સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી….


એક સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી….

આધુનીક યુગ આવી ગયો છે તો સુધારીએ,
વિચારોના વમળમાં ફસાયો માનવી, ખૂંટ્યા વાડીયું માં પાણી,

ઘટી રહી જંગલમાં ઝાડીઓ, સેંજળ વહેતી નદીઓ સૂકાણી,
વધી જરુરીયાત વધ્યો બગાડ પાણીનો

ધરતીપુત્ર ધ્રુજી ગયો કમ થઈ છે કમાણી,
તો સજ્જનો આ બાબતનું ચિંતન કરીએ, સમૂહ માં શક્તિ સમાણી,

વ્યસન છોડી પૈસા બચાવો એ આરોગ્યની વાત જાણી,
નિરોગી સંતાનો જોઈ ભારતમાતા હરખાણી,

શિક્ષણે સમ્રુધ્ધ કરીએ સંતાનોને, પરીશ્રમની કરીએ કમાણી,
મહેનતના ફળ મીઠા એ વાત શાસ્ત્રોમાં થી જાણી,

સભ્યતાથી રાખીએ વર્તન તો સુધરશે વર્તન અને વાણી,
નિર્મળ રાખીએ તનને મન, નિર્મળ વાણી ને પાણી,

આ વાત વિનંતી સાથે આપને કહેવાણી,
વાત છે આપણા હિતની પણ માનવ સમાજની વાત સમાણી.

આપનો પ્રતિભાવ આપો....