સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઉશનસ


3 comments
આજે ફરી પ્રસ્તુત છે પાંચ વર્ષાકાવ્યો. આ હેલી તો ધાર્યાથી વધુ લાંબી ચાલી, એટલે એ નીતર્યા નીતર્યા મનને લઈને આવા વધુ ગીતોની / કાવ્યકૃતિઓની તપાસ આગળ ધપાવી છે. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિવિધ કવિઓના સંકલન એવા કાવ્યકોડીયાં સંગ્રહમાંથી આ રચનાઓ અહીં પ્રસ્તુત કરી છે, એ સિવાય ગોપાલભાઈ પારેખે પાઠવેલી એક મિત્રની આવી જ રચનાઓના સંગ્રહની સુંદર ડાયરી અને અન્ય સ્ત્રોતમાંથી આવી રચનાઓ મળી રહી છે. ચાલો જોઈએ આપણે આવી કેટલી રચનાઓ એકત્ર કરી શકીએ છીએ. આ હેલીમાં રસતરબોળ થવા સર્વેને આમંત્રણ છે...

પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૩)


2 comments
રોજીરોટી કમાવા અથવા અન્ય વિટંબણાઓને લઈને વતનથી દૂર જવું પડ્યું છે તેમને માટે અમુક ક્ષણો એવી આવે છે જ્યારે વતનની યાદ સતાવે છે. એમાં વર્ષાઋતુ મુખ્ય છે. પહેલા વરસાદમાં પોતાના વતનને - ગામને યાદ કરતા એ અદના માણસની મનોવેદના કવિશ્રી ઉશનસના પ્રસ્તુત કાવ્યમાં સુપેરે વ્યક્ત થાય છે. આ પરથમ પહેલાના ઘનઘોરેલ આકાશે માટીની સુગંધ અને હરીયાળી થઈ રહેલી ધરાને જોઈને કવિને પોતાના વતનથી દૂર હોવા છતાં ત્યાં જ હોવાનો અહેસાસ થાય છે. ગામના કાંઠે વહેતી નદી, ઘર, પણિયારાની માટલી અને આથમણા પાદર જાણે કવિને હાથવેંત છેટા જ લાગે છે. આવી સુંદર રચના એ સર્વેને અર્પણ જે ગોરંભાયેલા વતનના આકાશને યાદ કરીને તેનાથી દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ જીવંત રાખી શક્યા છે. પ્રસ્તુત રચના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત 'કાવ્યકોડીયાં' માંથી સાભાર લેવામાં આવી છે.

વરસાદમાં વતનની યાદ… – ઉશનસ


1 comment
એક કવિનું ગદ્ય પણ કવિતાસમું સુંદર અને મનોહર હોઈ શકે છે એ વાત પ્રસ્તુત કૃતિને વાંચતા જ સાબિત થઈ જાય છે, એ ગદ્ય હોય આપણા સિદ્ધહસ્ત કવિ શ્રી ઉશનસનું સર્જન જેનું માળખું કવિતાને લગતું હોય, વળી પાછો તેનો વિષય હોય એક કવિનું જાહેરનામું - તો તેની સુઘડતા, વિષય સંગતતા અને સુંદરતા વિશે કહેવુ જ શું? એક કવિ વિશ્વને પોતાનું જાહેરનામું સંભળાવે છે, તેની ઈચ્છાઓ અને આકાંક્ષાઓનું એ મૂર્ત સ્વરૂપ છે તો તેમાં કવિની સર્જન પ્રત્યેની સંતૃપ્તતા પણ સુપેરે ઝળકે છે.

કવિનું જાહેરનામું – ઉશનસ1 comment
આપણા દેહને ટકાવવા અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અન્ન આપીએ છીએ તે જ રીતે આપણાં ચિત્તને વાચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. અને આ વાંચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો, પુસ્તકાલયોનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. ગિજુભાઈ પ્રસ્તુત લેખમાં એ છતું કરે છે. ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીશીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અને અધ્યાપનની પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. આ યુગપરિવર્તનકારી ફેરફારો સાથે, એના વિશે એમને ઘણું લખવાનું થયું છે, એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે. વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ લેખ પ્રસ્તુત બની રહેશે એમાં કોઈ શંકા નથી.

પુસ્તકાલય એટલે મહાશાળા – ગિજુભાઈ બધેકા


2 comments
ઉશનસની રચનાઓનો વૈભવ વસંતના વૈભવથી ઘણો વધારે છે. વસંત તો ફક્ત થોડાક સમય પૂરતી હોય છે પરંતુ તેમની કવિતાઓ સદાબહાર છે. જિંદગી વિશેની આ રચના જ જુઓ, જિંદગીની આટલી સચોટ વ્યાખ્યા તેમના જેવો સમર્થ રચનાકાર જ કરી શકે. માણો આ ખૂબ સુંદર રચના.

એ જિંદગી – ઉશનસ


કેવું કેવુંક થશે ગુજરાત – કોણ જાણે ? આ તો ઉઘડંત રાત કે પ્રભાત – કોણ જાણે ? કંઈ પામશે કે પહેરવાં નાગાં ? સૂવા પામશે કે છાપરું અભાગાં ? ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત – કોણ જાણે ? પછી વધશે અહીં માળ ઉપર મજલો ? પારકી જમીન પર મહેનતની ફસલો ? તીડ-વાણિયાની વધશે જીવાત – કોણ જાણે ? એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે, જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે મારા શમણાની નાજુક બિછાત – કોણ જાણે ?  – ઉશનસ ( ૧ મે, ૧૯૬૦, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત )

કોણ જાણે ? – ઉશનસ