણા લોકો માટે વિએનાનું નામ ઉલ્લાસ અને ખુશમિજાજ માનવોની ઉત્સવની ભુમિનું પર્યાય છે. મારા માટે તે જીવનના સૌથી દુઃખદ કાળની તે એક જીવતી જાગતી યાદ છે. આજે પણ તે શહેરનો ઉલ્લેખ માત્ર મારા મનમાં નીરાશાનો ભાવ જગવે છે. પરજીવીઓના એ શહેરમાં ગરીબીના પાંચ વર્ષ. પાંચ વર્ષ, પહેલા છૂટક મજૂર અને પછી સામાન્ય પેઈન્ટર તરીકે મને રોજી રોટી માટે પ્રયત્ન કરવો પડ્યો.

કમાણી પણ નામમાત્રની, જે આ ભુખને શાંત કરવા માટે સક્ષમ નહોતી એમ મને સતત લાગતું હતું. ભુખ મારી વફાદાર સંરક્ષક હતી, જે ક્યારેય મારો સાથ છોડતી નહોતી, પણ મારી દરેક ગતિવિધિમાં ભાગ લેતી હતી. મેં ખરીદેલા દરેક પુસ્તકનો અર્થ હતો ભુખનું નવીનીકરણ અને ઓપેરા (સંગીત નાટક)માં જવાનો અરથ હતો આવનારા કેટલાક દિવસોમાં મારા તે મિત્રની દખલ.

હું મારા આ સહાનુભુતિવિહીન મિત્રની સાથે સંઘર્ષરત રહ્યો. તો પણ એ ગાળામાં મેં જે કંઈ શીખ્યું તે હું ક્યારેય શીખ્યો નહોતો. વાસ્તુશીલ્પનું અધ્યયન તથી ક્યારેક ઓપેરા દર્શન (જેના માટે મારે ભોજનથી વંચિત રહેવું પડતું હતું.) સિવાય હું માત્ર પુસ્તકો પસંદ કરતો હતો. ત્યારે હું ખૂબ જ વાંચતો હતો અને જે વાંચતો તેના પર ઉંડાણપૂર્વક વિચારતો. કામ પછી બધો જ સમય વાચન માટે સમર્પિત હતો. આ રીતે કેટલાક વર્ષોમાં મેં જ્ઞાનનો સારો એવો ભંડાર એકઠો કર્યો, જે આજે પણ મારા માટે ઉપયોગી પૂરવાર થાય છે. તેનાથી પણ વધુ મહત્વની વાત એ હતી કે તે વર્ષો દરમિયાન મારા મનમાં જીવન અને વિશ્વ પ્રત્યે એક નિશ્વિત દ્રષ્ટીકોણે જન્મ લીધો. એ સમય મારા વ્યવહારનો ઠોસ આધાર બન્યો.

ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં થોડો જ વિસ્તાર થયો છે અને કંઈ ખાસ પરીવર્તન થયું નથી. તેનાથી વિરૂદ્ધ આજે હું માનું છું કે યુવાન અવસ્થામાં જ વ્યક્તિ સર્જનાત્મક ચિંતનનો પાયો તૈયાર કરે છે. હું ઉંમરથી ઉપજેલી સમજણ અને યુવાન અવસ્થાની સર્જનાત્મક વિશિષ્ટ પ્રતિભાને જુદા માનું છું. ઉંમરથી ઉપજેલી સમજણ તો એક લાંબા જીવનકાળના અનુભવો પર આધારીત ગાંભીર્ય અને દિર્ધદ્રષ્ટીથી ઉપજે છે.

બીજી તરફ યુવાન અવસ્થાની સર્જનાત્મક પ્રતિભા વિચારો રૂપે ખીલે છે. તેની ઉર્જા અનંત હોય છે અને આ વિચારોને તાત્કાલીક અમલમાં મુકવા મુશ્કેલ છે. કારણ કે તેના વધુ પડતા પ્રમાણને લીધે વ્યક્તિ એ નક્કી નથી કરી શકતો કે શેનો અમલ પહેલા કરે. આ વિચાર ભવિષ્યના માટે નિર્માણ સામગ્રી તથા માનચિત્ર પર કામ કરે છે. તેમાંથી જ પત્થર લઈને ઈમારતનું નિર્માણ થાય છે, તેના માટેની શરત એ છે કે ઉંમર દ્રારા મળેલી કહેવાતી સમજણે યુવાન અવસ્થાની સર્જનાત્મક પ્રતિભાનું ગળું ઘોંટી નાંખ્યું ન હોય.

