પ્રેમ-લગ્ન means Happily Married…:-)


એક વાર એક પરણીત યુગલ તેમની લગ્ન ની ૨૫મી વર્ષગાંઠ ઉજવતા હતા….આ ૨૫ વર્ષ દરમ્યાન તેઓ એકપણ વાર નહીં ઝઘડવા માટે પ્રખ્યાત હતા. તેમની ૨૫મી લગ્નતિથી ઉજવવા માટે ધણા મીડીયાના પ્રતિનિધિઓ આવ્યા હતા, તેમણે એ માણસને તેમના આ સુખી લગ્નજીવન વિષે પૂછ્યું…

એક રીપોર્ટરે પૂછ્યું “સાહેબ, લગ્નજીવનમાં નાના મોટા ઝધડા તો થયાજ કરે છે…તો તમે એકપણ લડાઈ વગરનું સુખી લગ્નજીવન કઈ રીતે મેળવ્યું?

પતિએ તેમના હનીમૂનના દીવસો યાદ કરતા કહ્યું “અમે અમારા હનીમૂન માટે મહાબળેશ્વર ગયા હતા. એકવાર તેણે ઘોડેસવારી કરવાનું પસંદ કર્યું.

તેનો ઘોડો થોડો અળવીતરો હતો., તેણે ઘોડેસવારી શરૂ કરી….ઘોડો થોડો ઊછળ્યો અને એ જમીન પર પડી ગઈ.

ઊભા થઈને ઘોડાને થપથપાવતી એ બોલી

“આ તારી પહેલી ભૂલ હતી ડીયર…”

તે તરત પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, આ વખતે તો તેને થોડુ ધણું વાગ્યું પણ ખરું.

“આ તારી બીજી ભૂલ હતી…”તે બોલી.

તે પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, તેણે ઊભા થઈને પોતાના પર્સ માંથી બંધૂક કાઢીને ઘોડાને શૂટ કરી દીધો…

“આ શું ગાંડપણ છે? તું પાગલ થઈ ગઈ છો કે શું?” મેં મારી પત્ની ને ખીજાતા કહ્યું “આમ આ મૂંગા પ્રાણીને થોડુ મારી નખાય?”

તેણીએ ખૂબજ શાંતિ થી મારી સામે જોયું અને મને કહ્યું “આ તારી પહેલી ભૂલ હતી ડીયર…”

“બસ, WE ARE HAPPILY MARRIED EVER AFTER…..”

– જીગ્નૅશ અધ્યારુ.


Leave a Reply to readsetuCancel reply

0 thoughts on “પ્રેમ-લગ્ન means Happily Married…:-)