વોલપેપર 3


ઘણાં લાંબા સમયથી ચાલી રહેલો ગુજરાતી વોલપેપરનો આ વિચાર આખરે આજથી અમલમાં મૂકી શકાયો છે. ગુજરાતી ભાષામાં વિચારકણિકાઓ, શે’ર અથવા કાવ્યપંક્તિઓ વગેરે સાથે રોટેટર માટે ઈમેજ બનાવવાનું મૃગેશભાઈ સાથે ૨૦૦૮માં શરૂ કરેલું. ત્યાર બાદ મેક્રોમીડીયા ફાયરવર્ક્સ, જેમાં અમારી હથોટી હતી એ અડૉબેનું પેકેજ થઈ ગયું અને એમાં ઘણાં સુધારા આવી ગયા. ત્યાર બાદ ફોટોશોપ જોડે પણ મસ્તી કરાઈ, અખતરાઓ કરાયા. છેલ્લા થોડાક મહીનાઓમાં ટ્વિટર પર અને પુસ્તક વાંચનમાં ઝેન, તાઓ તથા બુદ્ધ વિશેનું ચિંતન મળ્યું છે તેની કણિકાઓ સાથે સાથે અક્ષરનાદ પરના ઘણાં લેખ બાદ ‘બિલિપત્ર’ તરીકે મૂકાયેલ સુવાક્યો કે શે’ર વગેરેનો સરસ સંગ્રહ તેમાં મૂકવા કામ લાગશે. લગભગ અઠવાડીયે એક વોલપેપર મૂકીશું. આ વોલપેપર અને તેમાંના સુવાક્યો, કડીઓ વગેરે પ્રેરણાદાયક અને ચિંતનસભર બની રહેશે.

પહેલાના સોની ડીએસસી સીરીઝના કેમેરામાં ફોટા સારા આવતા, પણ એટલા સારા નહીં કે વોલપેપર તરીકે શોભે. પણ હવે લીધેલ નિકોન ડી૩૩૦૦ તથા સાથે લીધેલા લેન્સ વગેરેને લીધે સરસ ફોટા આવે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. એમાંથી જ થોડાક ગમતા ફોટોગ્રાફ્સનો વોલપેપર માટે ઉપયોગ કરવાનો પ્રયાસ છે. આ સિવાય નિઃશુલ્ક સ્ટૉક ફોટો વેબસાઈટ્સ પરથી પણ ઈમેજ લઈને આ પ્રકારના વોલપેપર બનાવવામાં આવશે. ૧૩૬૬ × ૭૬૮, ૧૬૦૦ × ૯૦૦ અને ૧૯૨૦ × ૧૦૮૦ એમ ત્રણ સાઈઝમાં પ્રત્યેક વોલપેપર ઉપલબ્ધ રહેશે કારણ કે આ સામાન્યતઃ ઉપયોગી સાઈઝ છે. જો તમારી સ્ક્રીનસાઈઝ અથવા રેઝોલ્યુશન આથી અલગ હોય તો નજીકના રેઝોલ્યુશન વાળી ઈમેજ ડાઊનલોડ કરશો અને આપ ઈચ્છો તો તેને પેઈન્ટ જેવા ઈમેજ એડીટર વડે તેને જરૂરી સાઈઝમાં બદલી શક્શો. એકથી વધુ વોલપેપર ગમ્યા હોય તો વોલપેપર આપમેળે નિશ્ચિત સમયાંતરે બદલી આપતા સોફ્ટવેર જેવા કે BioniX Wallpaper Changer અથવા Background Cycler નો ઉપયોગ કરી શક્શો.

સર્વર પર લોડ ન વધે એ માટે આ વોલપેપર મેં અક્ષરનાદ વેબસાઈટ સર્વર પર હોસ્ટ કરેલા નથી, તેની ક્લિક્સ પણ ટ્રેક કરવી નથી. નવા વોલપેપરની લિન્ક્સ સમયાંતરે તેની થમ્બનેઈલ ઈમેજ સાથે ઉપસ્થિત થતી રહેશે. આપના પ્રતિભાવોની રાહ જોઈશું. કોઈ વિશેષ સુવાક્યને આપ વોલપેપરમાં જોવા ઈચ્છો તો એ પણ પ્રતિભાવમાં મૂકશો, એ માટે પ્રયત્ન કરીશું.

આશા છે આ નવો પ્રયાસ અને પ્રેરણાઆપતા વોલપેપર્સ સૌને ગમશે, ઉપયોગી થઈ રહેશે.

* * * *

અક્ષરનાદ દ્વારા ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ડેસ્કટોપ / લેપટોપ માટેના વોલપેપર્સ

ક્રમ વિષયવસ્તુ ડાઉનલોડ કડી
૧. [૧૩૬૬ × ૭૬૮] [૧૬૦૦ × ૯૦૦] અને [૧૯૨૦ × ૧૦૮૦]
૨. [૧૩૬૬ × ૭૬૮] [૧૬૦૦ × ૯૦૦] અને [૧૯૨૦ × ૧૦૮૦]

Leave a Reply to pragnyaCancel reply

3 thoughts on “વોલપેપર

  • pragnya

    પેી.કે.દાવદા સહેબ નો ચિન્તન નિબન્ધ સન્સ્કર સથે શિક્ષન ખુબજ ગમ્યો.
    ગ્રન્થ્પાલ તરિકે કોઇને વાચવા આપ્વો હોય તો શુ કર્વુ?

    પ્રગ્ના