ઘરે પોતાના માતાપિતા સાથે હું જે જીવન જીવતો હતો. તે અન્ય લોકોથી અલગ નહોતું. હું કોઈ ડર વિના આવતીકાલ નીહાળતો હતો અને સામાજીક સમસ્યા જેવી કોઈ વસ્તુ નહોતી. જેમની વચ્ચે મેં મારૂં જીવન ગુજાર્યુ તે આર્થિક રીતે પછાત વર્ગના લોકો હતા. તેથી તે સંસારનો, મજૂરી કરનારા લોકો સાથે બહુ ઓછો સંપર્ક હતો. પ્રાથમિક દ્રષ્ટીએ એ વાત આશ્વર્યજનક લાગી શકે છે, પરંતુ સત્ય એ છે કે જે ખીણ મજૂર વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને જુદી પાડે છે, તે લોકો વિચારે છે તેનાથી વધુ ઉંડી હોય છે. આ વર્ગ વિભાજનને લગભગ શત્રુતાનું નામ આપી શકાય. તેની પાછળ એવા લોકોનો ડર છુપાયેલો છે જે હમણા જ મજૂર વર્ગથી ઉપર આવ્યા છે.

તેને સતત એવો ડર લાગે છે કે ક્યાંક તે તેની જૂની સ્થિતિમાં ન પહોંચી જાય અને તેનું વર્ગીકરણ મજૂરો સાથે ન કરવામાં આવે. તે નિમ્ન વર્ગની સાંસ્કૃતિક દરદ્રતા અને એકબીજા સાથેનો ઉજ્જડ વ્યવહાર કરવો ધૃણાસ્પદ કાર્ય છે. તેથી જે લોકો સામાજીક સોપાનની પહેલી સીડી પર ઉભા છે અને જીવન સ્તર તથા સાંસ્કૃતીક સ્તર સાથે કોઈ સંપર્ક નથી ઈચ્છતા, જેમાંથી તેઓ હાલમાં જ પસાર થયા છે.

આ જ કારણ છે કે નિમ્નતમ સામાજીક સ્તરના લોકો સાથે મેળાપ આ લોકોની તુલનામાં વાસ્તવિક ઉચ્ચ વર્ગના લોકો માટે આસાન હોય છે. જેણે તેનું સામાજીક સ્તર ઉંચું ઉઠાવ્યું છે તે જે સંઘર્ષમાંથી પસાર થયો છે, તે તેની સામાન્ય માનવીય સંવેદના નષ્ટ કરી નાંખે છે. અસ્તિત્વ માટેની તેની લડાઈ પાછળ છૂટી ગયેલા લોકોની પીડા પ્રત્યેની સંવેદનશીલતાની હત્યા કરી નાંખે છે. આ દ્રષ્ટીએ નીયતિ મારા પ્રત્યે દયાળુ હતી. પરીસ્થીતીએ મને દરીદ્રતા અને આર્થિક અસુરક્ષાનો સામનો કરવા મજબુર કર્યો. જેને મારા પિતા તેમની યુવાન અવસ્થામાં જ પાછળ છોડી ચૂક્યા હતા. આ રીતે સંકીર્ણતાવાદ શિક્ષણની પટ્ટી મારી આંખો પરથી હટી ગઈ. હવે હું પહેલીવાર મનુષ્યની માફક જીવતા શીખ્યો. મેં દેખાડાની જગ્યાએ ઉજ્જડ વ્યવહાર અને વ્યક્તિત્વના વાસ્તવિક આંતરીક સ્વભાવમાં તફાવત કરવાનું શીખ્યું.

– એડોલ્ફ હિટલરની આત્મકથા ‘મેન કેફ’માંથી સાભાર


આપનો પ્રતિભાવ આપો....

One thought on “એડોલ્ફ હિટલરની આત્મકથા – મેન કેફ