બે સમાંતર રેખાઓ – જીગ્નેશ અધ્યારૂ


બે સમાંતર રેખાઓની જેમ, મારો તારા માટેનો પ્રેમ…
અને તારો મારા માટે…બસ ચાલ્યો જ જાય છે

નદીના બે કીનારાની જેમ, આપણે મળી શકવાના નથી
અને એની ધારાની જેમ, પ્રેમ બસ વહ્યે જ જાય છે

સહરાના રણ માં હમસફર, તારી જ પ્યાસ છે મને
પણ ઝાંઝવા, તને જોઈને, ચાહ બસ વધ્યેજ જાય છે

અંતરના ઊંડાણોમાં બીજુ કોઈ નથી પણ તું જ છે.
તું જ મને સમજાવ આ પ્રેમ નથી તો શું છે?

મનમાં, હ્રદયમાં, આંખોમાં ને શ્વાસોમાં
જાણે અજાણે તું બસ વસ્યે જ જાય છે.

અંતિમ ઈચ્છાઓનો ભાર હવે, ખાલી હ્રદય નહીં સહી શકે
સાથ જો તારો મળી જાય તો જીવન, જીવ્યા જેવું થાય છે.

 – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “બે સમાંતર રેખાઓ – જીગ્નેશ અધ્યારૂ

  • સુરેશ જાની

    તમારી પાસે ભાવ છે, પણ છંદમાં લખવાની કોશીશ કરો. સારું અછાંદસ લખવું તો તેથી પણ કઠણ હોય છે, તેમ તજજ્ઞો કહે છે.