ખુશ રહો… 5


જીંદગી છે બહુ નાની તો પળ પળ માં ખુશ રહો…
ઓફીસમાં ખુશ રહો, ઘર માં ખુશ રહો…

આજે પનીરની સબ્જી નથી તો દાલ ફ્રાય માં ખુશ રહો…
રોટી છે થોડી કાચી તો પાપડમાં ખુશ રહો…

આજે દોસ્તો નો સાથ નથી તો ટી.વી. માં ખુશ રહો…
કોઈ પ્યારુ નથી પાસે તો ફોન કરીને ખુશ રહો…

આજે કોઈ નારાઝ છે તો તેના આ અંદાઝમાં ખુશ રહો…
જેને જોઈ નથી શક્તા એના અવાજ માં ખુશ રહો…

જેને મેળવી નથી શક્યા એની યાદમાં ખુશ રહો
કોઈને છે ફરીયાદ, એની ફરીયાદમાં ખુશ રહો…

ગઈકાલ તો જતી રહી, આજ ને કાલ માં ખુશ રહો
ઊપરવાળો જે હાલમાં રાખે એ હાલમાં ખુશ રહો…

સાથે જે છે એના સાથ માં ખુશ રહો,
હાથ માં જેનો હાથ છે એના હાથ માં ખુશ રહો
ભલે ઘણા હમસફર રસ્તે છોડી ગયા પણ
તમારા પોતાના સંગાથ માં ખુશ રહો…


5 thoughts on “ખુશ રહો…

  • HEMANT SHAH

    ખરેખર સરસ વાચી ને ખુશી થઈ ખુશ રહો….ખુશ રહો…ખુશ રહો

  • hemant Vaidya

    સાવ સાચી વાત. બહુ જ સરસ રચના.
    ખરેખર ખુબ જ સરસ …ખુશ રહો ..ખુશ રહો..

    હેમન્ત વૈદ્ય……….

  • જાવેદ વડીયા

    પ્રિય મિત્ર જિગ્નેશ !!!!!

    આજે પનીરની સબ્જી નથી તો દાલ ફ્રાય માં ખુશ રહો…
    રોટી છે થોડી કાચી તો પાપડમાં ખુશ રહો…

    ખરેખર ,તમારી ઉપરની પંકતી વાચીને આપણી PSl કેન્ટીનની યાદ તાજી કરાવે છે.

    તમારી ઉપરની કાવ્ય રચના તામારા દિન પ્રતિદિન વિચારોનુ આચમન કરાવે છે.

    ખરેખર ખુબ જ સરસ …ખુશ રહો ..ખુશ રહો..

    જાવેદ વડીયા.

  • મગજના ડોક્ટર

    સાથે જે છે એના સાથ માં ખુશ રહો,
    તમારા પોતાના સંગાથ માં ખુશ રહો…
    જેને જોઈ નથી શક્તા એના અવાજ માં ખુશ રહો…
    ઊપરવાળો જે હાલમાં રાખે એ હાલમાં ખુશ રહો…
    ખુશ રહો… ખુશ રહો… ખુશ રહો… ખુશ રહો…

  • સુરેશ જાની

    ભલે ઘણા હમસફર રસ્તે છોડી ગયા પણ
    તમારા પોતાના સંગાથ માં ખુશ રહો…

    સાવ સાચી વાત. બહુ જ સરસ રચના.

    કોઈ આપણી સાથે રહે કે ન રહે, કર્મને ત્યજો નહીં. પ્રવાહની વીરુધ્ધ તરનારા જ પરીવર્તન લાવી શકે છે.